Ramcharitmanas Chaupai: રામચરિતમાનસ ગ્રંથનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. આ ધાર્મિંગ ગ્રંથમાં કેટલીક એવી ચોપાઇનું વર્ણન છે, જેમના દરરોજ જાપ કરવાથી મનુષ્યના જીવનની આર્થિક તંગી દૂર થવાની સાથે સાથે બધી મનોકામના પૂર્ણ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે રામચરિતમાનસની રચના ગોસ્વામી તુલસીદાસ દ્વારા કરવામાં આવી હતી. તુલસીદાસે રામચરિત માનસમાં સાત કાંડનો ઉલ્લેખ કર્યો છે. આ સાત કાંડ નામ આ મુજબ છે- બાળ કાંડ, અયોધ્યા કાંડ, અરણ્ય કાંડ, કિષ્કિંધા કાંડ, સુંદરકાંડ, લંકા કાંડ (યુદ્ધ કાંડ) અને ઉત્તર કાંડ. શ્લોકોની સંખ્યા અનુસાર બાલકાંડ અને કિષ્કિંધકાંડ અનુક્રમે સૌથી મોટો અને નાનો કાંડ છે. રામચરિતમાનસ ગ્રંથમાં 4608 શ્લોક અને 1074 દોહા છે. તો ચાલો જાણીએ રામચરિતમાનસની મહત્વપૂર્ણની ચોપાઈ વિશે…
સંપત્તિ પ્રાપ્તિ માટે
‘જે સકામ નર સુનહિં જે ગાવહિં, સુખ સંપત્તિ નાનાવિધિ પાવહિં.
‘जे सकाम नर सुनहिं जे गावहिं। सुख संपत्ति नानाविधि पावहिं।।
ઇચ્છાપૂર્તિ અને સર્વબાધા નિવારણ માટે
‘કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોઇ તાત તુમ પાહીં.’
‘कवन सो काज कठिन जग माही। जो नहीं होइ तात तुम पाहीं।। ’
નાણાં મેળવવા અથવા વધારવા માટે
‘બિસ્વ ભરન પોષણ કર જોઈ, તાકર નામ ભરત અસહોઈ.’
‘बिस्व भरन पोषन कर जोई। ताकर नाम भरत असहोई।।’
શત્રુ નાશ કરવા માટે
‘બયરુ ન કર કાહુ સન કોઇ, રામપ્રતાપે વિષમતા ખોઇ.’
‘बयरू न कर काहू सन कोई। रामप्रताप विषमता खोई।।’
ભય અને શંકા દૂર કરવા માટે
‘રામકથા સુંદર કર તારી, સંશય બિહગ ઉડવ નિહારી.’
‘रामकथा सुन्दर कर तारी। संशय बिहग उड़व निहारी।।’
અજાણ્યા સ્થળ ભયને દૂર કરવા
‘મામભિરક્ષય રઘુકુલ નાયક, ધૃતવર ચાપ રુચિર કર સાયક.’
‘मामभिरक्षय रघुकुल नायक। धृतवर चाप रुचिर कर सायक।।’
ભગવાન રામની કૃપા મેળવવા માટે
‘સુનિ પ્રભુ વચન હરષ હનુમાના, સરનાગત બચ્છલ ભગવાના.’
सुनि प्रभु वचन हरष हनुमाना। सरनागत बच्छल भगवाना।।
સંકટ દૂર કરવા માટે
‘રાજીવ નયન ધરેં ધનુ સાયકા, ભગત બિપતિ ભજન સુખદાયક.’
‘राजीव नयन धरें धनु सायक। भगत बिपति भंजन सुखदायक।।’
રોગો અને બીમારીઓની શાંતિ માટે
‘દૈહિક દૈવિક ભૌતિક તાપા, રામ રાજ નહિં કાહુહિં વ્યાપા.’
‘दैहिक दैविक भौतिक तापा। राम राज नहिं काहुहिं ब्यापा।।’
લગ્નવાંચ્છુક માટે
‘તબ જનક પાઇ વશિષ્ઠ આયસુ બ્યાહ સાજ સંવારિ કે,
માંડવી શ્રૃતિકીરિત, ઉર્મિલા કુઅંરિ લઇ હંકારિ કે’‘तब जनक पाइ बसिष्ठ आयसु ब्याह साज संवारि कै।
मांडवी श्रुतिकीरित उरमिला कुंअरि लई हंकारि कै।।
ખોવાયેલી વસ્તુ પાછી મેળવવા માટે
‘ગઇ બહોર ગરીબ નેવાજૂ, સરલ સબલ સાહિર રધુરાજૂ’
गई बहोर गरीब नेवाजू। सरल सबल साहिब रधुराजू।।
રામચરિતમાનસનો પાઠ કરવાનો નિયમ

દરરોજ સવારે રામચરિતમાનસ ચોપાઈનો પાઠ કરતા પહેલા સ્નાન કરો. તેની સાથે જ બાજોઠ પર રામ દરબાર અથવા શ્રી રામની મૂર્તિ અથવા ફોટોાનું સ્થાપન કરો. ત્યારબાદ દીપ પ્રગટાવો અને હનુમાનજી તેમજ ગણપતિજીનું આહ્વાન કરો. ત્યારબાદ રામચરિતમાનસનું વાંચન કરો. આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. આ સાથે જ તમને પ્રભુ શ્રી રામની કૃપા પણ પ્રાપ્ત થશે.