Shani Dev In Purva Bhadrapada Nakshatra: શનિ દેવ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવ ગ્રહમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. શનિ ગ્રહ મંદ ગતિએ ચાલે છે અને લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે. શનિ દેવના રાશિ પર્વર્તનથી સાડાસાતી અને ઢૈય્યાની પીડા વ્યક્તિને સહન કરવી પડે છે. શનિ દેવ અમુક સમ પછી રાશિ ઉપરાંત નક્ષત્ર પરિવર્તન પણ કરે છે.
શનિ દેવ પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ
તમને જણાવી દઇયે કે, શનિ ગ્રહ હાલમાં પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિ બિરાજમા છે. ઉપરાંત 6 એપ્રિલે, બપોરે 3.55 વાગ્યે, શનિ પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કર્યો અને 3 ઓક્ટોબર સુધી આ નક્ષત્રમાં રહેશે. પરંતુ આ નક્ષત્રમાં સમયાંતરે તબક્કા બદલાતા રહેશે. તેવી જ રીતે, શનિ દેવે 12 મેના રોજ પૂર્વ ભાદ્રપદ નક્ષત્રના બીજા તબક્કામાં પ્રવેશ કર્યો હતો અને 18 ઓગસ્ટે રાત્રે 10.3 વાગ્યા સુધી આ તબક્કામાં રહેશે. આવી સ્થિતિમાં, અમુક રાશિના જાતકોએ શનિના પ્રકોપથી બચવું પડશે, જ્યારે કેટલીક રાશિઓ એવી છે જેમને ઘણો લાભ પ્રાપ્ત થશે. આવો જાણીએ શનિ દેવના પૂર્વ ભાદ્રપદ નક્ષત્રના બીજા ચરણમાં પ્રવેશથી કઈ રાશિઓને અઢળક ફાયદો થશે.
તેમને જણાવી દઇયે કે, પૂર્વ ભાદ્રપદ નક્ષત્રને 27 નક્ષત્રમાં 25મું નક્ષત્ર માનવામાં આવે છે. આ નક્ષત્રનો સ્વામી ગુરુ ગ્રહ છે.
મેષ રાશિ (Mesh Zodiac)
મેષ રાશિના જાતકો માટે પૂર્વ ભાદ્રપદ નક્ષત્રના બીજા તબક્કામાં શનિ દેવનો પ્રવેશ લાભકારી સાબિત થઈ શકે છે. પૈસાની મુશ્કેલી દૂર થશે. આ સાથે જ પૈતૃક સંપત્તિ મળવાની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. આ સાથે જ સમાજમાં માન-સન્માન વધશે. લાંબા સમયથી અટકેલા નાણાં પરત મળી શકે છે તેમજ ધન સંપત્તિમાં વૃદ્ધિ થશે. નોકરિયાત લોકોને પણ લાભ મળી શકે છે. વાહન, મકાન – જમીન વગેરે ખરીદવાની યોજના બનાવી શકો છો. દાંપત્યજીવનમાં સુખ મળશે અને સંતાન તરફથી પણ કોઈ સારા સમાચાર મળી શકે છે.

કન્યા રાશિ (Kanya Zodiac)
કન્યા રાશિના જાતકો માટે શનિ દેવનો પૂર્વ ભાદ્રપદ નક્ષત્રના બીજા તબક્કામાં પ્રવેશ સાનુકૂળ સાબિત થઈ શકે છે. લાંબા સમયથી ચાલતા કોર્ટ કેસોથી છૂટકારો મેળવી શકો છો. આ સાથે હવે જૂના રોકાણોમાંથી પણ ફાયદો મળી શકે છે. પૈસાની મુશ્કેલી દૂર થશે. આ સાથે આર્થિક સ્થિતિ સારી રહેશે. કામ માટે મુસાફરી કરવી પડી શકે છે. પરંતુ તમને આમાંથી સફળતા જરૂર મળશે.
કુંભ રાશિ(Kumbha Zodiac)
કુંભ રાશિના જાતકો માટે પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં શનિ દેવ નો પ્રવેશ લાભકારી સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોની આવકમાં વધારો થશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. આ સાથે શારીરિક અને માનસિક સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે. પરંતુ કેટલાક સહકર્મીઓ આ વાત પચાવી શકશે નહીં, તેથી થોડી સાવધાની રાખો. તમે દરેક પડકારને સરળતાથી પાર કરી શકશો. પરિવાર સાથે સારો સમય પસાર થશે. શનિની સાડાસાતીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં, આ રાશિના લોકોને વ્યવસાયમાં કરવામાં આવેલી સખત મહેનતનો લાભ પણ મળશે.
આ પણ વાંચો | વર્ષ 2025માં શનિ દેવ કરશે ગુરુની રાશિમાં પ્રવેશ, આ 3 રાશિનો ગોલ્ડન ટાઇમ શરૂ થશે, નાણાં તંગી અને બીમારી થશે દૂર
(ડિસ્ક્લેમર– આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ રીતે ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)