Shravan 2023, Today Live Darshan : આજના લાઇવ દર્શન, આજથી પવિત્ર અધિક શ્રાવણમાં સોમનાથ મંદિરથી મહાદેવના કરો દર્શન live

Somnath temple Mahadev bholenath live darshan: ગુજરાતના દરિયાકાંઠે આવેલું ભગવાન સોમનાથ ભોળાનાથનું મંદિર ભારતનું પહેલું જ્યોતિર્લિંગ છે. સોમવારે દેવોના દેવ મહાદેવના દર્શન કરવા શુભ માનવામાં આવે છે. ભગવાન ભોળાનાથના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે.

Written by Ankit Patel
July 20, 2023 06:52 IST
Shravan 2023, Today Live Darshan : આજના લાઇવ દર્શન, આજથી પવિત્ર અધિક શ્રાવણમાં સોમનાથ મંદિરથી મહાદેવના કરો દર્શન live
દેશના પહેલા જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના લાઇવ દર્શન

Shravan mass today live darsha : હિન્દુ ધર્મમાં અધિક મહિનાનું અનોખું મહત્વ છે. આજથી પવિત્ર મહિનો અધિક મહિનો શરૂ થઈ ગયો છે. આ વખતે અધિક શ્રાવણ માસ અને શ્રાવણમાં એમ બે મહિના ભગવાન ભાળાનાથની પૂજા અર્ચના કરવા માટે મળશે. ગુજરાતના દરિયાકાંઠે આવેલું ભગવાન સોમનાથ ભોળાનાથનું મંદિર ભારતનું પહેલું જ્યોતિર્લિંગ છે. સોમવારે દેવોના દેવ મહાદેવના દર્શન કરવા શુભ માનવામાં આવે છે. ભગવાન ભોળાનાથના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે. ભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તો પોતાના દુઃખ દૂર કરે છે.

સોમવારે મહાદેવના દર્શન કરવા અનોખું મહત્વ છે. ભારતમાં મહાદેવના અનેક મંદિરો છે. પરંતુ અમે તમને ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કરાવીશું. વીડિયોમાં તમે સોમનાથદાદાના લાઈવ દર્શન કરી શકશો.

સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ