1 વર્ષ બાદ સૂર્ય દેવ કરશે પોતાની સ્વરાશિ સિંહમાં પ્રવેશ, ત્રણ રાશિના લોકોનું સોનાની જેમ ચમકશે ભાગ્ય

surya gochar in leo : ઓગસ્ટમાં સૂર્ય દેવ પોતાની સ્વરાશિ સિંહમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છે. સૂર્ય દેવ જ્યાં પૂર્ણ શુભ ફળ પ્રદાન કરે છે. એટલા માટે આ સમયે કેટલીક રાશિઓનું ભાગ્યોદય થઈ શકે છે.

Written by Ankit Patel
Updated : July 03, 2023 14:32 IST
1 વર્ષ બાદ સૂર્ય દેવ કરશે પોતાની સ્વરાશિ સિંહમાં પ્રવેશ, ત્રણ રાશિના લોકોનું સોનાની જેમ ચમકશે ભાગ્ય
સૂર્ય ગ્રહ ગોચર

Sun transit in leo : વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય-સમય પર ગોચર કરીને પોતાની સ્વરાશિ અને ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. ઓગસ્ટમાં સૂર્ય દેવ પોતાની સ્વરાશિ સિંહમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છે. સૂર્ય દેવ જ્યાં પૂર્ણ શુભ ફળ પ્રદાન કરે છે. એટલા માટે આ સમયે કેટલીક રાશિઓનું ભાગ્યોદય થઈ શકે છે. સાથે જ આક્સિક ધનલાભનો પણ યોગ છે. ચાલો જાણીએ આ કઈ કઈ રાશિઓ છે.

તુલા રાશિ (Tula Zodiac)

તમારા માટે સૂર્યનું ગોચર અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે સૂર્ય દેવ તમારી રાશિના ઇનકમ ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. એટલા માટે આ સમય તમારી ઇન્કમમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. સાથે જ તમારું બેંક બેલેન્સ વધશે. આવકના નવા સ્ત્રોત બનવાથી તમારા આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થશે. વ્યવસાયિક ડીલ થઈ શકે છે. જેનાથી ભવિષ્યમાં લાભ થઈ શકે છે. આ સમયે તમારે સંતાન પક્ષથી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. સાથે જ આ સમયે તમારે શેર બજાર, સટ્ટા અને લોટરીમાં સારો લાભ થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ (scorpio zodiac)

સૂર્ય દેવના ગોચરથી આ રાશિના જાતકો માટે સારા દિવસો શરુ થઈ શકે છે. કારણ કે સૂર્ય ગ્રહ તમારી ગોચર કુંડળીના દશમ ભાવમાં સંચરણ કરવા જઈ રહ્યો છે. એટલા માટે આ રાશિના જાતકોને કામ-કારોબારમાં સારી સફળતા મળી શકે છે. બેરોજગાર લોકોને આ સમયે નોકરીના નવા અવસર મળી શકે છે. સાથે જ નોકરીમાં તમારી સ્થિતિ ખુબ જ સારી થશે. ઓફિસમાં દરેક વરિષ્ઠ અધિકારી પણ તમારી વાતોથી ખુબ જ ખુશ રહેશે. તેમને તમારું પ્રદર્શન સારું લાગશે. જ્યારે નોકરિયાત લોકોનું આ સમયે મનપસંદ જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે છે. જ્યારે પ્રમોશનના પણ યોગ છે. વેપારીઓને આ સમયે સારો લાભ થઇ શકે છે.

કર્ક રાશિ (cancer zodiac)

તમારા માટે સૂર્ય દેવનું રાશિ પરિવર્તન લાભદાયક સિદ્ધ થઈ શકે છે. કારણ કે સૂર્ય દેવ તમારી રાશિના ધન ભાવ પર ગોચર કરશે. એટલા માટે આ સમયે તમારે આકસ્મિક ધનલભા થઈ શકે છે. સાથે જ તમારા માટે ધનલભાના નવા યોગ બનશે. તમને લાભ થશે. આ સમયે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વેપારીઓનું અટવાયેલું ધન મળી શકે છે. તમારા જરૂરી કાર્યો જે ગણા સમયથી લટકેલા છે તે પુરા થવાથી આત્મવિશ્વાસ વધશે. સાથે જ વાણીમાં પ્રભાવ વધતાં લોકો પ્રભાવિત થશે. સાથે જ લોક મીડિયા, શિક્ષા, માર્કેટિંગ, કન્સલ્ટેસી સાથે જોડાયેલા છે. તેમની આ અવધી શાનદાર સાબિત થઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ