Shani Gochar 2024: 30 વર્ષ બાદ મંગળ ગ્રહ પર શનિદેવની ત્રીજી દ્રષ્ટિ, આ 3 રાશિને મળશે અપાર સંપત્તિ, સન્માન અને દરેક ક્ષેત્રમાં સફળતા

Shani Gochar 2024: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવની મંગળ પર ત્રીજી દ્રષ્ટિ પડી છે, જે આ 3 રાશિના ભાગ્યને ચમકાવી શકે છે.

Written by Ajay Saroya
June 25, 2024 22:34 IST
Shani Gochar 2024: 30 વર્ષ બાદ મંગળ ગ્રહ પર શનિદેવની ત્રીજી દ્રષ્ટિ, આ 3 રાશિને મળશે અપાર સંપત્તિ, સન્માન અને દરેક ક્ષેત્રમાં સફળતા
Shani Dev : શનિ દેવ કર્મ પ્રધાન અને ન્યાયના દેવ છે. (Photo - ieGujarati)

Shani Gochar 2024: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો સમય સમય પર ગોચર કરે છે અને અન્ય ગ્રહો પર શુભ અને અશુભ દ્રષ્ટિ પડે છે. જેની અસર માનવ જીવન અને દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે શનિ ગ્રહ હાલમાં કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે અને મંગળ 1 જૂને પોતાની રાશિ મેષમાં પ્રવેશ કરી ચૂક્યા છે. આવી સ્થિતિમાં શનિ દેવની ત્રીજી દ્રષ્ટિ મંગળ પર પડી રહી છે. જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. સાથે જ ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ કઈ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ …

મેષ રાશિ

મંગળ પર શનિ દેવની ત્રીજી દ્રષ્ટિ મેષ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેથી, આ સમયે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. તેમજ નોકરીયાત લોકોની બઢતી અને પ્રમોશન થઈ શકે છે. સાથે જ તેમને આકસ્મિક લાભ પણ મળી શકે છે તેમજ આવક સાથે સુખ સુવિધામાં વધારો થશે. આ સમય દરમિયાન તમે જે પણ કામ કરશો, તે તમામમાં તમને સફળતા મળશે. ઉપરાંત, તમે આ સમયે વાહન અથવા સંપત્તિ ખરીદી શકો છો. આ સાથે જ પરિવારમાં ખુશી રહેશે.

Shani Yantra Benefits | Shani Yantra Worship | Shani Dev Dhaiya | Shani Dev Sade Sati | Shani Dosh Jyotish Upay | Astrology Tips Of Shani Dosh
શનિદેવની કર્મ પ્રધાન દેવ છે. શનિ દોષ, ઢૈય્યા અને સાડાસાતીમાં શનિ યંત્રની પૂજા કરવાથી શનિની પીડામાં રાહત મળે છે. (Photo – Social Midea)

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે મંગળ પર શનિ દેવની ત્રીજી દ્રષ્ટિ સાનુકુળ સાબિત થઈ શકે છે. તેથી, નોકરિયાત લોકો આ સમયગાળા દરમિયાન જુનિયર અને સિનિયર તરફથી મદદ મળી શકે છે. તેમજ બેરોજગાર લોકોને આ સમયગાળા દરમિયાન નોકરીની તકો મળી શકે છે. સાથે જ અટકેલા પૈસા પણ પરત આવી શકે છે. સાથે જ વિદેશ યાત્રા પણ કરી શકો છો. વળી, આ સમય દરમિયાન સ્પર્ધાત્મક વિદ્યાર્થીઓ કોઈપણ પરીક્ષામાં મેળવી શકે છે. સાથે જ તમારી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન તમારી આયોજિત યોજનાઓ પણ સફળ થશે.

આ પણ વાંચો | વર્ષ 2025માં શનિ દેવ કરશે ગુરુની રાશિમાં પ્રવેશ, આ 3 રાશિનો ગોલ્ડન ટાઇમ શરૂ થશે, નાણાં તંગી અને બીમારી થશે દૂર

કન્યા રાશિ

મંગળ પર શનિ દેવ ની ત્રીજી દ્રષ્ટિ કન્યા રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે. તેથી, આ સમયગાળા દરમિયાન તમારી સુવિધાઓમાં વધારો થશે. સાથે જ આ સમયે તમને ભાગ્યનો સાથ મળશે. સાથે જ જે કાર્યો ઘણા દિવસોથી અટવાયેલા હતા તે પણ પૂરાં થશે. સાથે જ નોકરીયાત લોકોને પ્રમોશન અને સન્માન મળવાની પણ શક્યતા છે. તમે સમાજમાં લોકપ્રિયતા મેળવશો, તમને પદ, પ્રતિષ્ઠા વગેરેનો લાભ મળશે. ઉપરાંત, આ સમયે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ