Grah Gochar 2022: અત્યારે વૃશ્ચિક રાશિમાં છે શુક્રદેવ, જાણો આ પાંચ રાશિ ઉપર પડી રહ્યો છે પ્રભાવ

Shukra Gochar November 2022: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રદેવ 11 નવેમ્બરથી વૃશ્ચિક રાશિમાં છે. જેનો પ્રભાવ દરેક રાશિના જાતકો ઉપર પડી રહ્યો છે. તો ચાલો જાણીએ કે કઈ રાશિના જાતકોને શું પ્રભાવ પડી રહ્યો છે.

Written by Ankit Patel
November 22, 2022 15:22 IST
Grah Gochar 2022: અત્યારે વૃશ્ચિક રાશિમાં છે શુક્રદેવ, જાણો આ પાંચ રાશિ ઉપર પડી રહ્યો છે પ્રભાવ
શુક્રગ્રહ પ્રતિકાત્મક તસવીર

Grah Gochar November 2022: શુક્રદેવ હજી વૃશ્ચિક રાશિમાં ગોચર કરી રહ્યા છે. ત્યારબાદ રાશિ પરિવર્તન કરીને ડિસેમ્બર મહિનામાં ધન રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રદેવ 11 નવેમ્બરથી વૃશ્ચિક રાશિમાં છે. જેનો પ્રભાવ દરેક રાશિના જાતકો ઉપર પડી રહ્યો છે. તો ચાલો જાણીએ કે કઈ રાશિના જાતકોને શું પ્રભાવ પડી રહ્યો છે.

વૃષભ રાશિ (Grah Gochar 2022)

વૃશ્ચિક રાશિમાં શુક્રદેવના ગોચરથી આ રાશિના જાતકોને અનેક સારા પરિણામ મળી શકે છે. લગ્નના યોગ પણ બની રહે છે. ભાગીદારીમાં વેપાર કરી રહેલા લોકો માટે આ સમય સારો થઈ શકે છે. લેવડ-દેવડ પણ લાભ થવાની સંભાવના છે. ખાનગી જીવન પણ સારું રહેશે. ઘરમાં સુખ-સમૃદ્ધિ આવી શકે છે.

મિથુન રાશિ (Shukra Gochar November 2022)

આ રાશિના જાતકોની સામાજિક છબી ખરાબ થઈ શકે છે. પરિણીત જાતકો માટે આ સમય પ્રતિકૂળ થઈ શકે છે. યાત્રા પર જવાના કારણે પણ વધારે ખર્ચ થઈ શકે છે. વાતચીતમાં વાણી પર પ્રયોગ સમજી વિચારીને કરે નહીં તો વાદ-વિવાદ પણ થઈ શકે છે. તમારું સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે છે.

સિંહ રાશિ (Shukra Gochar 2022)

આ રાશિના જાતકોને શુક્રદેવનો સાથ મળી શકે છે. તમારા સુખ સુવિધાઓમાં વધારો થઈ શકે છે. સંપત્તિ ખરીદવાના પણ યોગ બની રહ્યા છે. આ સંબંધમાં તમારા માતાના સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ આવી શકે છે. આવી સ્થિતિમાં માતાના સ્વાસ્થ્યનું પણ વધારે ધ્યાન રાખવું.

તુલા રાશિ (Shukra Rashi Parivartan 2022)

તુલા રાશિના જાતકોને મિશ્રિત પરિણામ મળી શકે છે. આવકના સ્ત્રો વધી શકે છે અને ધન લાભ પણ થઈ શકે છે. સ્વાસ્થ્યમાં નરમાઈ આવી શકે છે. સટ્ટાબાજી વગેરેથી દૂર રહો નહીં તો મોટી મુશ્કેલીઓમાં પડી શકો છો. તમને પૈસા બચત કરવામાં પણ સફળતા મળી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ