હિંદુ પંચાગ અનુસાર દરેક દિવસ કોઈના કોઈ દેવી – દેવતાને સમર્પિત હોય છે. એવી જ રીતે શનિવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત હોય છે. આ દિવસ શનિદેવની વિધિવત પૂજા કરવાની સાથે સરસવનું તેલ ચઢાવવું શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારના દિવસે સવારના સમયે કેટલીક વસ્તુઓ જોવી ખુબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા અનુસાર કેટલીક ચીજો સવારે જોવી ખુબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ ચીજો સવારે જોવાથી વ્યક્તિને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળે છે. રોકાયેલું કામ એકવાર ફરીથી શરુ થઈ જાય છે.
સફાઇ કર્મચારી
જ્યોતિષ શાસ્ત્રના અનુસાર શનિવારના સમયે સફાઇ કર્મચારીઓ ઝાડુ લગાવતા દેખાય ખુબ જ શુભ માનવામાં આવે છે. જો ઘરની બહાર જતાં દેખાઇ જાય તો સમજવું કે જે કામ માટે બહાર રઈ રહ્યા છે. તેમાં સફળતા જરૂર હાંસલ થશે. જો તમે સવારના સમયે સફાઇ કર્મચારી દેખાઈ જાય તો પોતાની યોગ્યતા અનુસાર તેમને વસ્ત્ર, અનાજ અથવા પૈસા આપી શકો છો. આનાથી શનિ દોષથી પણ નિઝાત મળી શકે છે. શનિદેવ પણ પ્રસન્ન થાય છે.
ભિખારીનું દેખાવું
શનિવારના દિવસે સવારના સમયે કોઈ જરૂરમંદ અથવા તો ભિખારી તમારા દરવાજામાં કંઈક માંગવા આવે તો તેને ખાલી હાથ પાછા ફેરવવા ન જોઈએ. આવું કરવું શુભ માનવામાં આવે છે. શનિદેવ પ્રસન્ન થાય છે. સુખ- સમૃદ્ધિ, ધન- સંપદાના આશીર્વાદ આપે છે.
કાળું શ્વાન દેખાવં
શનિવારે સવારના સમયે કાળું શ્વાન દેખાવવું ખુબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે કાળું શ્વાન શનિદેવનું વાહન માનવામાં આવે છે. આવામાં તમારે શુભ સમાચાર મળી શકે છે. આ સાથે જ સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે. આ સાથે જો તમારી સાડાસાતી, પનોતી, શનિ દોષ અથવા મહાદશા ચાલી રહી છે તો કાળા શ્વાનને રોટીમાં તેલ અથવા ઘી લગાવીને ખવડાવી દો. આવું કરવાથી શનિદેવ ખુબ જ પ્રસન્ન થશે.
કાળો કાગડો આવવો
શનિવારના દિવસે જો કાળો કાગડો તમારા ઘરમાં આવે તો આને શુભ સંકેત માનવામાં આવે છે. આનો મતલબ છે કે તમારા ઉપર શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ જાય છે. બીજી તરફ જો શનિવારના દિવસે કાગડો તમારા માઠા પર ચોંચ મારે તો આ અશુભ સંકેત માનવામાં આવે છે. એટલા માટે થોડું સંભાળીને રહેવાની જરૂરત છે.





