ગુરુવારનો દિવસ સાંઈ બાબાને દિવસ ગણવામાં આવે છે. આ દિવસે સાંઈ બાબાના દર્શન કરવાનું આગવું મહત્વ છે. આ દિવસે ઘણા લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે વ્રત રાખતા હોય છે. કહેવાય છે સાંઈની મહિમા અપરંપાર છે. સાઈએ ક્યારેય કોઈ સાથે નાત-જાતના વાડા રાખ્યા નથી. કોઈ પણ સાથે ભેદભાવ કર્યો નથી. આજે દુનિયાભરમાં સાઇના લખો ભક્તો છે. કહેવાય છે કે ભક્તો જ્યારે પણ સાંઈ બાબાને યાદ કરે છે ત્યારે સાઈ દોડી આવે છે.
ગુરુવારે કરવામાં આવતા વ્રતથી સાઈની વિશેષ કૃપા ભક્તો પર બની રહે છે. ત્યારે શિરડી સાંઈ બાબાનું ધામ ગણાય છે. અને અહીં સાંઈ બાબાના ચરણોમાં શિશ ઝૂકાવવા માટે હજારો ભક્તો દરરોજ આવે છે. ત્યારે ગુરુવારે શિરડી સાંઈ બાબાના મંદિરમાં ભક્તો મોટા પ્રમાણમાં આવતા હોય છે. જોકે, અમે આજે ગુરુવારે તમને ઘરે બેઠાં જ શિરડી સાંઈ મંદિરથી લાઈવ દર્શન કરાવીશું.