Shani Margi Kumbh : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ એક નિશ્ચિત સમય પર માર્ગી થઇને શુભ અને અશુભ યોગનું નિર્માણ કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર જોવા મળે છે. સપ્ટેમ્બર મહિનામાં શનિદેવ માર્ગી થવા જઈ રહ્યા છે. જેનાથી શશ મહાપુરુષ રાજયોગ બનશે. આ રાજયોગની અસર દરેક રાશિના જાતકોના લોકો ઉપર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે રાજયોગની અસર સૌથી વધારે થશે. આ રાશિઓના જાતકોને આકસ્મિક ધનલાભ અને ભાગ્યોદયથી યોગ બનશે. ચાલો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઇ કઈ છે.
shani margi kumbh rashi impact : શનિ માર્ગીની કુંભ રાશિ પર અસર
શનિદેવ માર્ગી થવાથી કુંભ રાશિના લોકો માટે સારા દિવસો શરુ થઈ શકે છે. કારણ કે આ રાશિના જાતકો માટે લગ્ન ભાવમાં શશ નામનો યોગ બનવા જઇ રહ્યો છે. આનાથી આ સમયે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. સાથે તમારે મોટા મોટા લોકો સાથે આ સમયે સંબંધ બની શકે છે. આ દરમિયાન તમારે કાર્યક્ષેત્રમાં સારા અવસર મળી શકે છે. સાથે જ તમારે આર્થિક લાભ પણ મળવાી સંભાવના છે. મહેનતનું સંપૂર્ણ ફળ મળવાના યોગ દેખાઈ રહ્યા છે. આ સમયે જીવન સાથીની તરક્કી થઈ શકે છે. સાથે જ પાર્ટનરશિપના કામમાં સફળતા મળી શકે છે.
shani margi sinh rashi impact : શનિ માર્ગીની સિંહ રાશિ પર અસર
શશ રાજયોગ સિંહ રાશિના જાતકો માટે લાભપ્રદ સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિ દેવ તમારી રાશિના સપ્તમ ભાવમાં માર્ગી થવા જઈ રહ્યા છે. આ દરમિયાન તમારે પારિવારિક સુખ પર ખુબ જ સકારાત્મક પ્રભાવ પડશે. સાથે જ તમારે ભોતિક સુખોમાં વૃદ્ધિ થશે. જે પરિણીત લોકો છે તેમનું લગ્ન જીવન સારું રહેશે. આર્થિક દ્રષ્ટીથી આ સમય ખુબ જ અનુકૂળ રહેશે. પરિવારની આવકમાં વૃદ્ધિ થશે. શનિદેવ તમારી રાશિના છઠ્ઠા ભાવના પણ સ્વામી છે. એટલા માટે આ સમયે તમારે કોર્ટ-કચેરીને લગતા કિસ્સાઓમાં સફળતા મળશે.
shani margi taurus rashi impact : શનિ માર્ગીની વૃષભ રાશિ પર અસર
આ રાશિના જાતકો માટે શશ રાજયોગ અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિના કર્મભાવ પર માર્ગી થશે. શનિદેવ તમારી રાશિથી કર્મભાવ પર માર્ગી થવા જઈ રહ્યા છે. એટલા માટે આ સમયે તમારી ઇચ્છાઓ પૂર્તિ થઇ શકે છે. સાથે જ કામ-કારોબારમાં સફળતા મળી શકે છે.આ દરમિયાન તમારા કાર્યક્ષેત્રમાં સારા અવસર મળનારા છે. સાથે જ તમાને આર્થિક લાભ મળવાની સંભાવના છે. વેપારીને પણ સારું ધનલાભ પ્રાપ્ત થશે. આ સમયે કારોબારનો વિસ્તાર કરી શકે છે.





