આ દિશામાંથી ઉભા રહીને શિવલિંગ પર પાણી ન ચઢાવો, ભગવાન શિવની પૂજાનું પૂરું ફળ નથી મળતું!

Shivling Jalabhishek Niyam : શિવલિંગ પર જળાભિષેક કરવાનું હિન્દુ શાસ્ત્રોમાં પવિત્ર માનવામાં આવે છે. પરંતુ શુ તમને જળાભિષેક કેવી રીતે અને કઈ દિશાથી કરવામાં આવે છે તે ખબર છે? તો જોઈએ કેવી રીતે જળાભિષેક કરવાથી વધારે ફળ પ્રાપ્ત થાય છે.

Written by Kiran Mehta
Updated : April 22, 2023 00:22 IST
આ દિશામાંથી ઉભા રહીને શિવલિંગ પર પાણી ન ચઢાવો, ભગવાન શિવની પૂજાનું પૂરું ફળ નથી મળતું!
ભગવાન શિવને જળાભિષ્ક કઈ દિશાથી કરવો જોઈએ

Shivling Jalabhishek Niyam: ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિ દરેક પ્રકારના કષ્ટ, દુ:ખ અને પીડામાંથી મુક્તિ મેળવે છે. ભગવાન શિવ પોતાના ભક્તો પર જેટલા જલ્દી પ્રસન્ન થાય છે તેટલા જ જલ્દી ક્રોધિત પણ થઈ જાય છે. શાસ્ત્રોમાં ભગવાન શિવને જળ અર્પણ કરવા અંગે ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે, ભગવાન શિવને માત્ર જળ ચઢાવવાથી તે ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને પોતાના ભક્તની દરેક મનોકામના પૂર્ણ કરે છે. પરંતુ ભગવાનને જળ ચઢાવતી વખતે દિશાનું ધ્યાન રાખવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, જો યોગ્ય દિશામાં ઉભા રહીને પૂજા ન કરે તો શિવ પ્રસન્ન થતા નથી. તો જાણો ભગવાન શિવને જળ અર્પણ કરતી વખતે કઈ દિશામાં ઉભા રહેવું શુભ માનવામાં આવે છે.

શિવલિંગ પર જળ ચઢાવતી વખતે કઈ દિશામાં ઉભા રહેવું શુભ છે?

શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે, ભગવાન શિવને જળ અર્પણ કરતી વખતે ક્યારેય પણ ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ તરફ મુખ ન કરવું જોઈએ, કારણ કે શિવની પીઠ, ખભા વગેરે આ દિશામાં છે. એટલા માટે હંમેશા દક્ષિણ દિશામાં ઉભા રહીને શિવલિંગને જળ ચઢાવવું જોઈએ.

વેદશાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ દક્ષિણ દિશામાં ઉભા રહીને શિવલિંગને જળ અર્પણ કરે છે અને પાણી ઉત્તર દિશા તરફ આગળ વધે છે, તેની મનોકામના ચોક્કસપણે પૂર્ણ થાય છે.

શિવલિંગ પર જળ અર્પણ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખોઃ ભગવાન શિવને ઝડપથી જળ નહીં પરંતુ ધીરે-ધીરે અર્પણ કરવું જોઈએ. તેનાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે. શિવલિંગ પર જળ અર્પણ કર્યા પછી, વ્યક્તિએ તેની સંપૂર્ણ પ્રદક્ષિણા ન કરવી જોઈએ.

ભગવાન શિવને જળ અર્પણ કરવાની સાથે શિવલિંગની ઉપર ક્યારેય પણ અગરબત્તી ન રાખવી જોઈએ, પરંતુ નીચે રાખવી જોઈએ.

શિવલિંગ પર જળ ચઢાવતી વખતે આ મંત્રનો જાપ કરો

જો તમે ભગવાન શિવને ખૂબ જ પ્રસન્ન કરવા માંગો છો, તો તમે તેમને જળ અર્પણ કરતી વખતે આ મંત્રનો જાપ કરી શકો છો.

મન્દાકિન્યાસ્તુ યદ્વારી સર્વપાપહરં શુભમ્ ।તદિદં કલ્પિતં દેવ સ્નાનર્થં પ્રતિગૃહ્યતમ્ ॥શ્રી ભગવતે સામ્બ શિવાય નમઃ । સ્નાનનીયં જલં સમર્પયામ

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ