Grah Gochar shani-chandra yuti : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્ર અને શનિની યુતિથી વિષ યોગનું નિર્માણ થાય છે. ચંદ્ર 9 જૂન સવારે 6.02 વાગ્યે મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. આ રાશિમાં અઢી દિવસ રહેશે. જોકે આ રાશિમાં પહેલાથી જ શનિ ગ્રહ વિરાજમાન છે. આવી સ્થિતિમાં બંને ગ્રોહની યુતિથી વિષ યોગ બન્યો છે. વિષ યોગ અશુભ યોગો પૈકી એક માનવામાં આવે છે. આ યોગથી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ કે વિષ યોગ બનવાથી કઈ રાશિઓને સંભાળીને રહેવાની જરૂરત છે.
વિષ યોગ બનવાથી આ રાશિઓને રહેવું પડશે સાવધાન
કન્યા રાશિ (Vigro zodiac sign)
આ રાશિમાં શનિદેવ પાંચમાં અને છઠ્ઠા ભાવના સ્વામી છે. આ સમયે આ રાશિમાં તેઓ છઠ્ઠા ભાવમાં છે. આવી સ્થિતિમાં શન અને ચંદ્રમાની યુતિથી બનેલો વિષ યોગ આ રાશિઓના જાતકો માટે થોડી મુશ્કેલીઓ વધારી શકે છે. સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડી શકે છે. સાથે જ બાળકોની કરિયરને લઇને થોડા પરેશાન રહી શકે છે. શત્રુ તમારા ઉપર ફરી હુમલો કરી શકે છે. આવી સ્થિતિમાં તમારે વધારે સંઘર્ષ કરવો પડી શકે છે.
આ પણ વાંચોઃ- Palmistry : ભાગ્યશાલી લોકોના હાથમાં હોય છે પુષ્કલ યોગ, જીવનમાં ખૂબ જ મેળવે છે ધન અને સમ્માન
વૃશ્ચિક રાશિ (scorpio zodiac sign)
આ રાશિના જાતકો માટે વિષ યોગ મોટી મુશ્કેલીઓ વધારી શકે છે. આ સમય દરમિયાન આ રાશિના જાતકોને પર્સનલ અને પ્રોફેશનલ લાઇફના કારણે થોડી સમસ્યાઓ થઈ શકે છે. સંપત્તિને લઇને પરિવારના સભ્યો વચ્ચે વિવાદ થઇ શકે છે. એટલા માટે કોશિશ કરીને ઘરની અંદર જ આ મુદ્દાને ઉકેલવાની કોશિશ કરવી જોઈએ. નહીં તો નુકસાન થઈ શકે છે.
આ પણ વાંચોઃ- નોકરી મેળવવામાં આવી રહી છે અડચણ? તો આજે જ અપનાવો આ ઉપાય, મળશે મનપસંદ જોબ
કુંભ રાશિ (Aquaris Zodiac sign)
આ રાશિમાં શનિ અને ચંદ્રમાની યુતિ થઈ રહી છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોના જીવનમાં પણ સમસ્યાઓ આવી શકે છે. પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂરત છે. નોકરિયાત લોકોને કાર્યસ્થળમાં સંભાળીને રહેવાની જરૂરત છે. આ ઉપરાંત પોતાના અહંકારમાં થોડો કંટ્રોલ કરવાની કોશિશ કરો. કારણ કે આ પોતાના માટે ખતરનાક સાબિત થઇ શકે છે. વ્યાપાર, નોકરીની સાથે-સાથે પરિવારમાં પણ આની ખરાબ અસર પડી શકે છે.





