Raksha Bandhan 2023 : આજે 30 ઓગસ્ટે રાખડી બાંધવા માટે મળશે માત્ર 1 કલાક 12 મિનિટ, જાણો શુભ મુહૂર્ત, ભદ્રકાળ અને મંત્ર

Raksha Bandhan 2023, shubh muhurt, time, Bhadra kal Mantra : રક્ષાબંધન આજે 30 ઓગસ્ટ અન 31 ઓગસ્ટ સવાર સુધી ઉજવવામાં આવશે. કારણ કે 30 ઓગસ્ટે ભદ્ર પૂનમની સાથે શરુ થઈ રહ્યો છે. ભદ્રકાલમાં રાખડી બાંધવું અશુભ માનવામાં આવે છે.

Written by Ankit Patel
August 30, 2023 11:26 IST
Raksha Bandhan 2023 : આજે 30 ઓગસ્ટે રાખડી બાંધવા માટે મળશે માત્ર 1 કલાક 12 મિનિટ, જાણો શુભ મુહૂર્ત, ભદ્રકાળ અને મંત્ર
રક્ષાબંધન, રાખી બાંધવાનો સમય

Raksha Bandhan 2023, shubh muhurt, time, Bhadra kal Mantra : રક્ષાબંધન પર્વનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ તહેવાર ભાઈ-બહેનનો હોય છે. આ તહેવારમાં બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે. જેને રક્ષા સૂત્ર પણ કહેવામાં આવે છે. અને ભાઈ બહેનને ઉપહાર આપે છે. ઉલ્લેખનીય છે કે રક્ષાબંધન આજે 30 ઓગસ્ટ અન 31 ઓગસ્ટ સવાર સુધી ઉજવવામાં આવશે. કારણ કે 30 ઓગસ્ટે ભદ્ર પૂનમની સાથે શરુ થઈ રહ્યો છે. ભદ્રકાલમાં રાખડી બાંધવું અશુભ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભદ્રકાળમાં એક પહર એવો હોય છે જેમાં ભાઈને રાખડી બાંધી શકાય છે. કારણ કે આ સમયે ભદ્રની અસર ઓછી થઈ જાય છે. ચાલો જાણીએ…

30 ઓગસ્ટ 2023ના રોજ રાખડી બાંધવાનું મુહૂર્ત

શાસ્ત્રો અનુસાર ભદ્રા પુચ્છને શુભ અને મંગળકારક માનવામાં આવે છે. એટલા માટે ભદ્ર પુચ્છમાં તમે શુભ અને મંગળ કાર્ય કરી શકો છો. કારણ કે આમાં ભદ્રનો અશુભ પ્રભાવ ના બરાબર હોય છે. આવી સ્થિતિમાં 30 ઓગસ્ટે સાંજે 5.19 મિનિટથી ભદ્ર પુચ્છ શરુ થઈ રહ્યો છે. જે 6.31 મિનિટ સુધી રહેશે. વિશેષ સ્થિતિમાં રક્ષાબંધન ઉજવનાર ભદ્ર પુચ્છ કાળમાં ભાઈને રાખડી બાંધી શકે છે. જો તમે ભદ્રપુચ્છમાં રાખડી ન બાંધવા માંગો તો પછી તમે 9.3 વાગ્યે જ્યારે ભદ્રા સમાપ્ત થઈ જાય ત્યારે રાખંડી બાંધી શકો છો.

રાખડી બાંધતા સમયે આ મંત્રનો કરો જાપ

ઉલ્લેખનીય છે કે આજકાલ બજારમાં કાળા, ભૂરા અને અનેક અશુભ રંગોની રાખડીઓનું પ્રચલન છે. જેને જ્યોતિષમાં અશુભ માનવામાં આવે છે. એટલા માટે રક્ષાબંધનનું રક્ષાસૂત્ર લાલા, પીળા કે સફેદ રંગનું હોવું જોઇએ. રક્ષા સૂત્ર અથવા રાખડી હંમેશા મંત્રોના જાપ કરવાની સાથે જ બાંધવી જોઈએ. જેનાથી ભાઈ અને બહેનનો સંબંધ હંમેશા મજબૂત અને પવિત્ર રહે છે.

રાખડી બાંધતા સમયે બોલવાનો મંત્ર

યેન બદ્ધો બલિ રાજા, દાનવેન્દ્રો મહાબલઃતેન ત્વામ રક્ષા બન્ધામિ, રક્ષે માચલ માચલઃ

રાખડી બાંધતા સમયે બહેનોએ આ મંત્રનું ચોક્કસ ઉચ્ચારણ કરવું જોઈએ.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ