Rashiful: જાન્યુઆરીમાં સૂર્ય અને મંગળ બનાવશે આદિત્ય મંગળ રાજયોગ, આ 3 રાશિના લોકોને મળશે અઢળક ધન – સંપત્તિ અને સમ્માન

Aditya Mangal Rajyog 2024: વૈદિક જ્યોતિષ અનુસાર વર્ષની શરૂઆતમાં મંગળ અને સૂર્ય ગ્રહ ધન રાશિમાં ગોચર કરશે અને તેનાથી જાન્યુઆરીમાં આદિત્ય મંગલ રાજયોગ રચાશે, જેનાથી 3 રાશિના જાતકોની કિસ્તમ ચમકશે

Written by Ajay Saroya
January 01, 2024 19:48 IST
Rashiful: જાન્યુઆરીમાં સૂર્ય અને મંગળ બનાવશે આદિત્ય મંગળ રાજયોગ, આ 3 રાશિના લોકોને મળશે અઢળક ધન – સંપત્તિ અને સમ્માન
સૂર્ય અને મંગળ ગ્રૂહના ગોચરથી આદિત્ય મંગળ રાજયોગ બની રહ્યા છે. (Photo - ieGujarati.com)

Aditya Mangal Rajyog 2024 Rashiful: સૂર્ય દેવને ગ્રહ જ્યોતિષમાં માન, પ્રતિષ્ઠા, નોકરી, પિતા અને બોસનો કારક માનવામાં આવે છે. જ્યારે મંગળને ગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે. તેમજ મંગળ હિંમત, બહાદુરી, જમીન અને ગુસ્સાનો કારક છે. આવી સ્થિતિમાં આ બંને ગ્રહ જાન્યુઆરીમાં ધન રાશિમાં ભ્રમણ કરશે જેના કારણે આદિત્ય મંગલ રાજયોગ બનશે.

આ રાજયોગની અસર તમામ રાશિના લોકો પર જોવા મળશે. પરંતુ એવી 3 રાશિઓ છે જેમનું નસીબ આ સમયે ચમકી શકે છે. સાથે જ તેમને આર્થિક લાભ પણ મળી શકે છે. આવો જાણીએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ…

મેષ રાશિ

આદિત્ય મંગલ રાજયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી નવમા ભાવમાં બનવા જઈ રહ્યો છે. તેથી, આ સમયે તમને કિસ્મતનો સાથ મળી શકે છે. તમારા મહત્વપૂર્ણ કામ પણ પૂરા થશે. તેમજ આ સમયે તમે કોઈપણ ધાર્મિક અથવા શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. જો તમામ યોજનાઓ તમારા આયોજન મુજબ પૂર્ણ થશે તો તમારી અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. આ સમયે તમે કામ અથવા બિઝનેસ માટે મુસાફરી પણ કરી શકો છો. આ સમયે તમે કોઇ પ્રોપર્ટી પણ ખરીદી શકો છો.

મીન રાશિ

આદિત્ય મંગલ રાજયોગ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ રાજયોગ તમારી રાશિના આવકના ભવમાં જઈ રહ્યો છે. તેથી, આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. ઉપરાંત, તમને અચાનકથી અટકેલા પૈસા પરત મળી શકે છે તેમજ તમારી લવ લાઇફમાં પાર્ટનરની એન્ટ્રી થઇ શકે છે. તમે આવકના નવા માધ્યમો દ્વારા પૈસા કમાવવામાં સફળ થશો. ઉપરાંત, તમે શેરબજાર, સટ્ટાબાજી અને લોટરીમાં નાણાંનું રોકાણ કરી શકો છો, કારણ કે ફાયદાના યોગ બની રહ્યા છે.

આ પણ વાંચો | 2024ની શરૂઆતમાં બુધ ઉદય, આ રાશિઓ લોકો માટે સુવર્ણ સમયની થશે શરૂઆત, કારકિર્દી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

કન્યા રાશિ

આદિત્ય મંગલ રાજયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી ચોથા ભવમાં બનવા જઈ રહ્યો છે. તેથી, આ સમયે તમને વાહન અને મિલકતનો આનંદ મળી શકે છે. ઉપરાંત, જો તમારો વ્યવસાય રિયલ એસ્ટેટ, મિલકત, સંપત્તિ, હોટેલ અથવા મેડિકલ સાથે સંબંધિત છે, તો તમે સારો નફો મેળવી શકો છો. કરિયરની દ્રષ્ટિએ પણ આ સમય તમારા માટે સારો સાબિત થશે અને તમને નોકરી બદલવામાં સફળતા મળી શકે છે. આ સમયે વ્યાપારીઓને પણ સારો નફો મળી શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ