Raksha Bandhan 2025 Vastu Tips In Gujarati : રક્ષાબંધન તહેવાર શ્રાવણ પુનમ તિથિ પર ઉજવાય છે. રક્ષાબંધન ભાઇ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર છે. રક્ષાબંધન પર બહેરન ભાઇના હાથ પર રાખડી બાંધે છે અને લાંબી ઉંમરની પ્રાર્થના કરે છે. તો બદલામાં ભાઇ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ રક્ષાબંધન પર બહેને ભાઇને રાખડી બાંધતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઇએ, નહીંત્તર ભાઇ પર નકારાત્મક અસર થઇ શકે છે. શું તમને ખબર છે રાખડી બાંધતી વખતે કઇ દિશામાં બેસવું શુભ હોય છે? રક્ષાબંધન પર ભાઇને રાખડી બાંધતી વખતે આ 7 વાત ધ્યાનમાં રાખવી જોઇએ.
રક્ષાબંધન પર રાખડી બાંધતી વખતે કઇ દિશામાં બેસવું?
રક્ષાબંધન પર રાખડી બાંધતી વખતે બેસવાની દિશાનું પણ ધ્યાન રાખવું જોઇએ. રાખડી બાંધતી વખતે ભાઇએ પૂર્વ દિશા તરફ મોં રાખીને બેસવું જોઇએ. પૂર્વ દિશા સૂર્યની દિશા છે, જે જીવન, ઊર્જા અને નવી શરૂઆતનું પ્રતિક છે. તેનાથી રાખડીની અસર વધુ શુભ અને પ્રભાવશાળી થઇ જાય છે.
માથું ઢાંકીને રાખો : રાખડી બાંધતી વખતે ભાઇના માથું ખુલ્લું ન હોવું જોઇએ. રૂમાલ કે કોઇ કપડા વડે ભાઇએ માથું ઢાંકવું જોઇએ, તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
પ્લાસ્ટિકની રાખડી ન બાંધવી : પ્લાસ્ટિકની રાખડી અશુભ હોય છે. રાખડી શુભ ચિહ્ન અને રંગ વાળી બાંધવી જોઇએ. સુતરાઉ, ઉનનો દોરો હોય તેવી રાખડી બાંધવી શુભ હોય છે.
ધાતુ ની રાખડી ન બાંધવી : જો તમે સોના કે ચાંદની રાખડી બાંધવાના હોય વો, તો સૌથી પહેલા સુતરાઉ કે ઉનના રાખડી બાંધવી, ત્યાર પછી અન્ય રાખડી બાંધવી જોઇએ.
શુભ મુર્હૂતમાં રાખડી બાંધવી : રક્ષાબંધન પર રાખડી બાંધવા માટે શુભ મુર્હૂત પસંદ કરવો જોઇએ. ક્યારેય ભદ્રા કાળમાં રાખડી બાંધવી નહીં, તેનાથી નકારાત્મક અસર પડી શકે છે.
આ પણ વાંચો | રક્ષાબંધન ટીપ્સ : રાખડીમાં કેટલી ગાંઠ મારવી?
જમણા હાથ પર રાખડી બાંધવી : રાખડી હંમેશા જમણા હાથ પર રાખડી બાંધવી જોઇએ. રાખડી બાંધતી પહેલા હાથના કાંડા પર કુમકુમનું તિલક કરવું જોઇએ.
આશીર્વાદ લેવા : રક્ષાબંધન પર રાખડી બાંધ્યા બાદ ભાઇએ બહેનના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવા જોઇએ.