ધન સંપત્તિના દાતા શુક્રનો મીન રાશિમાં પ્રવેશ, માલવ્ય યોગથી આ 3 રાશિની ચમકશે કિસ્તમ

Malavya Rajyog In Kundli : વૈદિક જ્યોતિષ મુજબ શુક્ર ગ્રહ મીન રાશિમાં ભ્રમણ કરી માલવ્ય રાજયોગ બનાવી રહ્યા છે, જેથી અમુક રાશિના જાતકોની કિસ્મત ચકશે, ધન- સપંત્તિ, નોકરી અને બિઝનેસમાં પ્રગતિના દરવાજા ખુલશે

Written by Ajay Saroya
March 31, 2024 15:06 IST
ધન સંપત્તિના દાતા શુક્રનો મીન રાશિમાં પ્રવેશ, માલવ્ય યોગથી આ 3 રાશિની ચમકશે કિસ્તમ
મીન રાશિમાં શુક્ર ગ્રહના ગોચરથી માલવ્ય રાજયોગ બન્યો છે.

Malavya Rajyog In Kundli : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો ચોક્કસ સમયે રાશિ પરિવર્તન કરી રાજયોગ બનાવે છે. જેની અસર માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે ધન-ધાન્યના દાતા શુક્ર ગ્રહે 31 માર્ચે પોતાની ઉન્નત રાશિ મીન રાશિ મીનમાં પ્રવેશ કર્યો છે. જેનાથી માલવ્ય રાજયોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. સાથે જ સૂર્યદેવ મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે.

આવી સ્થિતિમાં સૂર્યદેવ પણ શુક્ર ગ્રહ સાથે યોગ બનાવશે. આથી અમુક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. તેમજ આ રાશિના જાતકોની કિસ્મત ચમકી શકે છે, કરિયર, નોકરી – ધંધામાં વૃદ્ધિ થશે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

મિથુન રાશિ (Mithun Zodiac)

માલવ્ય રાજયોગ તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે આ રાજયોગ તમારી રાશિથી કર્મના ઘરમાં બનવા જઈ રહ્યો છે. સાથે જ શુક્ર ગ્રહ તમારી રાશિથી પાંચમા ભાવના સ્વામી છે. તેથી જો તમે આર્ટ, મ્યુઝિક, ફિલ્મ લાઇન અને એક્ટિંગ સાથે જોડાયેલા છો તો આ દરમિયાન તમને સારો ફાયદો મળી શકે છે. સાથે જ કરિયર અને બિઝનેસ પણ ચમકશે. વળી, આ સમય દરમિયાન નોકરીયાત લોકોને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે. પ્રમોશન અને ઈન્ક્રીમેન્ટ પણ થઈ શકે છે. સાથે જ બિઝનેસમેનને આ સમયે સારો નફો મળી શકે છે.

Gemini horoscope, mithun rashifal, astrology
મિથુન રાશિ, photo – freepik

કન્યા રાશિચક્ર (Kanya Zodiac)

કન્યા રાશિ ના જાતકો માટે માલવ્ય રાજયોગ અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે તમારી રાશિથી સાતમા ભાવ પર માલવ્ય રાજયોગની રચના થવા જઈ રહી છે. ઉપરાંત શુક્ર ગ્રહ ભાગ્ય અને ધનનો સ્વામી છે. તેથી, આ સમયે તમને ભાગ્યનો સાથ મળશે. તેમજ જીવનસાથીનો સહયોગ મળશે. સાથે જ દાંપત્ય જીવન સુખમય રહેશે. ઉપરાંત, આ સમયે તમને સમયાંતરે આકસ્મિક લાભ મળી શકે છે. તેમજ પાર્ટનરશિપના બિઝનેસમાં સારો નફો મળી શકે છે.

આ પણ વાંચો | એપ્રિલ વ્રત તહેવાર : હનુમાન જ્યંતિથી લઈને ચૈત્ર નવરાત્રી સુધી એપ્રિલમાં આવતા વ્રત, તહેવારોની યાદી

ધન રાશિ (Dhanu Zodiac)

માલવ્ય રાજયોગ આ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી ગોચર કુંડળીના ચોથા ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમને શારીરિક સુખ મળશે. તેમજ આ સમયે તમને પ્રોપર્ટી અને વાહન મળી શકે છે. સાથે જ તમારી લવ લાઈફ પણ સારી રહેશે. તમે આ સમયે ફરવા જવાની યોજના બનાવી શકો છો. સાથે જ તમારો આત્મવિશ્વાસ વધશે. પરંતુ આ સમયે તમારી માતા સાથેના તમારા સંબંધ થોડાક ખરાબ થઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ