સૂર્ય શુક્ર યુતિ રાજયોગ | આ રાશિના જાતકોને મળશે બમ્પર લાભ, ધન લાભ સાથે વધશે માન-પ્રતિષ્ઠા

Rajbhang Rajyog 2023 : આ યોગ 17 ઓગસ્ટ 2023 સુધી રહેશે. જ્યારે સૂર્ય પોતાની સ્વરાશિ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. રાજયોગ કેટલીક રાશિઓ માટે ખુબ જ લાભકારી સાબિત થઇશે. આવી જ ચાર રાશિઓને વિશેષ લાભ મળશે.

Written by Ankit Patel
Updated : August 08, 2023 15:44 IST
સૂર્ય શુક્ર યુતિ રાજયોગ | આ રાશિના જાતકોને મળશે બમ્પર લાભ, ધન લાભ સાથે વધશે માન-પ્રતિષ્ઠા
રાજયોગ

Surya Shukra Yuti Rajyog 2023 : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 7 ઓગસ્ટથી વિલાસિતાના કારક શુક્ર ગ્રહે કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. ચંદ્રની આ રાશિમાં પહેલાથી જ સૂર્ય ગ્રહ વિરાજમાન છે. આવી સ્થિતિમાં કર્ક રાશિમાં શુક્ર અને સૂર્યની યુતિ થઇ રહી છે. સાથે જ આ બંને ગ્રહોની યુતિથી રાજયોગનું નિર્માણ થઇ રહ્યું છે. આ યોગ 17 ઓગસ્ટ 2023 સુધી રહેશે. જ્યારે સૂર્ય પોતાની સ્વરાશિ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. રાજયોગ કેટલીક રાશિઓ માટે ખુબ જ લાભકારી સાબિત થઇશે. આવી જ ચાર રાશિઓને વિશેષ લાભ મળશે.

રાજયોગ આ રાશિઓની ખોલી દેશે કિસ્મત

મેષ રાશિફળ

શુક્ર અને સૂર્યની યુતિથી બનેલા આ રાજયોગ મેષ રાશિના જાતકો માટે ખુબ જ લાભકારી છે. આ યોગ સમૃદ્ધિ લઇને આવશે. આ સાથે જ આર્થિક સ્થિતિ પણ સરખી થશે. આ સાથે જ માતા-પિતાની સાથે કોઈ તીર્થ યાત્રા પણ જઈ શકો છો. કરિયરમાં પણ તરક્કી જ તરક્કી મળવાના આસાર દેખાઇ રહ્યા છે. આ સાથે જ જીવનમાં સકારાત્મક પ્રભાવ પડશે.

કર્ક રાશિફળ

કર્ક રાશિના જાતકો માટે રાજયોગ અત્યધિક અનુકૂળ છે. સમાજમાં પ્રતિષ્ઠા અને સમ્માન વધશે. આ સાથે જ સામાજિક અને આધ્યાત્મિક કામો માટે પોતાની રુચી વધશે. નાણાંકિય લાભ મળવાના સંપૂર્ણ અણસાર છે. આ સાથે જ દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. પરિવારની સાથે સારો સમય વિતશે.

આ પણ વાંચોઃ- Guru Chandal Yog : ગુરુ ચાંડાલ યોગથી ઓક્ટોબર સુધીનો સમય 3 રાશિ માટે અશુભ; બીમારી, ધન હાનિ અને અકસ્માતનું જોખમ

તુલા રાશિફળ

તુલા રાશિના જાતકો માટે રાજયોગ ખુબ જ લાભકારી સાબિત થઇ શકે છે. આર્થિક સંકટથી છૂટકારો મળશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. કાર્યસ્થળ પર તમારી સ્થિતિમાં સુધારો થશે અને તમારે નેતૃત્વ કરવાનો મોકો મળશે. આવી પદોન્નતિ સાથે જ ઇન્ક્રિમેન્ટ મળી શકે છે.

આ પણ વાંચોઃ- Budh Uday : બુધ ગ્રહ વક્રી અવસ્થામાં થશે ઉદય, આ રાશિઓના શરુ થશે સારા દિવસો, દરેક કાર્યમાં મળશે સફળતા

ધન રાશિફળ

શુક્ર અને સૂર્યના શુભ સંયોગથી બનેલો રાજયોગ ધન રાશિના જાતોક માટે ખુબ જ લાભકારી સાબિત થશે. આવકના નવા રસ્તા ખુલશે અને તમારી પ્રતિષ્ઠા વધશે. સહકર્મીઓ અને વરિષ્ઠો સાથે ઓળખાણની સાથે કાર્યની પ્રશંસા થશે. ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત થઇ શકે છે. જે ભવિષ્યમાં તમારા માટે સારી સાબિત થઇ શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ