શુક્ર ચંદ્ર યુતિ બની કર્ક રાશિમાં – મેષ, મિથુન અને વૃશ્વિક રાશિના જાતકોને થશે ધન લાભ, નોકરી અને પ્રમોશનના બનશે યોગ

વૈદિક જ્યોતિષ અનુસાર કર્ક રાશિમાં ચંદ્ર અને શુક્ર ગ્રહની કલાત્મક યુતિનો યોગ બનવા જઇ રહ્યો છે. જેનાથી મેષ, મિથુન અને વૃશ્વિક રાશિના જાતકોને મોટો ધન લાભ થઇ શકે છે.

Written by Haresh Suthar
June 21, 2023 02:05 IST
શુક્ર ચંદ્ર યુતિ બની કર્ક રાશિમાં – મેષ, મિથુન અને વૃશ્વિક રાશિના જાતકોને થશે ધન લાભ, નોકરી અને પ્રમોશનના બનશે યોગ
શુક્ર ચંદ્ર યુતિ કર્ક રાશિમાં બનીછે જેનાથી મેષ, મિથુન અને વૃશ્વિક રાશિના જાતકોને થશે ફાયદો (તસવીર- પ્રતિકાત્મક)

જ્યોતિષ અનુસાર જ્યારે કોઇ ગ્રહ ગોચર કે અન્ય કોઇ ગ્રહ સાથે યુનિ બનાવે છે તો એનો સીધો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર જોવા મળે છે. 20 જૂનથી શુક્ર અને ચંદ્ર યુતિ થઇ છે. પંચાગ અનુસાર ચંદ્ર 20 જૂને સાંજે કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. જ્યાં અગાઉથી જ શુક્ર હાજર છે. આ કલાત્મક યોગનું નિર્માણ થયું છે. જેની સીધી અસર 12 રાશિના જાતકો પર થવાની છે. પરંતુ મેષ, મિથુન અને વૃશ્વિક ત્રણ રાશિ એવી છે કે જેંમના માટે ભાગ્યોદય જેવો યોગ બનતાં મોટો ફાયદો મળી શકે છે. આવો જાણીએ કે આ ત્રણ રાશિ કઇ છે.

મેષ રાશિ (Aries Zodiac Rashifal)

શુક્ર અને ચંદ્રની કલાત્મક યુતિ મેષ રાશિના જાતકો માટે શુભ સાબિત થઇ શકે છે. આ યુતિ મેષ રાશિથી ચોથા ભાવમાં થઇ રહી છે જેને લઇને મેષ રાશિના જાતકોને વાહન અને પ્રોપર્ટીનું અટકેલું કામ પાર પડી શકે છે અને આ સુખ મળી શકે છે. પિતૃક સંપત્તિ પણ મળી શકે છે. આ સમય દરમિયાન નવા લોકો સાથે સંપર્ક થઇ જાય છે. સાથોસાથ આ યોગની દ્રષ્ટિ કુંડળીના દસમા સ્થાન પર પડે છે. જેની અસરથી બેરોજગારને નોકરી મળી શકે છે. પરિવાર માટે તમે ઘણા સારા નિર્ણય લઇ શકશો.

વૃશ્વિક રાશિ (Scorpio Zodiac)

ચંદ્ર અને શુક્રની કલાત્મક યોગ વૃશ્વિક રાશિના જાતકો માટે શુભ સાબિત થઇ શકે છે. જે તમારી રાશિના નવમા ભાવમાં બની રહ્યો છે. જેથી તમારા માટે ભાગ્યોદય થઇ શકે છે. અટવાયેલા કામ થઇ શકે છે. માતા પિતા પાસેથી મહત્વપૂર્ણ સલાહ મળી શકે છે. આ સમય દરમિયાન વિદેશ યાત્રાના પણ યોગ છે. પરિવારમાં કોઇ માંગલિક અને ધાર્મિક પ્રસંગ થઇ શકે છે. પિતાથી લાભ મળી શકે છે. રોકાણથી ફાયદો થઇ શકે છે.

મિથુન રાશિ (Mithun Zodiac)

શુક્ર ચંદ્રના કલાત્મક યોગથી મિથુન રાશિના જાતકોને આર્થિક રીતે મોટો લાભ થઇ શકે છે. કારણ કે આ યોગ એમની રગોચર કુંડળીથી બીજા ભાવમાં બની રહ્યો છે. જેથી આ સમય દરમિયાન કોઇ આકસ્મિક ધન લાભ મળી શકે છે. નોકરિયાતોને ઓફિસમાં નવી જવાબદારીઓ મળી શકે છે અને પ્રમોશન પણ મળી શકે છે. જે તમને સફળતાની ઉંચાઇ પર લઇ જઇ શકે છે. આ સમય દરમિયાન તમારી આર્થિક સ્થિતિ સુધરી શકે છે. સાથોસાથ તમારી લોકપ્રિયતામાં પણ વધારો થઇ શકે છે. તમારી મહત્વાકાંક્ષાઓ પૂર્ણ થઇ શકે છે. તમારી વાણી પણ પ્રભાવશાળી જોવા મળશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ