ધર્મભક્તિ ડેસ્કઃ બુધવારનો દિવસ ગણોના દેવ ગણપતિનો દિવસ માનવામાં આવે છે. આ દિવસને બુધ ગ્રહનો દિવસ પણ માનવામાં આવે છે. બુધને વક્તાનું પરિબળ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણપતિની પૂજા કરવાથી વિઘ્નહર્તા તમામ વિઘ્ન દૂર કરે છે. અને બુદ્ધિનું વરદાન આપે છે. મુંબઈનું સિદ્ધિ વિનાયક મંદિર દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે ત્યારે અહીં હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે.
સિદ્ધિ વિનાયક મંદિરમાં હજારો ભક્તો દર્શન કરીને પોતાના દુઃખ દૂર કરે છે. સિદ્ધિ વિનાયક દાદાના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. ત્યારે આજે બુધવારે જ્યારે ગણપતિ દાદાનો દિવસ હોય ત્યારે અમે પણ તમને સિદ્ધિ વિનાયક મંદિરથી લાઈવ દર્શન કરાવીશું.