Sawan 2024 Live Darshan, શ્રાવણ 2024 લાઈવ દર્શન : ભગવાન શિવજીને સમર્પિત પવિત્ર શ્રાવણ મહિનો આજથી શરુ થયો છે. શિવ ભક્તોમાં શ્રાવણ મહિનો શરૂ થયાનો અનેરો આનંદ છવાયો છે. આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે. આજે સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. આજના દિવસે શિવજીના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે અને ભોળાનાથના આશીર્વાદ મેળવે છે.
શ્રાવણ મહિનાના સોમવારનું પણ હિન્દુધર્મમાં આગવું મહત્વ છે. આજના દિવસે શિવભક્તો ખાસ ઉપવાસ રાખે છે અને શિવજીની પૂજા અર્ચના કરે છે. માનવામાં આવે છે કે સોમવારે શિવજીના દર્શન માત્રથી જ દુઃખો દૂર થાય છે. અને આજના દિવસે ભોળાનાથની વિધિવત પૂજા કરવાથી જીવનના તમામ સંકટો દૂર થાય છે અને ઘરમાં શુખ સમુદ્ધી આવે છે.
પહેલા જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના લાઇવ દર્શન
ત્યારે આજના શ્રાવણ મહિનાના સોમવારે અમે દેશના પહેલા જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શન કરાવીશું તો ઉજ્જૈનમાં બિરાજમાન મહાકાલેશ્વર મહાદેવના પણ લાઈવ દર્શન કરાવીશું. ગુજરાતના દરિયાકાંઠે વસેલા આ મંદિરનો ઈતિહાસ દાયકાઓ જૂનો છે. અને આ મંદિરનું ઔતિહાસિક અને પૌરાણિક મહત્વ છે.
મહાકાલેશ્વર મહાદેવના લાઈવ દર્શન
બીજી તરફ ગુજરાતના પાડોશી રાજ્યમાં આવેલા મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં બિરાજમાન મહાકાલનું પણ ધાર્મિક, પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ છે. રેક દેવી-દેવતાઓ શણગાર માટે સોના-ચાંદી અને હીરા-મોતીના આભૂષણ ધારણ કરે છે, પરતું શિવજીનું સ્વરૂપ સૌથી નિરાળું છે. મહાદેવ ભસ્મ અને નાગ ધારણ કરે છે.
મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતીની પરંપરા ઘણા વર્ષોથી ચાલતી આવી છે, તેની પાછળ ઘણી માન્યતાઓ પ્રચલિત છે. સોમવારે મહાદેવના દર્શન કરવા અનોખું મહત્વ છે. ભારતમાં મહાદેવના અનેક મંદિરો છે. ભસ્મ આરતીથી જાણિતા એવા ઉજ્જૈનના મહાકાલેશ્વરના આજે ઘરે બેઠાં દર્શન કરાવીશું.





