Shukra Gochar 2024: ધન રાશિમાં શુક્ર ગ્રહનું ગોચર, 3 દિવસ બાદ આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ

Shukra Gochar Rashifal 2024 : શુક્ર ગ્રહનું આ રાશિ પરિવર્તન તમામ 12 રાશિના જાતકોને અસર કરશે. પરંતુ આ 3 રાશિઓ એવી છે કે આ રાશિ પરિવર્તન થી તેમનો સુવર્ણકાળ શરૂ થશે.

Written by Ajay Saroya
November 03, 2024 15:17 IST
Shukra Gochar 2024: ધન રાશિમાં શુક્ર ગ્રહનું ગોચર, 3 દિવસ બાદ આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ
Shukra Gochar Rashifal 2024: શુક્ર ગ્રહ 7 નવેમ્બરે વૃશ્ચિક રાશિ માંથી બહાર નીકળશે અને ધન રાશિમાં ગોચર કરશે.

Shukra Gochar Rashifal 2024 : વૈદિક જ્યોતિષ મુજબ 7 નવેમ્બરે શુક્ર ગ્રહ વૃશ્ચિક રાશિ માંથી બહાર નીકળશે ધન રાશિમાં ગોચર કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર ગ્રહ સમૃદ્ધિ, યશ, સુખ અને વૈભવ આપનાર ગ્રહ છે, પરંતુ ધન રાશિમાં ગોચર થોડુંક મુશ્કેલ હોઈ શકે છે કારણ કે ધન રાશિનો સ્વામી ગુરુ છે, જે શુક્ર ગ્રહનો કટ્ટર શત્રુ છે. તેથી આ રાશિ પરિવર્તનની અસર અલગ-અલગ રાશિઓ પર અશુભ અને શુભ બંને હોઈ શકે છે. કેટલીક રાશિઓ માટે શુભ રહેશે, તો અન્ય રાશિઓ માટે પડકારજનક સાબિત થઈ શકે છે. પરંતુ શુક્ર ગોચર 3 રાશિના લોકોનું ભાગ્ય ચમકાવી શકે છે. તો ચાલો જાણીએ કઈ કઈ છે આ ત્રણ ભાગ્યશાળી રાશિ.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે આ સમય ઘણો સારો રહેવાનો છે. શુક્ર ગ્રહનું ગોચર તમારા માટે અનેક નવી તકો લઈને આવશે. કરિયરમાં પ્રગતિની શક્યતા છે. નવી નોકરી મળવાના યોગ બની રહ્યા છે. તમારા કામ અને મહેનતની પ્રશંસા થશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. તમે ઊર્જાવાન અનુભવશો. વેપારીઓ માટે પણ આ સમય શુભ છે. આ સમય દરમિયાન તમે નવા કાર્યની શરૂઆત કરી શકો છો. જો તમે સિંગલ છો તો લગ્ના યોગ બની શકે છે. તમારી આવકમાં વધારો થશે.

તુલા રાશિ

શુક્ર ગોચર તુલા રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ગોચર તમારા માટે પ્રગતિ લઈને આવી રહ્યું છે. બિઝનેસમાં લાભની આશા છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. નવા કામ કરવાની પણ તક મળશે. જો તમે હજી સુધી લગ્ન કર્યા નથી, તો પછી નવા સંબંધો આવવાની સંભાવના છે. આ સમયે તમને કોઈ મોટી ડીલ મળી શકે છે, જે તમારું નામ બનાવી દેશે. પારિવારિક જીવન સુખદ રહેશે. દાંપત્યજીવનમાં ખુશીઓ આવશે.

ધનુ રાશિ

ધન રાશિના જાતકો માટે શુક્રનું ગોચર ખૂબ શુભ રહેશે. નોકરી-ધંધામાં નવી તકો મળશે. તમારી આવકમાં વધારો થશે. તમને પરિવારના સભ્યોનો સહયોગ પણ મળશે, જેનાથી તમે ખુશ રહેશો. જો તમે ભાગીદારીમાં કામ કરી રહ્યા છો, તો આ સમય ખૂબ જ સારો છે. તમને કોઈ નવી ડીલ અથવા રોકાણ મળી શકે છે. તમારો બિઝનેસ વધશે. નોકરી કરનારાઓને પણ ફાયદો થશે. તમે પહેલા કરતા વધારે પૈસા બચાવી શકશો. પરંતુ ધ્યાનમાં રાખો કે નકામા ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ