વાસ્તુ શાસ્ત્ર અનુસાર ગણતરી કરીને રોટલી બનાવવી નકારાત્મક માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અુસાર, ક્યારેય કોઈને પૂછીને રોટલી ખવરાવવી જોઈએ નહીં. આવો જાણીએ વાસ્તુ શાસ્ત્રમાં રોટલી સાથે જોડાયેલા નિયમો વિશે…
રોટલી ગણતરી કરીને કેમ ન બનાવવી જોઈએ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર રોટલી ગણતરી કરીને ના બનાવવી જોઈએ. હંમેશા જરૂરીયાત કરતા વધુ રોટલી બનાવવી જોઈએ. રોટલી બનાવવાના નિયમોને લઈ એક માન્યતા છે કે રોટલી ગણીને બનાવવાથી સૂર્ય દેવતા નારાજ થઈ શકે છે. આથી ઘરમાં સુખ-શાંતિ અને ધનની અછત સર્જાઇ શકે છે. નોકરી અને બિઝનેસમાં નુક્સાન થઈ શકે છે. નકારાત્મક ઊર્જાની અસર ઘરની સુખ-શાંતિ પર અસર કરી શકે છે.

પ્રથમ અને છેલ્લી રોટલી કોને ખવરાવવી જોઈએ?
વાસ્તુ શાસ્ત્ર અનુસાર રોટલી બનાવતા સમયે એક નિયમનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, રસોડામાં બનતી પ્રથણ રોટલીનું ખુબ જ મહત્ત્વ છે. પ્રથમ રોટલી ગાયને ખવરાવવી શુભ માનવામાં આવે છે. જો તમારી આસપાસ ગાય નથી તો તમે તે રોટલીને જરૂરીયાતમંદ લોકો સુધી પણ પહોંચાડી શકો છો. આવું કરવાથી ઘરમાં હંમેશા બરકત રહે છે. ત્યાં જ છેલ્લી રોટલી કૂતરા માટે રાખવી જોઈએ. આથી તમારા ઘરમાં સકારાત્મક્તાનો વાસ રહે છે.
વાસી લોટ અથવા જૂના લોટથી રોટલી ના બનાવો
દોડભાગ ભર્યા જીવનમાં લોકો પાસે સમયની અછત રહે છે માટે ઘણા લોકો લોટને ચોળીને ફ્રીજમાં રાખે છે અને પછી તેની જરૂરીયાત મુંજબ રોટલી બનાવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો વાસ થાય છે. આ નકારાત્મક ઊર્જાથી ઘનની હાનિ થાય છે અને સુખ-શાંતિ ભંગ થાય છે. વાસી રોટલીનો સંબંધ રાહુ સાથે માનવામાં આવે છે.
રોટલી બનાવતા સમયે મનનો ભાવ સકારાત્મક રાખો
રોટલી બનાવતા સમયે મનનો ભાવ સકારાત્મક જ રાખવો જોઈએ. રોટલી બનાવતા સમયે મનમાં ક્યારેય ક્રોધ, નિરાશા અથવા દુ:ખનો ભાવ ના રાખો. આવું કરવાથી તમારા મનમાંથી નિકળેલી નકારાત્મક ઊર્જાનો પ્રભાવ પણ બનાવેલી રોટલીઓ પર પડી શકે છે અને તેને ખાનારા લોકો નકારાત્મક ઊર્જાથી ઘેરાઈ જાય છે.