Samsaptak Rajyog zodiac effect 2023: વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સમસપ્તક રાજયોગને સૌથી દુર્લભ યોગ માનવામાં આવે છે. આ યોગ ત્યારે બને છે જ્યારે બે ગ્રહ બરાબર 180 ડિગ્રીના ખૂણા પર હોય. બે ગ્રહો દ્વારા રચાયેલા સમસપ્તક યોગ લોકો વચ્ચે વાદ-વિવાદ, મતભેદ અને સંઘર્ષ પણ ઉભા કરી શકે છે. આ યોગ અત્યંત નકારાત્મક અસરો પણ પૈદા શકે છે. એવી જ રીતે, સૂર્ય અને શનિ વચ્ચે સાત રાશિઓનું અંતર છે. આવી સ્થિતિમાં સમસપ્તક યોગ ઘણી રાશિઓ માટે ફાયદાકારક છે, જ્યારે કેટલીક રાશિવાળાઓએ સાવધાન રહેવાની જરૂર છે. આવો જાણીએ સમસપ્તક યોગ બનવાને કારણે કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે.
વૈદિક જ્યોતિષમાં, સૂર્ય અને શનિ બંને ખૂબ શક્તિશાળી ગ્રહો છે. સૂર્યને શનિના પિતા માનવામાં આવે છે, શનિ હંમેશા સૂર્યના વિચારોથી અસંતુષ્ટ રહે છે. સૂર્ય અને શનિ મોટાભાગે જાતકોને ફળ આપવાના સમયે સમાંતર માર્ગને અનુસરે છે. શનિ કર્મના ન્યાયાધીશ છે અને હંમેશા કર્મો અનુસાર ફળ આપે છે.
સમસપ્તક યોગમાં સૂર્ય અને શનિ તદ્દન પરસ્પર વિપરીત સ્થિતિમાં હોય છે. આ પરસ્પર વિરોધી ગ્રહ સમસપ્તક રાજયોગ બનાવે છે. જો ગ્રહ નકારાત્મક સ્થિતિમાં હોય તો આ યોગ ધન-હાનિ, આરોગ્ય અને મહત્વપૂર્ણ ઊર્જાના રૂપમાં હાનિકારક સાબિત થઇ શકે છે.
સમસપ્તક યોગથી કઇ-કઇ રાશિના જાતકોએ સાવધાન રહેવું (Samsaptak Rajyog zodiac effects)
કર્ક રાશિ (Cancer Zodiac Sign)
કર્ક રાશિમાં શનિના ઢૈયાની અસર ચાલી રહી છે. આવી સ્થિતિમાં સમસપ્તક યોગ બનવાના કારણે આ રાશિના લોકોને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. થોડો માનસિક તણાવ રહેશે. કામકાજને લઇ દબાણ અનુભવશો. સંતાન તરફથી કોઈ ચિંતા પરેશાન કરી શકે છે. લવ લાઈફમાં પણ ઉતાર-ચઢાવ આવશે. તમારા શબ્દો પર થોડું ધ્યાન આપવો, કારણ કે તમારા મોઢામાંથી નીકળેલા શબ્દો કોઈના દિલને ઠેસ પહોંચાડી શકે છે.
કન્યા રાશિ ચિન્હ (Virgo Zodiac Sign)
કન્યા રાશિના લોકો માટે સમસપ્તક યોગ મિશ્રિત પરિણામ આપનાર છે. આ રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વધારે ખર્ચ થવાથી નુકશાન થવાની પણ સંભાવના છે. આવી સ્થિતિમાં થોડી સાવચેતી રાખવાની જરૂર છે. તમારી અંદર ઉર્જાનો અભાવ રહેશે. આવી સ્થિતિમાં તમારું મન કોઈ બાબત નહી લાગે. થોડીક આળસ થઈ શકે છે.
આ પણ વાંચો | ગુરુ ચાંડાલ યોગથી ઓક્ટોબર સુધીનો સમય 3 રાશિ માટે અશુભ; બીમારી, ધન હાનિ અને અકસ્માતનું જોખમ
મકર રાશિ (Capricorn Zodiac Sign)
મકર રાશિમાં શનિદેવ સાડા સાતીના અંતિમ તબક્કામાં ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં સમસપ્તક યોગ બનવાના કારણે આ રાશિના લોકોને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પારિવારિક બાજુથી કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આવી સ્થિતિમાં માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. આરોગ્ય સારું રહેવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. એટલા માટે તમારી જીવનશૈલી અને ખોરાક પર વધુ ધ્યાન આપવો. જો તમે પ્રવાસ પર જઈ રહ્યા છો તો થોડીક સાવધાની રાખો. તેમજ આકસ્મીક અને બિનજરૂરી ખર્ચાઓથી પરેશાન થઈ શકો છો. તેમજ તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.





