નવરાત્રીમાં નવ દુર્ગાની પૂજા : નવરાત્રીમાં ચોથા નોરતે મા કુષ્માંડાની પૂજાથી દુઃખ અને દરિદ્રતા દૂર થશે; જાણો માતાજીની પૂજા વિધિ, મંત્ર, પ્રસાદ અને આરતી કેવી રીતે કરવી

Shardiya Navratri 2023 Maa Kushmanda Puja : નવરાત્રીમાં ચોથા નોરતે મા કુષ્માંડાની પૂજા કરવાથી સાધક-ભક્તની જીવનમાંથી દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે. માતા કુષ્માંડાની પૂજા-વિધિ, મંત્ર, પ્રસાદ અને આરતી કેવી રીતે કરવી જાણો વિગતવાર

Written by Ajay Saroya
October 17, 2023 22:12 IST
નવરાત્રીમાં નવ દુર્ગાની પૂજા : નવરાત્રીમાં ચોથા નોરતે મા કુષ્માંડાની પૂજાથી દુઃખ અને દરિદ્રતા દૂર થશે; જાણો માતાજીની પૂજા વિધિ, મંત્ર, પ્રસાદ અને આરતી કેવી રીતે કરવી
નવરાત્રીના ચોથા નોરતા એ માતા કુષ્માંડાની પૂજા-આરાધના કરવામાં આવે છે.

Shardiya Navratri 2023 Maa Kushmanda Puja : શારદીય નવરાત્રી અશ્વિન મહિનાના શુક્લ પક્ષથી શરૂ થાય છે. આ વર્ષે નવરાત્રી 15મી ઓક્ટોબરથી 23મી ઓક્ટોબર સુધી છે. આ સમયગાળા દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાની વિધિ છે. નવરાત્રિના ચોથા દિવસે મા દુર્ગાના ચોથા સ્વરૂપ કુષ્માંડા માતાની પૂજા કરવાની પરંપરા છે. કુષ્માંડા માતાની પૂજા કરવાથી વ્યક્તિને દુઃખ અને દરિદ્રતામાંથી મુક્તિ મળે છે. એવું માનવામાં આવે છે કે, માતા કુષ્માંડાએ સૃષ્ટિની રચના કરી હતી. કુષ્માંડા એક સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ થાય છે કુમ્હડા એટલે કે કોળાની બલી આપવી. જાણો કુષ્માંડા માતાની પૂજા-આરાધના કરવાની વિધિ, મંત્ર, પ્રસાદ-ભોગ અને આરતીની સંપૂર્ણ વિગત

માતા કુષ્માંડાની પૂજા માટેનો શુભ સમય (Maa Kushmanda Puja And Aarti Vidhi)

નવરાત્રીના ચોથા નોરતાની તિથિ ક્યારે શરૂ થાય છે – 18 ઓક્ટોબર 2023ના રોજ સવારે 1:26 વાગ્યાથી શરૂ થાય છે.નવરાત્રીના ચોથા નોરતાની તિથિ ક્યારે સમાપ્ત થાય છે – 19 ઓક્ટોબર સવારે 1:12 વાગ્યા સુધી.અનુરાધા નક્ષત્ર – સૂર્યોદયથી રાત્રે 9 વાગ્યા સુધીઅમૃતસિદ્ધિ યોગ – સવારે 6.28 થી 9 વાગ્યા સુધીસર્વાર્થ સિદ્ધિ યોગ – સવારે 6.28 થી રાત્રે 9 વાગ્યા સુધી

Shardiya Navratri 2023 | budhaditya rajyoga on navratri | budhaditya rajyoga on navratri | dharmabhakti
નવરાત્રીમાં દુર્લભ સંયોગ

માતા કુષ્માંડાનું સ્વરૂપ કેવું છે? (Who is Maa Kushmanda)

શાસ્ત્રો અનુસાર મા કુષ્માંડાને દેવી દુર્ગાનું ચોથું સ્વરૂપ કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે માતા કુષ્માંડાના આઠ હાથ છે. આ કારણથી તેમને અષ્ટભુજા પણ કહેવામાં આવે છે. માતા કુષ્માંડાના એક હાથમાં માળા અને અન્ય સાત હાથમાં ધનુષ્ય, બાણ, કમંડળ, કમળ, અમૃત ભરેલા કલશ, ચક્ર અને ગદા ધારણ કર્યા છે.

કુષ્માંડા દેવીની પૂજાની વિધિ (Maa Kushmanda Puja Vidhi)

નવરાત્રીમાં સૂર્યોદય પહેલા ઉઠો, તમારા બધા કામ પૂર્ણ કરો અને સ્નાન કરો. ત્યારબાદ સ્વચ્છ કપડાં પહેરીને માતા કુષ્માંડાની પૂજા-આરાધના શરૂ કરો. સૌથી પહેલા કળશની પૂજા કરો. તેની સાથે જ દેવી દુર્ગાની પૂજા કરો. તેમને સિંદૂર, ફૂલ, માળા, અક્ષત, કુમકુમ, વસ્ત્રો વગેરે અર્પણ કરો અને માલપુઆનો પ્રસાદ અર્પણ કરો. ત્યારબાદ જળ અર્પણ કરો. હવે માતાજીની સમક્ષ ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવો અને મા દુર્ગા ચાલીસા, દુર્ગા સપ્તશતીના પઠનની સાથે સાથે માતા કુષ્માંડાના મંત્રો, સ્તોત્રો વગેરેનો પાઠ કરો. છેલ્લે વિધિવત માતા કુષ્માંડાની આરતી કરો અને છેલ્લે પોતાાની ભૂલ માટે માફી માંગવી.

માતા કુષ્માંડાનો સ્તુતિમાં મંત્ર (Maa Kushmanda Mantra)

યા દેવી સર્વભૂતેષુ મા કુષ્માંડા રૂપેણ સંસ્થિતા ।નમસ્તેસ્યૈ નમસ્તેસ્યૈ નમસ્તેસ્યૈ નમો નમઃ ॥

Shardiya Navratri 2023 | Shardiya Navratri 2023 puja vidhi | nav durga puja vidhi | nav durga name | Ambe mata
નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતા દુર્ગાના વિવિધ નવ સ્વરૂપો એટકે નવ દુર્ગાની પૂજા આરાધના કરવામાં આવે છે. (Express Photo)

માતા કુષ્માંડાની પ્રાર્થના

સુરાસંપૂર્ણ કલશં રૂધિરાપ્લુત્મેવ ચ ।દધાના હસ્તપદ્માભ્યં કુષ્માણ્ડા શુભદાસ્તુ મે ॥

માતા કુષ્માંડાનો બીજ મંત્ર (Maa Kushmanda Bij Mantra)

એં હૃી દેવ્યૈ નમ: ॥

આ પણ વાંચો | શારદીય નવરાત્રીમાં અખંડ જ્યોત પ્રગટાવો, જાણો વાસ્તુ પ્રમાણે દીવો કઈ દિશામાં કરવો જોઈએ

મા કુષ્માંડાની આરતી (Maa Kushmanda Aarti)

કુષ્માંડા જય જગ સુખદાનીમુઝ પર દયા કરો મહારાનીપિગંલા જ્વાળામુખી નિરાલીશાકમ્બરી માતા ભોલી ભાલીલાખો નામ નિરાલે તેરેભક્ત કઇ મતવાલે તેરેભીમા પર્વત પર હૈ ડેરાસ્વીકારો પ્રણામ યે મેરાસબ કી સુનતી હૈ જગદંબે,સુખ પહોંચાતી હૈ મા અંબેતેરે દર્શન કા મેં પ્યાસાપૂર્ણ કર દો મેરી આશામા કે મન મેં મમતા ભરીક્યો ના સુનેગી અરજ હમારીતેરે દર પર કિયા હૈ ડેરાદૂર કરો મા સંકટ મેરામેરે કારજ પૂરે કર દોમેરે તુમ ભંડાર ભર દોતેરે દાસ તુઝે હી ધ્યાયેભક્ત તેરે દર શીશ ઝુકાયે

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ