Shrapit Dosh : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ, બદલવાથી અનેક પ્રકારના શુભ અને અશુભ યોગોનું નિર્માણ થાય છે. પરંતુ વાત જ્યારે સૌથી ક્રૂર ગ્રહની આવે ત્યારે શનિને માનવામાં આવે છે કારણ કે શનિની મહાદશા અને સાડાસાતી થવાથી વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી થાય છે. આ સાથે જ પાપી ગ્રહ રાહુ – કેતુનું પણ જીવન ખરાબ અસર નાંખે છે. આવી સ્થિતિમાં જ્યારે રાહુ અને શનિગ્રહ બંને એક સાથે થાય છે. તો આના પ્રભાવથી બનેલો શ્રાપિત દોષ જ્યારે પણ કોઈ જાતકની કુંડળીમાં બને છે ત્યારે તેની આખી જિંદગી તહેસ નહેસ થઈ જાય છે. જાણો શ્રાપિત દોષ અંગે બધું જ…
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શ્રાપિત દોષ કુંડળીમાં તમારા બીજા જન્મમાં કરાયેલા ખોટા કાર્યોના કારણે લાગે છે. આવી સ્થિતિમાં જો કોઈ જાતક સમય રહેતા શ્રાપિત દોષથી નકારાત્મક પ્રભાવોને ઓછો કરવાનો ઉપાય ન કરે તો ખાવું-પીવું, ઉંઘ સુદ્ધા પણ મુશ્કેલ થઈ જાય છે.
શું છે શ્રાપિત દોષ?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં શ્રાપિત દોષ ત્યારે બને છે જ્યારે કુંડળીમાં રાહુ અને શનિ ગ્રહ કુંડળીમાં પહેલા, ચોથા, સાતમા, આઠમા અને બારમાં યુતિ કરે છે. આવી સ્થિતિમાં વ્યક્તિના જીવનમાં ખરાબ પ્રભાવ પાડે છે.
શ્રાપિત દોષનો પ્રભાવ
- જો કોઈ જાતકની કુંડળીમાં શ્રાપિત દોષ છે તો તેને હંમેશા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
- શ્રાપિત દોષ થવા પર વેપારમાં સતત ઘટાડો આવે છે અને ક્યારેકય પણ પ્રગતિ થતી નથી.
- શ્રાપિત દોષ જો કોઇ વ્યક્તિની કુંડળીમાં છે તો તે પોતે બીમાર રહે છે અથવા તો ઘરનો કોઈ સભ્ય બીમાર રહે છે
- લગ્નજીવનમાં કંકાસ રહે છે અને ક્યારેય પણ સુખની પ્રાપ્તિ થતી નથી. અનેકવાર સંબંધો તૂટવા સુધી વાત પહોંચી જાય છે
- શ્રાપિત દોષ થવા પર જાતક સંતાન સુખથી વંચિત રહે છે
- શ્રાપિત દોષ કુંડળીમાં હોવાથી દોસ્તોથી વધારે દુશ્મન બની જાય છે. આવી સ્થિતિમાં કોર્ટ કચેરીના વધારે ચક્કર લગાવવા પડે છે.
- કુંડળીમાં શ્રાપિત દોષ થવાના કારણે અભ્યાસ ઉપર વધારે અસર પડે છે.
- જો કોઈ જાતકની કુંડળીમાં શ્રાપિત દોષ હોય છે તો અન્ય શુભ દોષ પણ નબળો પડી જાય છે. જેના કારણે શુભ ફળોની પ્રાપ્તિ થતી નથી.
શ્રાપિત દોષના નકારાત્મક પ્રભાવને ઓછી કરવાના ઉપાય
- જો તમારી કુંડળીમાં શ્રાપિત દોષ છે તો મંગળવાર અને શનિવારના દિવસે મૌન વ્રત રાખો. આ સાથે જ ભાત રાંધી તેમાં ઘી ભેળવીને ગાય, માછલી અને કાગડાને ખવડાવો.
- કુંડળીમાં રાહુ અને શનિગ્રહને શાંત કરવા શ્રાપિત દોષથી છૂટકારો મેળવી શકાય છે. આ માટે તમે રત્ને ધારણ કરી શકો છો.
- દરરોજ શિવ મંદિર જાઓ અને જળમાં થોડું દૂધ અને હળદર ભેળવી શિવલિંગમાં અર્પિત કરો.
- શનિવારના દિવસે પૂજા કરવાની સાથે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને સાથે જ તલ, અડદ, સરસવનું તેલ વગેરેનું દાન કરો.
- શનિવાર અને મંગળવારે જરુરત મંદ અને ગરીબ લોકોને અન્ન, કપડા વગેરેનું દાન કરો.
- શનિવારના દિવસે રાહુ અને શનિદેવને અડદની દાળ અર્પણ કરો. આવું કરવાથી શ્રાપિત દોષનો દુષ્પ્રભાવ સમાપ્ત થાય છે.
- શનિવારે ભગવાન શનિની સાથે હનુમાન જીની પૂજા કરવી લાભકારી સિદ્ધ થઈ શકે છે.





