18 માર્ચે ચમકી શકે છે આ ચાર રાશિઓના જાતકોની કિસ્મત ચમકશે, શનિદેવ સ્વરાશિમાં પાવરફૂલ થઇને કરશે ભ્રમણ

shani dev transit in kumbh : શનિદેવ 18 માર્ચે પોતાની સ્વરાશિમાં પાવરફૂલ થઈને ભ્રમણ કરવા જઈ રહ્યો છે. જેનો પ્રભાવ દરેક રાશિઓના જાતકો ઉપર જોવા મળશે.

Written by Ankit Patel
March 14, 2023 11:50 IST
18 માર્ચે ચમકી શકે છે આ ચાર રાશિઓના જાતકોની કિસ્મત ચમકશે, શનિદેવ સ્વરાશિમાં પાવરફૂલ થઇને કરશે ભ્રમણ
શનિદેવ કરશે સ્વરાશિમાં પ્રવેશ

Shani Planet Transit: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ સમય – સમય પર રાશિ પરિવર્તન કરે છે ત્યારે તે નબળો કે પાવરફૂલ હોય છે. જેનો પ્રભાવ કેટલીક રાશિઓ ઉપર નકારાત્મક તો કેટલીક રાશિઓ પર સકારાત્મક પ્રભાવ પડે છે. શનિદેવ 18 માર્ચે પોતાની સ્વરાશિમાં પાવરફૂલ થઈને ભ્રમણ કરવા જઈ રહ્યો છે. જેનો પ્રભાવ દરેક રાશિઓના જાતકો ઉપર જોવા મળશે. ચાર રાશિઓ એવી છે જેમને આ સમયે ધનલાભ અને તરક્કીનો યોગ બની રહ્યો છે. તો ચાલો જાણીએ રાશિઓ કઈ કઈ છે.

મકર રાશિ (Makar Zodiac)

શનિ દેવનું પોવરફૂલ હોવું મકર રાશિના જાતકોને શુભ સાબિત થઇ શકે છે. કારણ કે તમારા ફાઇનાન્સે ઘરમાં શનિદેવની મજબૂતી સારી હોય છે. એટલા માટે આર્થિક રૂપથી તમને સહયોગ પ્રદાન કરશે. સાથે જ કોઈ માનસિક તણાવ હોય તો તેનાથી મુક્તિ મળશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. આ સમયે તમને મહેનતનું ફળ મળશે. સાથે જ નિવેશના લાભ મળશે. જે લોકો પર વેપાર લોખંડ, તેલ, પેટ્રોલિયમ પદાર્થ સાથે જોડાયેલા થયો છે. તમને સારું ધનલાભ થઇ શકે છે. સાથે જ આગામી ત્રણ મહિનામાં તમને શાનદાર રહેશે. નોકરી ધંધાના લોકોનું પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ થઇ શકે છે.

કુંભ રાશિ (Kumbh Zodiac)

શનિદેવનું બળવાન હોવું તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવે તમારી ગોચર કુંડળીમાં શશ મહાપુરુષ રાજયોગની રચના કરી છે. એટલા માટે આ સમયે તમને સન્માન મળી શકે છે. પરંતુ વિવાહિત જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. બીજી તરફ જો તમે કમિશન એજન્ટ, કન્સલ્ટન્સી છો તો તમને સારો નફો મળી શકે છે. ઉપરાંત જો તમારો વ્યવસાય શનિ ગ્રહ સાથે સંબંધિત છે. જેથી તમને લાભ મળી શકે. બીજી તરફ, જેઓ અપરિણીત છે તેમને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.

વૃષભ રાશિ (Taurus Zodiac)

આ રાશિના જાતકો માટે શનિદેવ પાવરફૂલ હોવા ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવે તમારી ગોચર કુંડળીમાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનાવ્યો છે. એટલા માટે આ સમય એવા લોકો માટે સારો રહેશે, જેમની કારકિર્દી, આધ્યાત્મિકતા, વિચારક, સંશોધન, ડૉક્ટર, વૈજ્ઞાનિક, તેમના માટે આ સમય સારો રહેશે. ઉપરાંત, જે લોકો શેરબજાર, સટ્ટાબાજી અને લોટરીમાં નાણાંનું રોકાણ કરવા માગે છે, તેમના માટે સમય સાનુકૂળ છે. ઉપરાંત, આ સમયે તમને પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે છે. આ સાથે જે લોકો સંતાન મેળવવા ઈચ્છતા હોય તેઓ સંતાન પ્રાપ્ત કરી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ