Raksha Bandhan 2023 Muhurat : રક્ષાબંધન પર્વનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ તહેવાર ભાઈ-બહેનનો હોય છે. આ તહેવારમાં બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે. જેને રક્ષા સૂત્ર પણ કહેવામાં આવે છે. અને ભાઈ બહેનને ઉપહાર આપે છે. ઉલ્લેખનીય છે કે રક્ષાબંધન આજે 30 ઓગસ્ટ અન 31 ઓગસ્ટ સવાર સુધી ઉજવવામાં આવશે.પંચાંગ અને જ્યોતિષાચાર્યો વચ્ચે તિથિ અંગે ખૂબ જ ભ્રમની સ્થિતિ બનેલી છે. હિન્દુ પંચાગ અનુસાર પૂનમ તિથિ આજે સવારે 7 વાગ્યાને 5 મિનિટ સુધી હતી. પરંતુ કાલે આખો દિવસ ભદ્રનો સાયો હતો. આવામાં મોટાભાગના લોકો સવારે પણ રક્ષાબંધન ઉજવી રહ્યા હતા. પ્રસિદ્ધ પંડિત જગન્નાથ ગુરુજી અનુસાર આજ સાંજ સુધી રાખડી બાંધી શકાશે.
આજે કેટલા વાગ્યા સુધી બાંધી શકાશે રાખડી?
પંડિત જગન્નાથ ગુરુજી અનુસાર પૂનમની તિથિ 30 ઓગસ્ટે સવારે 10.58 મિનિટથી શરુ થઈને 31 ઓગસ્ટ સવારે 7.5 વાગ્યા સુધી હતી. પરંતુ આજે રક્ષાબંધનનો તહેવાર 5.42 વાગ્યા સુધી ઉજવી શકાશે. સવારે 8.12 વાગ્યાથી લઈને 5.42 મિનિટ સુધી રાખડી બાંધી શકાશે. આમાં કોઇપણ પ્રકારનો દોષ નહીં લાગે. કારણ કે આજે સવારથી લઈને સાંજે 5.16 વાગ્યા સુધી સુકર્મા યોગ છે.
રાખડી બાંધવાની રીત
એક પ્લેટમાં સિંદુર, કંકુ, ચોખા, રાખડી, મીઠાઈ અને દીપક રાખો. ત્યારબાદ પોતાના ભાઈને ઉંચા સ્થાન ઉપર બેસાડી માથા પર રુમાલ મુકી દો. ત્યારબાદ તમારી અનામિકા આંગળીથી કંકુનું તિલક લગાવો. ત્યારબાદ ચોખા લગાવો અને થોડા ચોખા માથા પર ચઢાવો. ત્યારબાદ ભાઈના જમણા હાથે રાખડી બાંધી દો અને અને મત્ર બોલો ત્યારબાદ મિઠાઈ ખવડાવો અને અંતમાં દીવો પ્રગટાવીને આતરી ઉતારો ત્યારબાદ ભાઈ બહેનને ઉપહાર સ્વરૂપે પૈસા કે પછી કોઈ ગિફ્ટ આપે છે.
રાખડી બાંધતા સમયે આ મંત્રનો કરો જાપ
ઉલ્લેખનીય છે કે આજકાલ બજારમાં કાળા, ભૂરા અને અનેક અશુભ રંગોની રાખડીઓનું પ્રચલન છે. જેને જ્યોતિષમાં અશુભ માનવામાં આવે છે. એટલા માટે રક્ષાબંધનનું રક્ષાસૂત્ર લાલા, પીળા કે સફેદ રંગનું હોવું જોઇએ. રક્ષા સૂત્ર અથવા રાખડી હંમેશા મંત્રોના જાપ કરવાની સાથે જ બાંધવી જોઈએ. જેનાથી ભાઈ અને બહેનનો સંબંધ હંમેશા મજબૂત અને પવિત્ર રહે છે.
રાખડી બાંધતા સમયે બોલવાનો મંત્ર
યેન બદ્ધો બલિ રાજા, દાનવેન્દ્રો મહાબલઃતેન ત્વામ રક્ષા બન્ધામિ, રક્ષે માચલ માચલઃ
રાખડી બાંધતા સમયે બહેનોએ આ મંત્રનું ચોક્કસ ઉચ્ચારણ કરવું જોઈએ.
મંત્રનો અર્થ
એક રક્ષાસૂત્રથી દાનવોના મહારાબલી રાજા બલિને બાંધવામાં આવ્યા હતા. જેનાથી ધર્મમાં બાંધવામાં આવ્યા હતા એવી જ રીતે હું પણ મારા ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર બાંધી રહી છે. હે રક્ષાસૂત્ર, તું હંમેશા અટૂટ રહેજે અને ભાઈને મુશ્કેલીઓમાંથી હંમેશા બચાવજે.





