surya shani gochar 2023 : ટૂંક સમયમાં શનિ અને સૂર્ય કરશે રાશિ પરિવર્તન, આ રાશિઓને થઇ શકે છે બલ્લે-બલ્લે

surya shani gochar june 2023 : સૂર્ય 15 જૂનના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જ્યારે 17 જૂને શનિ કુંભ રાશિમાં વક્રી થશે. શાસ્ત્રો અનુસાર બંને ગ્રહોની સ્થિતિમાં પરિવર્તનની અસર દરેક રાશિના જાતકોના જીવન પર પડી શકે છે.

Written by Ankit Patel
May 26, 2023 15:00 IST
surya shani gochar 2023 : ટૂંક સમયમાં શનિ અને સૂર્ય કરશે રાશિ પરિવર્તન, આ રાશિઓને થઇ શકે છે બલ્લે-બલ્લે
સૂર્ય અને શનિ ગોચર

surya shani gochar june 2023 : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એક સમય પછી દરેક ગ્રહ રાશિ પરિવર્તન કરે છે. ગ્રોહ અને નક્ષત્રોની સ્થિતિમાં પરિવર્તનની અસર દરેક રાશિના જાતકોના જીવનમાં કોઇના કોઈ પ્રકારે ચોક્કસ પડે છે. જૂન મહિનામાં અનેક ગ્રહો કરી રહ્યા છે ગોચર, આ સમયમાં સૌથી પ્રભાવશાળી ગ્રહ સૂર્ય અને શનિની પણ સ્થિતિમાં પરિવર્તન થઇ રહ્યું છે. સૂર્ય 15 જૂનના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જ્યારે 17 જૂને શનિ કુંભ રાશિમાં વક્રી થશે. શાસ્ત્રો અનુસાર બંને ગ્રહોની સ્થિતિમાં પરિવર્તનની અસર દરેક રાશિના જાતકોના જીવન પર પડી શકે છે. પરંતુ કેટલીક સેવી રાશિઓ છે જેનો વિશેષ લાભ મળનારો છે. ચાલો જાણીએ કે સૂર્ય અને શનિની સ્થિતિમાં પરિવર્તન કઇ રાશિઓ માટે લાભકારી છે.

હિન્દુ પંચાક અનુસાર ગ્રહોના રાજા સૂર્ય 15 જૂને સાંજે 6.7 વાગ્યે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. સાથે જ 17 જૂનના રોજ શનિ કુંભ રાશિમાં રાત્રે 10.48 વાગ્યે વક્રી થશે. શનિ અને સૂર્ય વચ્ચે પિતા-પુત્રનો સંબંધ છે. પરંતુ બંને એકબાજી સાથે શત્રુતાનો ભાવ રાખે છે.

મિથુન રાશિ

સૂર્ય આ રાશિના પ્રથમ ભાવાં પ્રવેશ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. કારણ કે શનિ ઉપર આ રાશિના જાતકોને લાભકારી સિદ્ધ થઇ શકે છે. આવી સ્થિતિમાં જાતકોને વિશેષ લાભ મળશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સાથે નોકરીમાં પણ મોટી ઓફર મળી શકે છે. ઘરમાં સુખ શાંતિ બની રહેશે. પરિવારની સાથે સારો સમય પસાર થશે. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે.

સિંહ રાશિ

આ રાશિના જાતકો માટે સૂર્ય અને શનિની સ્થિતિમાં પરિવર્તન લાભકારી સિદ્ધ થઇ શકે છે. આ રાશિના જાતકોને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. આ સાથે જ નોકરી અને બિઝનેસમાં લાભ મળવાની સાથે જ પ્રગતિ થવાના પ્રબળ યોગ બની રહ્યા છે. વૈવાહિક જીવનમાં પણ ખુશીઓ જ ખુશીઓ આવશે અને સમાજમાં પણ માન-સમ્માન વધશે.

કન્યા રાશિ

આ રાશિમાં સૂર્ય દશમ ભાવમાં ગોચર કરી રહ્યા છે. આ સાથે જ શનિ છઠ્ઠા ભાવમાં વક્રી થશે. આ રાશિના જાતકોને રોકાણ કરવું લાભદાયી સાબિત થશે. શેર બજારમાં પૈસા લગાવવું પણ ફાયદાકારક રહેશે. વેપારમાં સારી ઉન્નતિના યોગ બની રહ્યા છે. સાથે જ કાર્યસ્થળમાં તમારા કામને જોતા કેટલીક નવી જવાબદારીઓ મળી શકે છે. આવી સ્થિતિમાં તમને આગળ વધવાની સારી તક મળી શકે છે.

મકર રાશિ

આ રાશિમાં સૂર્યના છઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યા છે. આવી સ્થિતિ રાશિના જાતકોને ભાગ્યનો પુરો સાથે મળશે. શનિના વક્રી થવાથી આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળી શકે છે. લવ લાઇફમાં પ્રેમ અને વિશ્વાસ વધારે વધશે. તમારે તમારા સંબંધો પ્રબળ થઇ શકે છે. સાથે જ દેવામાંથી મુક્તી મળી શકે છે. બીમારીઓથી છૂટકારો મળી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ