Five Planet Vakri In August: 5 ગ્રહો 24 ઓગસ્ટથી વક્રી થયા; 4 રાશિનું ભાગ્ય ચમકશે, પ્રમોશન, ધનલાભ અને વેપારમાં વૃદ્ધિના યોગ

Five Planet Vakri In August: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 24 ઓગસ્ટથી 5 ગ્રહો વક્રી ગતિમાં ચાલશે, જેનાથી 4 રાશિના લોકોનું નસીબ ચમકશે તેમજ પ્રમોશન, ધનલાભ અને વેપાર માટે સારા દિવસોની શરૂઆત થશે

Written by Ajay Saroya
August 24, 2023 21:00 IST
Five Planet Vakri In August: 5 ગ્રહો 24 ઓગસ્ટથી વક્રી થયા; 4 રાશિનું ભાગ્ય ચમકશે, પ્રમોશન, ધનલાભ અને વેપારમાં વૃદ્ધિના યોગ
25 ઓગસ્ટથી 5 ગ્રહો વક્રી થયા છે અને તેની વિવિધ રાશિઓ પર ઉંડી અસર થાય છે.

Five Planet Vakri In August Rashifal : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો સમયાંતરે વક્રી અને માર્ગી થાય છે, જે માનવ જીવન, દેશ અને દુનિયાને અસર કરે છે. આપને જણાવી દઈએ કે 24 ઓગસ્ટથી 5 ગ્રહો વક્રી થવા જઈ રહ્યા છે. જેમાં શનિ, શુક્ર, રાહુ અને કેતુ પહેલાથી જ વિપરીત ગતિ કરી રહ્યા છે. બીજી તરફ 24 ઓગસ્ટથી બુદ્ધિ અને વ્યાપારના દાતા બુધ ગ્રહ પણ વક્રી થવા જઈ રહ્યો છે જેના કારણે 3 રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે તેમજ ભાગ્યોદય થવાની સંભાવના છે. ચાલો જાણીએ આ કઈ કઈ રાશિઓ છે…

મેષ રાશિ (Aries Zodiac)

મેષ રાશિના જાતકો માટે 5 ગ્રહોની વક્રી લાભદાયક સાબિત થઇ શકે છે. હાલના સમયમાં તમને વેપાર-ધંધામાં લાભ થઈ શકે છે તેમજ સંતાન સુખ પ્રાપ્ત થઇ શકે છે. તેમજ આ સમયગાળા દરમિયાન પ્રેમ લગ્નના યોગ બની રહ્યા છે. ઉપરાંત તમારા ફસાયેલા પૈસા પરત મળી શકે છે. બીજી તરફ વિવાહિત લોકોનું લગ્નજીવન સુખી રહેશે જો કે તમારે ગુસ્સો કરવાથી બચવું જોઈએ.

મિથુન રાશિ (Mithun Zodiac)

મિથુન રાશિના લોકો માટે પાંચ ગ્રહોની વક્રી ચાલ સાનુકૂળ સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન તમારી સંપત્તિમાં વધારો થવાની સાથે સાથે તમે માન-સમ્માન અને પ્રતિષ્ઠા મેળવી શકશો. તેમજ વિદેશ પ્રવાસના પણ યોગ બની રહ્યા છે. આ સમયગાળામાં તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે અને સુખ-સાધનોમાં પણ વધારો થશે.

સિંહ રાશિ (Leo Zodiac)

સિંહ રાશિના જાતકો માટે આ 5 ગ્રહો વક્રી ગતિ તમારા માટે શુભ અને ફળદાયી સાબિત થઈ શકે છે. હાલના સમયે તમારું સ્વાસ્થ્ય ઘણું સારું રહેશે. તેમજ જે લોકો રાજનીતિ કે સમાજ સેવા સાથે જોડાયેલા છે, તેઓને આ સમયગાળા દરમિયાન પદ મળી શકે છે. તેમજ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને સરકારી નોકરી મળવાના યોગ બની રહ્યા છે. તેમજ નોકરિયાત લોકોનું પ્રમોશન થઇ શકે છે. તેમજ વેપારી વર્ગને આ સમયમાં ઘનલાભ થશે અને જે લોકોને બાળકની ઇચ્છા રાખી રહ્યા છે તેમને સંતાન પ્રાપ્તિ થઇ શકે છે.

આ પણ વાંચો | ઘરનો દરવાજો દક્ષિણ દિશામાં છે તો મંદિર કઇ દિશામાં બનાવવું જોઇએ? જાણો વાસ્તુ ટીપ્સ

તુલા રાશિ (Tula Zodiac)

તુલા રાશિના લોકો માટે પાંચ ગ્રહોની ચાલ લાભદાયી સાબિત થઈ શકે છે. આ સમયે તમે ભાગ્યશાળી બની શકો છો. તેની સાથે જ નોકરી-ધંધામાં પ્રગતિ થઈ શકે છે. આકસ્મિક ધન પ્રાપ્ત થશે. વેપારીઓની આવકમાં વધારો થશે. તેમજ તમને માન અને પ્રતિષ્ઠા મળશે. ઉપરાંત જેઓ અપરિણીત છે તેમના માટે લગ્નના માંગ આવી શકે છે. તેમજ હાલના સમયમાં તમારી કોઈપણ યોજના સફળ થઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ