સમુદ્રિક શાસ્ત્ર : લાઈફ પાર્ટનર કેવી રીતે પસંદ કરશો? આ નિશાન ધરાવતી છોકરીઓ ભાગ્યશાળી, જીવનસાથી માટે પણ લકી

Samudrik Shastra : લાઈફ પાર્ટનર (lucky life partner) ની પસંદગી કરતા સમયે જો આ નિશાન (Girls lucky sign) ધરાવતી છોકરી જોવા મળી જાય તો તમારૂ પણ ભાગ્ય ચમકી શકે છે. સામુદ્રિક શાસ્ત્રમાં જણાવ્યું છે, ભાગ્યશાળી મહિલાના નિશાન.

Written by Kiran Mehta
Updated : November 15, 2022 18:09 IST
સમુદ્રિક શાસ્ત્ર : લાઈફ પાર્ટનર કેવી રીતે પસંદ કરશો? આ નિશાન ધરાવતી છોકરીઓ ભાગ્યશાળી, જીવનસાથી માટે પણ લકી
સામુદ્રિક શાસ્ત્ર : લાઈફ પાર્ટનર કેવી રીતે પસંદ કરશો?

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર લાઈફ પાર્ટનર કેવી રીતે પસંદ કરશો : તમે જોયું જ હશે કે, લગ્ન પછી ઘણા લોકોનું નસીબ ચમકી જાય છે. તેમને સફળતા મળવા લાગે છે. કેટલાક લોકોને સારી નોકરી મળે છે. સાથે જ આર્થિક સ્થિતિ પણ મજબૂત થવા લાગે છે. તેનું કારણ સમુદ્રશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, કેટલાક એવા શુભ સંકેતો છે કે,કેટલીક છોકરીઓ તે માત્ર પોતાના માટે જ નહીં પરંતુ જીવનસાથી અને પરિવાર માટે પણ ભાગ્યથી સમૃદ્ધ હોય છે. આ સાથે ભવિષ્ય પુરાણ, ગરુડ પુરાણ, વિષ્ણુ પુરાણ સહિત અનેક પુરાણોમાં પણ આ વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ આ લક્ષણો વિશે…

આવી ગરદનવાળી સ્ત્રીઓ

ભવિષ્ય પુરાણ અનુસાર જો કોઈ સ્ત્રીની ગરદન ચાર આંગળીઓ જેટલી લાંબી હોય અને તેમાં ત્રણ રેખાઓ દેખાતી હોય તો આવી સ્ત્રી ભાગ્યથી સમૃદ્ધ હોય છે. ઉપરાંત, તેઓ મહેનતુ હોય છે અને તેમને દરેક જગ્યાએ સન્માન મળે છે. તેમના જીવનમાં ધન-ધાન્યની કોઈ કમી નથી રહેતી.

આવા દાંત હોય તે નસીબદાર

સમુદ્રશાસ્ત્ર અનુસાર જે સ્ત્રીના દાંત સુંદર, ચમકદાર, સફેદ અને આગળ નીકળેલા હોય છે, આવી સ્ત્રીઓ ખૂબ ભાગ્યશાળી હોય છે. આવી મહિલાઓને લાઈફ પાર્ટનર મળે તે ભાગ્યશાળી હોય છે. આ સાથે તેમના જીવનમાં સુખ-સુવિધાઓની ક્યારેય કમી નથી આવતી. આવી સ્ત્રી ઘર પરિવારના સભ્યોના નસીબ અને સુખમાં વધારો કરે છે.

પગ પર ચિહ્ન

જો કોઈ સ્ત્રીના પગના તળિયા પર ત્રિકોણનું નિશાન હોય તો આવી સ્ત્રી ભાગ્યશાળી હોય છે. ઉપરાંત, તે પતિ અને સાસરિયાઓ માટે નસીબદાર સાબિત થાય છે. તો, તે કોઈપણ સંજોગોમાં તેના પતિનો સાથ છોડતી નથી. તેમના પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે.

આ પણ વાંચોસામુદ્રિક શાસ્ત્ર: ચહેરા પરના નિશાનથી જાણી શકાય ભવિષ્ય સાથે જોડાયેલી આ ખાસ વાતો

આ નિશાન નાભિની નજીક હોવું જોઈએ

સમુદ્ર વિજ્ઞાન અનુસાર જો કોઈ મહિલાની નાભિની પાસે કોઈ તલ અથવા અન્ય કોઈ નિશાન હોય તો આવી મહિલાઓ ભાગ્યથી સમૃદ્ધ હોય છે. તેમના જીવનમાં સુખ-સુવિધાઓની ક્યારેય કમી નથી રહેતી. તેઓ પૈસા બચાવવામાં પણ નિષ્ણાત હોય છે. તેઓ પરિવારને સાથે લઈને ચાલે છે. તેઓ ખૂબ જ મહેનતુ અને સંવેદનશીલ હોય છે. લગ્ન પછી તે પોતાના પતિનું નસીબ ચમકાવી દે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ