Sawan Puja tips: શ્રાવણ માસમાં શિવ પૂજાના જ્યોતિષ ઉપાય – કષ્ટ થશે દૂર અને સુખ-સમૃદ્ધિનો થશે વરસાદ

Shravan Month Jyotish Tips: શ્રાવણ મહિનામાં શિવપૂજા કરતી વખતે અમુક જ્યોતિષ ઉપાયો કરવામાં આવે તો મુશ્કેલીમાંથી મુક્તિની સાથે સાથે વ્યક્તિને સુખ-સમૃદ્ધિ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે.

Written by Ajay Saroya
August 04, 2023 18:23 IST
Sawan Puja tips: શ્રાવણ માસમાં શિવ પૂજાના જ્યોતિષ ઉપાય – કષ્ટ થશે દૂર અને સુખ-સમૃદ્ધિનો થશે વરસાદ
શ્રાવણ માસમાં શિવશંકરની પૂજાનું વિશેષ મહાત્મય છે.

Shravan 2023 Shiv Puja Jyotish Tips: શ્રાવણ મહિનાનો દરેક દિવસ ભગવાન શિવને સમર્પિત છે. શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની સાથે દેવી પાર્વતીની પૂજા કરવાથી સુખ, સૌભાગ્ય, ધનની પ્રાપ્તિ થાય છે. તેમજ ભોળાનાથ પોતાના ભક્તોના દરેક કષ્ટ-મુશ્કેલીઓ દૂર કરે છે. ચાલુ વર્ષે શ્રાવણ મહિનો બહુ જ ખાસ છે – વર્ષ 19 બાદ 2023માં અધિક શ્રાવણ માસ આવ્યો છે. આથી ભક્તોને બે મહિના શિવશંકરની પૂજા કરવાનો મોકો મળ્યો છે. તમને જણાવી દીધીયે કે, 16 ઓગસ્ટ, 2023ના રોજ અધિક શ્રાવણ માસ સમાપ્ત થશે અને 17 ઓગસ્ટ 2023થી શ્રાવણ મહિનો શરૂ થશે. શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથની પૂજા કરવાની સાથે સાથે અમુક જ્યોતિષ ઉપાયો કરવામાં આવે તો તેનાથી સુખ- સમૃદ્ધિ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે.

અટકેલા કાર્યો માટે

જો તમારું કોઈ કામ વારંવાર અટકી જાય છે. તમામ પ્રયત્નો કરવા છતાં પણ તેમાં સફળતા નથી મળી રહી તો શ્રાવણ મહિનામાં તમે આ જ્યોતિષ ઉપાય કરી શકો છો. શ્રાવણ માસમાં એક જળ ભરેલા કળશમાં થોડુંક લાલ ચંદન નાંખો અને આ પાણી બિલિપત્રના વૃક્ષના મૂળમાં રેડો. આ જ્યોતિષ ઉપાય કરવાથી તમને ફાયદો થશે.

દરેક ઈચ્છા પૂરી કરવા માટે

જો તમે શ્રાવણ સોમવારનો ઉપવાસ નથી કરતા, તો શિવશંકરની પૂજા કરતી વખતે બીલીપત્ર અપર્તિ કરો. બીલીપત્ર અર્પણ કરતી વખતે તેના ત્રણેય પાંદડા પર સફેદ ચંદન લગાવો. આમ કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે અને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.

નસીબ ચમકાવવા માટે

જો તમારું નસીબ જરા પણ સાથ નથી આપતું તો શ્રાવણ મહિનામાં ભોળાનાથ પર જળનો અભિષેક કરો. તેમજ મંદિરમાં જતી વખતે નંદીની પાછળના પગને સ્પર્શ કરો. આમ કરવાથી ભાગ્યનો પૂરો સાથ મળવા લાગે છે.

આ પણ વાંચો |  સોનું પહેરવાથી આ રાશિની કિસ્મત સોનાની જેમ ચમકશે, સુખ-સંપત્તિ અને સમ્માનનો વરસાદ થશે

નોકરી માટે

જો તમે તમારી નોકરીમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો અથવા લાંબા સમયથી નોકરી શોધી રહ્યા છો અને સફળતા નથી મળી રહી તો એક ધતૂરો લો અને તેને હળદરનો લેપ લગાવો અને ભગવાન શંકરને અર્પણ કરો. આ ઉપાય કરવાથી ચોક્કસ સફળતા મળશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ