Solar Eclipse 2024 Date And Tima: હિંદુ ધર્મમાં સૂર્ય ગ્રહણનું વિશેષ મહત્વ છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2024માં બે સૂર્ય ગ્રહણ થવાના છે. પ્રથમ 8 એપ્રિલના રોજ થયું હતું. જ્યારે બીજું સૂર્યગ્રહણ ઓક્ટોબરમાં થવા જઈ રહ્યું છે. સર્વપિત્રુ અમાવસ્યાના દિવસે આ ગ્રહણ થવા જઈ રહ્યો છે. આ સૂર્યગ્રહણ વલયાકાર સૂર્ય ગ્રહણ હશે, જેને રિંગ એન્ડ ફાયર કહેવામાં આવે છે.
તમને જણાવી દઇયે કે, પ્રથમ સૂર્યગ્રહણ ભારતમાં દેખાતું ન હતું. શું હવે બીજું સૂર્યગ્રહણ પણ નહિ દેખાય? જાણો ચાલુ વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ ક્યારે થશે, સૂતક કાળ કેટલા વાગેથી શરૂ થશે અને શું ભારતમાં જોવા મળશે? જાણો સૂર્ય ગ્રહણ સાથે જોડાયેલા દરેક સવાલનો જવાબ …
2024નું બીજું સૂર્યગ્રહણ ક્યારે થશે? (Solar Eclipse 2024 Date)
વર્ષ 2024નું બીજું સૂર્ય ગ્રહણ ભાદરવી અમાસના દિવસે થશે. આ દિવસે સૂર્યગ્રહણ રાત્રે 9:13 વાગ્યે શરૂ થશે, જે સવારે 3:17 વાગ્યે સમાપ્ત થશે. આ ગ્રહણનો કુલ સમયગાળો લગભગ 6 કલાક અને 4 મિનિટનો રહેશે.
સૂર્ય ગ્રહણ ભારતમાં જોવા મળશે? (Solar Eclipse In India)
ચાલુ વર્ષનું બીજું સૂર્યગ્રહણ પણ ભારતમાં દેખાશે નહીં, કારણ કે તે રાત્રે થઈ રહ્યું છે. તમને જણાવી દઇયે કે, 8 એપ્રિલના રોજ થયેલું સૂર્ય ગ્રહણ પણ ભારતમાં દેખાયું ન હતું.

બીજું સૂર્યગ્રહણ ક્યાં જોવા મળશે? (Where You See Solar Eclipse)
વર્ષ 2024નું બીજુ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. પરંતુ તે બ્રાઝિલ, આર્કટિક, કૂક આઇલેન્ડ, ફીઝી, આર્કટિક, ચિલી, પેરુ, હોનોલુલુ, એન્ટાર્કટિકા, આર્જેન્ટિના, ઉરુગ્વે, બ્યુનોસ આયર્સ અને બેકા આઇલેન્ડ, મેક્સિકો, ન્યૂઝીલેન્ડ વગેરે સ્થળોએ દેખાશે.
સૂર્ય ગ્રહણ સુતક કાળ (Surya Grahan Sutak Kaal)
શાસ્ત્રો અનુસાર સૂર્ય ગ્રહણ થવાના 12 કલાક પહેલા સુતક કાળ શરૂ થાય છે. પરંતુ ભારતમાં સૂર્ય ગ્રહણ દેખાશે નહીં. આવી સ્થિતિમાં સુતક કાળ માન્ય રહેશે નહીં. તમને જણાવી દઇયે કે, જ્યારે સૂતક કાળ થાય છે ત્યારે સાર અને શુભ કાર્યોની સાથે પૂજા પણ નથી થતી. સુતક કાળમાં મંદિરોના દરવાજા બંધ કરી દેવામાં આવે છે. સૂર્ય ગ્રહણ સમાપ્ત બાદ ગંગા જળ વડે શુદ્ધ કરી મંદિરના દરવાજા ખોલીને આરતી કરવામાં આવે છે.
આ પણ વાંચો | વર્ષ 2025માં શનિ દેવ કરશે ગુરુની રાશિમાં પ્રવેશ, આ 3 રાશિનો ગોલ્ડન ટાઇમ શરૂ થશે, નાણાં તંગી અને બીમારી થશે દૂર
(ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ રીતે ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.)