Sadhguru Jaggi Vasudev Real Name, Yoga And Isha Foundation : જગ્ગી વાસુદેવ દુનિયાભરમાં સદગુરુ તરીકે પ્રખ્યાત છે, તેઓ ધ્યાન-યોગના પ્રચારક, આધ્યાત્મિક ગુરુ અને મોટિવેશનલ સ્પીકર છે. તેઓ ઈશા ફાઉન્ડેશનના સ્થાપક છે. આ ફાઉન્ડેશન સામાજિક હિતોની માટે કામગીરી કરી છે. આ ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ્ય ધ્યાન-યોગનો પ્રચાર પ્રસાર કરી તેને લોકો માટે સુલભ બનાવવાનો છે. સદગુરુના અનુયાયી તેમને એક એવા વ્યક્તિ માને છે જે લોકોના જીવનમાં પ્રકાશ લાવે છે અને તેમને નવી દિશા દેખાડે છે. ઘણા લોકોના મનમાં એવો પ્રશ્ન પણ ઉદભવે છે કે, સદગુરુ વાસુદેવ જગ્ગીને કોણે જ્ઞાન આપ્યુ અને તેમના ગુરુ કોણ છે?
સદગુરુ જગ્ગી વાસુદેવનું જીવન (Sadhguru Jaggi Vasudev Life)
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સદગુરુ વાસુદેવ જગ્ગી કર્ણાટકના મૈસુર શહેરમાં રહેતા હતા. તેમના ઘરની આસપાસ ગાઢ જંગલ હતુ. સદગુરુની જ્યારે ઇચ્છા થતી ત્યારે તેઓ આ જંગલમા જતા રહેતા હતા અને ઘણા દિવસો બાદ ત્યાંથી પરત આવતા હતા. તેમને વૃક્ષ-ઝાડ પર રહેવું ગમતુ હતુ. કુદરતના ખોળે તેમને સુખનો અનુભવ થતો હતો, આથી તેમનું બાળપણનો મોટો સમય કુદરતના સાનિધ્યમાં વિત્યુ છે.

જગ્ગી વાસુદેવ કેવી રીતે સદગુરુ બન્યા? (Jaggi Vasudev How to Become Sadhguru)
એક દિવસ સદગુરુ પહાડ પર બેઠા હતા, ત્યારે અચાનક તેમને એવી અનુભૂતિ થઇ કે તેઓ તેમના શરીરથી અલગ થઇ ગયા છે અને તેમનો વિસ્તાર સંપૂર્ણ પ્રકૃતિ જેવો થઇ ગયો છે. મૈસુરની ચામુંડી પહાડી પર ખુલ્લી આંખે થયેલા આ અનુભવને સમજવામાં તેમને થોડોક સમય લાગ્યો હતો. તેમને આ પ્રક્રિયા દરમિયાન અદભૂત આનંદની અનુભૂતિ થઇ હતી.
ત્યારબાદ તેમને થોડાક દિવસ સુધી વારંવાર આવો અનુભવ થતો રહ્યો. સદગુરુ આવી ઘટના વખતે શાંતિ- આનંદ અનુભવતા હતા. આ અનુભવના પગલે તેમની માનસિકતા અને જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું. તેમને પરમાનંદનો આવો અનુભવ અગાઉ ક્યારેય થયો ન હતો. આ આનંદને વધારવા માટે તેમણે રાઘવેન્દ્ર રાવ પાસેથી યોગનું શિક્ષણ મેળવ્યુ અને યોગ કરવાનું શરૂ કર્યું.
સદગુરુ જગ્ગી વાસુદેવે ઈશા ફાઉન્ડેશન સ્થાપ્યું (sadhguru jaggi vasudev isha foundation)
સદગુરુ જગ્ગી વાસુદેવના જીવનમાં આનાથી બહુ પરિવર્તન આવ્યું છે અને તેમણે પોતાના આ અનુભવને લોકો સુધી પહોંચાડવા માટે સમગ્ર જીવન સમર્પિત કરવાનો નિર્ણય લીધો. આ સંકલ્પની સાથે સદગુરુએ ઈશા ફાઉન્ડેશનની શરૂઆત કરી. વર્તમાન સમયમાં ભારત સહિત ઘણા દેશોમાં ઈશા ફાઉન્ડેશન તરફથી યોગ કાર્યક્રમ ચલાવવામાં આવે છે, તેમાં ઇંગ્લેન્ડ, લેબનાન, અમેરિકા, સિંગાપુર અને ઓસ્ટ્રેલિયા વગેરે સામેલ છે.