Rishi Panchami: ઋષિ પાંચમ વ્રત મહિલાઓ કેમ કરે છે? સામા પાંચમ પર ક્યા સાત ઋષિની પૂજા થાય છે? જાણો

Rishi Panchami Puja Vidhi Significance: ઋષિ પાંચમ વ્રત ભાદરવા સુદ પાંચમ તિથિ પર રાખવામાં આવે છે. મહિલાઓ આ દિવસે સપ્ત ઋષિની પૂજા કરે છે. જાણો સામા પાંચમ એટલે કે ઋષિ પાંચમ પૂજા વિધિ અને મહત્વ

Written by Ajay Saroya
September 08, 2024 12:20 IST
Rishi Panchami: ઋષિ પાંચમ વ્રત મહિલાઓ કેમ કરે છે? સામા પાંચમ પર ક્યા સાત ઋષિની પૂજા થાય છે? જાણો
Rishi Panchami: ઋષિ પાંચમ ભાદરવા સુદ પાંચમ તિથિ પર ઉજવાય છે. તેને સામા પાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે. (PHoto: Freepik)

Rishi Panchami Puja Vidhi Significance: ઋષિ પાંચમ ભાદવા સુદ પાંચમ તિથિ પર ઉજવાય છે. ઋષિ પાંચમ ને ઋષિ પંચમી અને સામા પાંચમ પણ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં મહિલાઓ માટે ઋષિ પાંચમ વ્રત ઉપવાસ ઘણુ વિશેષ માનવામાં આવે છે. પરિણીત મહિલાઓ સ્ત્રો દોખ માંથી મુક્તિ, મનોવાંછિત ફળની પ્રાપ્તિ અને જાણતા અજાણતામાં થયેલા પાપના પ્રાયશ્ચિત માટે ઋષિ પાંચમનો વ્રત કરે છે.

ઋષિ પાંચમ વ્રત ઉપવાસ

ઋષિ પાંચમ વ્રત ઉપવાસ કરવો પરિણીત મહિલાઓ માટે બહુ ખાસ માનવામાં આવે છે. આ દિવસે મહિલાઓ પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે. મહાન સપ્ત ઋષિની પૂજા કરે છે. સાથે સાથે દેવી અરુંધતીની પણ પૂજા કરવી જોઈએ. સામા એટલે કે ઋષિ ધાન્ય, ફળ ખાઇ આખો દિવસ વ્રત કરે છે. ઋષિ પાંચમની વાર્તા સાંભળે છે.

ઋષિ પાંચમ વ્રત ઉપવાસ મહિલા માટે કેમ જરૂરી છે (Rishi Panchami Significance)

પરિણીત મહિલાઓ માટે ઋષિ પાંચમ વ્રત ઉપવાસ બહુ ખાસ માનવામાં આવે છે. રજોદર્શન દરમિયાન સ્ત્રી દોષ માંથી મુક્તિ, સંતાન પ્રાપ્તિ, કોઇ મનોકામના પૂર્ણ કરવા માટે મહિલાઓ સામા પાંચમનો ઉપવાસ કરે છે.

ઋષિ પાંચમ સામા પાંચમ કેમ કહેવાય છે (Rishi Panchami As as Sama Pancham)

ઋષિ પાંચમ સામા પાંચમ તરીકે પણ ઓળખાય છે. આ દિવસ મહિલાઓ ઋષિ પાંચના ઉપવાસમાં માત્ર સામા નામનું એક ધાન્ય ખાય છે. આથી ઋષિ પાંચમ ને સામા પાંચમ પણ કહેવામાં આવે છે.

ઋષિ પાંચમ પર સાત ઋષિની પૂજા (Saptarishi Puja At Rishi Panchami)

ઋષિ પાંચમ પર સાત ઋષિની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ઋષિ અને ગુરુનું બહુ મહત્વ છે. ઋષિ પાંચમ પર સપ્ત ઋષિ પાંચમની પૂજા કરવાનું મહાત્મ્ય છે. આ મહાન ઋષિના નામ – અત્રિ, કશ્યપ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, ગૌતમ, જમદગ્નિ, વશિષ્ઠ છે. એવું

આ પણ વાંચો | ગણેશ ચાલીસાના પાઠથી સુખ- સમૃદ્ધિની થાય છે પ્રાપ્તી.. અહીં વાંચો આખી ગણેશ ચાલીસા

ઋષિ પાંચમ પૂજા વિધિ (Rishi Panchami Puja Vidhi)

  • ઋષિ પંચમી પર મહિલા એ સૂર્યોદય પહેલા જાગી સ્નાન કરી પવિત્ર થવું
  • હવે બાજોઠ પર લાલ કે પીળું આસન પાથરી સપ્તઋષિની પ્રતિમા બનાવો કે ફોટાની સ્થાપના કરો
  • ઋષિ પાંચમની પૂજા સામગ્રી ધૂપ, દીપક, ફળ, ફૂલ, ઘી, પંચામૃત વગેરે તૈયાર કરો
  • જો તમે ઈચ્છો તો તમારા ગુરુની પણ પૂજા કરી શકો છો
  • હવે એક કળશ માંથી જળ લઈ સપ્ત ઋષિને અર્પણ કરો
  • સપ્ત ઋષિની મૂર્તિને ફુલ હાર પહેરાવી, દીપક અને ધૂપ પ્રગટાવો
  • તેમને પ્રસાદમાં ફળ અને નૈવેદ્ય અર્પણ કરો
  • સપ્ત ઋર્ષિના મંત્રોનો જાપ કરો અને છેલ્લે તમારી ભૂલોની માફી માગો
  • એક વાતનું ખાસ ધ્યાન રાખો કે ઋષિ પાંચમના ઉપવાસમાં અનાજનું સેવન ભૂલથી પણ કરવું નહીં

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ