surya Gochar in mithun rashi 2023 : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના રાજા સૂર્ય દરેક મહિને રાશિ પરિવર્તન કરે છે. આમ એક રાશિમાં ફરીથી આવવામાં એક વર્ષ લાગે છે. આ પ્રકારે 15 જૂને સાંજે 6.7 વાગ્યે બુધ ગ્રહની રાશિ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં સૂર્ય એક મહિનો વિરાજશે. સૂર્ય 16 જૂલાઇ 2023 સવારે 4.59 વાગ્યા પર કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છે. સૂર્યના રાશિ પરિવર્તન કરવાથી દરેક રાશિના જાતકોના જીવન પર કોઈના કોઈ પ્રકારની અસર જરૂર પડશે. પરંતુ કેટલીક એવી રાશિઓ છે જેના જીવનમાં શુભ ફળ લાગે છે. બિઝનેસમાં અપાર સફળતા મળવાની સાથે સાથે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. તો ચાલો જાણીએ કે સૂર્યના ગોચર કરવાથી કઈ રાશિઓને શુભ ફળ લાભ મળશે.
મેષ રાશિફળ
આ રાશિમાં સૂર્ય પાંચવા ભાવના સ્વામી છે. આ સાથે જ સૂર્ય આ રાશિમાં ત્રીજા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. આ ભાવને યાત્રાનો ભાવ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં વિભિન્ન યાત્રાઓ કરવાનો મોકો મળી શકે છે. આ સાથે જ કાયદાનો સંપૂર્ણ સાથ મળશે. જેનાથી રોકાયેલા કામ પુરા થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં પણ તેજીથી સુધારો થઈ શકે છે. આ સાથે જ પરિવારની સાથે સારો સમય વિતાવી શકે છે. કાર્યસ્થળમાં સહકર્મિયોની સાથે સારું બનશે.
સિંહ રાશિ
આ રાશિમાં સૂર્ય એકાદશ ભાવમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોનો લાભ જ લાભ મળી શકે છે. દરેક ક્ષેત્રમાં સફળતા મળવાનું શરુ થશે. આ સાથે જ ધન લાભના પ્રબળ યોગ બની રહ્યા છે. પરિવારની સાથે સંબંધ સારા રહેશે. સમાજમાં માન-સમ્માન મળશે. પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે.
કન્યા રાશિ
આ રાશિમાં સૂર્ય દસમાં ભાવમાં ગોચર કરી રહ્યો છે. આવી સ્થિતિમાં જાતકો દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે. નોકરિયાત લોકોને પદોન્નતિ અને ઇન્ક્રિમેન્ટ મળી શકે છે. વ્યવસાયની વાત કરીએ તો સારી ઉન્નતિ મળી શકે છે. ઓફિસના કામના કારણે વિદેશ જવાનો મોકો મળી શકે છે. પદોન્નતિ હોવાથી કોઇ નવી જવાબદારીઓ પોતાના ખભા પર આવી શકે છે.
મકર રાશિ
આ રાશિમાં સૂર્ય છઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને ધન લાભ મળશે. આ રાશીની સાથે જૂના દેવામાંથી મૂક્તિ મળી શકે છે. નોકરીમાં પણ લાભ મળવાની સંપૂર્ણ સંભાવના છે. સ્વાસ્થ્યને લઇને થોડા સાવધાન રહેવાની જરૂરત છે. વિદેશ જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થઇ શકે છે.





