અંકશાસ્ત્ર : આ જન્મતારીખ ધરાવતા લોકો શરમાળ સ્વભાવના હોય છે, પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકતા નથી

Numerology : અંકશાસ્ત્ર અનુસાર જે લોકોનો મૂળાંક 5 હોય છે તે લોકો માટે બુધવાર, શુક્રવાર અને શનિવારનો દિવસ ખૂબ જ શુભ હોય છે.

Written by Ashish Goyal
March 04, 2024 21:39 IST
અંકશાસ્ત્ર : આ જન્મતારીખ ધરાવતા લોકો શરમાળ સ્વભાવના હોય છે, પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકતા નથી
Numerology : અંકશાસ્ત્રમાં 1થી 9ની અંકોનું વર્ણન જોવા મળે છે

Numerology : અંકશાસ્ત્રમાં 1થી 9ની અંકોનું વર્ણન જોવા મળે છે. આ અંકો કોઇના કોઇ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે, જેમ 8 અંકનો સ્વામી શનિ છે. આવી સ્થિતિમાં અહીં આપણે 5 અંક વિશે વાત કરીશું, જેના સ્વામી બુદ્ધિ અને વેપારના બુધ દેવ છે. કોઈપણ મહિનાની 5, 14 અથવા 23 મી તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 5 હોય છે. આ મૂળાંક સાથે સંકળાયેલા લોકો થોડા શરમાળ સ્વભાવના હોય છે. વળી આ લોકો પોતાની ભાવનાઓને બીજાની સામે વ્યક્ત કરી શકતા નથી. પરંતુ આ લોકો સારા વેપારી છે. તેમનો સંવાદ પણ ખૂબ જ મજબૂત હોય છે. આવો જાણીએ આ મૂળાંક 5 સાથે જોડાયેલી અન્ય રસપ્રદ વાતો.

તેઓ અત્યંત શરમાળ હોય છે

અંકશાસ્ત્ર અનુસાર જે લોકો મૂળાંક નંબર 5 સાથે જોડાયેલા છે. તે લોકો થોડા શરમાળ હોય છે અને આ લોકો ભાગ્યે જ પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે છે. તેઓ આ પ્રકારનું વર્તન કોઇના ડરથી નહીં પરંતુ શરમના કારણે કરે છે. આ લોકો કલાના જાણકાર અને કલા પ્રેમી હોય છે. સાથે જ આ લોકો પ્રેક્ટિકલ પણ હોય છે. સાથે જ આ લોકો બુદ્ધિમાન અને દીર્ઘદ્રષ્ટા પણ હોય છે. આ લોકો પૈસા ભેગા કરવામાં નિષ્ણાત હોય છે. સાથે તેઓ સારું બેંક બેલેન્સ બનાવે છે.

આ પણ વાંચો – શનિ દેવ આ 3 રાશિ પર હંમેશા રહે છે મહેરબાન, સાડા સાતી અને ઢૈય્યામાં ઓછો કષ્ટ, ભાગ્ય આપે છે સાથ

બને છે મોટા બિઝનેસમેન

મૂળાંક 5 સાથે સંકળાયેલા લોકો મોટા ઉદ્યોગપતિ બને છે. આ લોકો ઓછા સમયમાં મોટું સામ્રાજ્ય ઊભું કરે છે. આ લોકો બિઝનેસમાં નવા-નવા આઈડિયાઝનો ઉપયોગ કરીને ખૂબ પૈસા કમાય છે. સાથે આ લોકો મની માઈન્ડેડ પણ હોય છે. આ લોકો કામને લઈને થોડા બેદરકાર હોય છે. આ લોકો તાર્કિક પણ હોય છે. તેમની વાતચીતની શૈલી પ્રભાવશાળી હોય છે અને એક વખત કોઇ તેમને મળે તો તેઓ હંમેશા તેમને યાદ કરે છે. આ લોકોનો સંવાદ ખૂબ જ મજબૂત હોય છે. આ લોકોના ઘણા મિત્રો હોય છે.

આ છે શુભ દિવસો અને તારીખ

અંકશાસ્ત્ર અનુસાર જે લોકોનો મૂળાંક 5 હોય છે તે લોકો માટે બુધવાર, શુક્રવાર અને શનિવારનો દિવસ ખૂબ જ શુભ હોય છે. આ દિવસે કામ શરૂ કરવાથી સફળતા મળે છે. સાથે જ આ લોકો માટે 5, 14, 23 અને 31 શુભ હોય છે.

(Disclaimer : આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચી સાબિત કરવાનો નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ