sawan 2023, mahadev temple : અત્યારે સમગ્ર ઉત્તર ભારતમાં શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે ત્યારે રાજસ્થાનના જયુપરમાં ઝારખંડ મહાદેવ મંદિરના ભક્તો માટે એક ડ્રેસ કોડ રજૂ કર્યો છે. જેમાં તેમણે ફાટેલી-કાપેલું જીન્સ, શોર્ટ્સ, ફ્રોક, નાઈટ સૂટ અને મિની સ્કર્ટ પહેરવા પર પ્રતિબંધ મુક્યો હતો. મંદિર પ્રશાસને આ અંગે જાણકારી આપી હતી. મંદિર પ્રશાસન તરફથી મંદિરની બહાર ગેટ ઉપર એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે જેમાં મહિલાઓ અને પુરુષોને મર્યાદિત વસ્ત્ર પહેરીને આવવા માટે આગ્રહ કર્યો છે. પોસ્ટરમાં નાના વસ્ત્રો, નાઇટ સૂટ, ફાટેલા-તૂટેલા જીન્સ, ફ્રોક પહેરીને આવનારને બહારથી જ દર્શન કરવા પડશે કારણે આવા વસ્ત્રો પહેરીને અંદર આવવા માટે મનાઇ ફરમાવી છે.
મંદિર પ્રશાસને લાગુ કર્યો ડ્રેસ કોડ
ડ્રેસ કોડ અંગે ઝારખંડ મહાદેવ મંદિરના અધ્યક્ષ જયપ્રકાશ સોમાનીએ જણાવ્યું કે કેટલાક દિવસોથી આવનારા ભક્તો એ આગ્રહ કરતા હતા કે મંદિરમાં લોકો ફાટેલા ટૂટેલા જીન્સ પહેરીને આવે છે, મિનિ સ્કર્ટમાં આવે છે અથવા બરમૂડા પહેરીને આવે છે. આ ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ છે.
મંદિર કમીટીના અધ્યક્ષે કહ્યું કે ભવિષ્યમાં મંદિર માટે પારંપરિક કપડા પહેલાની જોગવાઈ કરવામાં આવશે. સોમાનીએ કહ્યું કે મંદિરમાં આવનારા ભક્તો સાથે ચર્ચા કરીને જ આ નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે નાના કપડાં, ફાટેલા કપડાં આપણી સંસ્કૃતિનો ભાગ નથી.
ભારતીય સંસ્કૃતીની રક્ષા કરવા માટે આ નિર્ણય લીધો છે. મંદિર કમિટીના અધ્યક્ષ જયપ્રકાશ સોમાનીએ જણાવ્યું હતું કે માત્ર દર્શન માટે આવનારા ભક્તો માટે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ- Sawan 2023 : શું તમે યોગ્ય વિધિથી ચઢાવો છો શિવલિંગ પર જળ? ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે જાણો યોગ્ય રીતે
ભક્તોએ મંદિરની પહેલનું કર્યું સ્વાગત
એક ભક્તે કહ્યું કે આ સારી પહેલ છે. કપડા વ્યક્તિ પોતાની વ્યક્તિગત પસંદના અનુરુપ પહેરે છે પરંતુ જ્યારે તમે મંદિરમાં આવી રહ્યા છો તો તમારા પૂર્વજ જે કપડાં પહેરીને મંદિર આવતા હતા એવા કપડાં પહેરીને આવવું જોઇએ. આ પહેલા રાજસ્થાનમાં જયપુર અને ભીલવાડના એક મંદિરમાં પણ ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો હતો.





