Raj Yog In Kundli: વૈદિક જ્યોતિષમાં શનિદેવ મહત્વનો ગ્રહ માનવામાં આવે છે. સાથે જ શનિ દેવને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે. મતલબ શનિદેવ વ્યક્તિને કર્મો પ્રમાણે ફળ આપે છે. ઉલ્લેખનીય છે કે શનિદેવની તુલના રાશિમાં ઉચ્ચની હોય છે. જ્યારે મેષ રાશિમાં નીચા સ્તરનો માનવામાં આવે છે. જો વ્યક્તિની કુંડળીમાં શનિદેવના પ્રભાવથી જો રાજયોગનું નિર્માણ થઈ રહ્યું હોય તો વ્યક્તિ કરિયરના શિખર સુધી પહોંચે છે. સાથે જ તેને વ્યાપારમાં સારી સફળતા મળે છે. ચાલો જાણીએ શનિગ્રહથી બનનારો રાજયોગ અને માનવ જીવન પર તેનો પ્રભાવ.
1- શશ મહાપુરુષ યોગ
વૈદિક જ્યોતિષ અનુસાર કુંડળીમાં શશ યોગનું નિર્માણ શનિદેવ દ્વારા થાય છે. સાથે જ શશ યોગ પંચ મહાપુરુષ યોગમાં શામિલ હોય છે. આ યોગનું નિર્માણ ત્યારે થાય છે જ્યારે શનિ કુંડળીમાં મકર, કુંભ અથવા તુલા રાશિમાં હોય તો આ યોગ બની જાય છે. સાથે જ આ માટે શનિ લગ્નથી કેન્દ્રમાં હોવો જોઈએ. આ યોગના પ્રભાવથી જાતકોને પ્રશાસનિક પદ પ્રાપ્ત થાય છે. સાથે જ શનિગ્રહથી સંબંધિત વ્યાપારમાં સારું ધન કમાય છે. જેવા કે ઓઈલ, પેટ્રોલિયમ, લોખંડ અને ખનીજ. આ યોગના પ્રભાવથી વ્યક્તિ મહેનતી અને કર્મઠ હોય છે. તેઓ ભાગ્યથી કર્મ ઉપર વધારે વિશ્વાસ રાખે છે.
આ પણ વાંચોઃ- Astro Remedy: વેપારમાં પ્રગતિ માટે કરો આ જ્યોતિષી ઉપાય, દેવી લક્ષ્મીની રહેશે હંમેશા કૃપા!
2- સપ્તમસ્થ શનિ યોગ
જ્યોતિષ પ્રમાણે જો કોઈ વ્યક્તિ જન્મકુંડળીમાં શનિદેવ સપ્તમ સ્થાનમાં વિરાજમાન છે તો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવો વ્યક્તિ ઓછા સમયમાં જ ધનવાન બની જાય છે. કારણ કે શનિ સપ્તમ ભાવમાં દિગ્બદી થઈ જાય છે. આવી વ્યક્તિઓની ગૂઢ વિદ્યામાં રુચિ હોય છે. સાથે જ આ લોકો લક્ઝરી લાઇફ જીવવાનું પસંદ કરે છે. આવી વ્યક્તિનો ભાગ્યોદર વિવાહ બાદ હોય છે.
આ પણ વાંચોઃ- વક્રી મંગળ ગોચરકરીને બનાવશે સમસપ્તક યોગ, આ રાશિઓની ખુલી જશે ભાગ્ય, કરિયર- કારોબારમાં સફળતાના યોગ
3 - શનિ- શુક્ર યોગ
શુક્ર ગ્રહને જ્યોતિષમાં ધન, વૈભવ, ઐશ્વર્ય અને ભૌતિક સુખનો કારક માનવામાં આવે છે. શનિ દેવ કર્મ અને સ્થિરતાનો કારક હોય છે. એટલા માટે વ્યક્તિની કુંડળીમાં શનિ અને શુક્ર દેવ એક સાથે વિરાજમાન હોય છે. તે વ્યક્તિ જીવનમાં દરેક પ્રકારના ભૌતિક સુખોને પ્રાપ્ત કરે છે. વ્યક્તિને રાજ્ય સુખ અને અપાર વૈભવની પ્રાપ્તિ થાય છે. તેઓ મીડિયા, ફિલ્મ લાઇન, ફેશન ડિઝાઈનિંગ સંબંધી વિસ્તારોમાં સારું નામ અને શોહરત કમાય છે.