Surya Grahan 2024, સૂર્ય ગ્રહણ રાશિફળ: આજે 8 એપ્રિલ 2024ના રોજ ફાગણ અમાસના દિવસે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ થવાનું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્ર અને સૂર્યગ્રહણ સમયાંતરે થાય છે, જેની અસર માનવ જીવન અને રાશિચક્ર પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ ગ્રહણ લગભગ 54 વર્ષ પછી થવાનું છે. આ દિવસે મીન રાશિમાં ગ્રહોનો રાજા સૂર્ય, બુદ્ધિ અને વેપાર આપનાર બુધ, માયાવી ગ્રહ રાહુ અને ધન આપનાર શુક્ર મીન રાશિમાં સ્થિત થશે. જેના કારણે મીન રાશિમાં ચતુર્ગ્રહી યોગ બનશે. આવો જાણીએ આ ગ્રહણની 12 રાશિઓ પર શું અસર પડશે.
Solar Eclipse Effects on Zodiac signs : મીન રાશિ અને રેવતી નક્ષત્રમાં લાગશે ગ્રહણ
વૈદિક પંચાગ અનુસાર વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ મીન રાશિ અને રેવતી નક્ષત્રાં લાગવા જઈ રહ્યું છે. જ્યારે ગ્રહણ દરમિયાન રાહુ અને ગુરુ શુક્ર મીન રાશિમાં વિરાજમાન રહેશે.
54 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે આ સંયોગ
વૈદિક પંચાંગ અનુસાર આજે વર્ષ 2024નું પહેલું સૂર્ય ગ્રહણ લાગશે. અને આ એક પૂર્ણ સૂર્ય ગ્રહણ હશે. સૂર્ય ગ્રહણનો સમય 5 કલાક 25 મિનિટ રહશે. જ્યારે સાડા સાત મિનિટ સમય સુધી આખી ધરતી પર અંધારું છવાઈ જશે. આવો સંયોગ 54 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે.

આ રાશિઓ પર ગ્રહણની શુભ અસર પડશે
વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્યગ્રહણ મેષ, મિથુન, સિંહ, કન્યા, કર્ક અને તુલા રાશિના લોકો માટે શુભ રહેશે. આ સમય દરમિયાન તમને અણધાર્યા પૈસા મળશે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન તમે નવું વાહન અને મિલકત ખરીદી શકો છો. તમે તમારા પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરશો અને તમારા જીવનમાં પ્રગતિના દ્વાર ખુલશે. તેમજ જે લોકો વેપારી વર્ગના છે તેઓને આ સમયે સારો આર્થિક લાભ મળી શકે છે.
આ પણ વાંચોઃ- Surya Grahan 2024: સૂર્ય ગ્રહણ ની દરેક ક્ષણને કેદ કરવા NASA નો માસ્ટર પ્લાન, આકાશમાં 15000 ફૂટે ફરશે જેટ પ્લેન
નવા ઓર્ડર મળી શકે છે. અચાનક અટકેલા પૈસા મળવાથી તમારી ઘણી યોજનાઓ પૂર્ણ થઈ શકે છે. સાથે જ મનોકામનાઓ પણ પૂર્ણ થશે. આ સમયે સ્પર્ધાત્મક વિદ્યાર્થીઓને કોઈપણ પરીક્ષામાં સફળતા મળી શકે છે. રોકાણમાં પણ તમને નફો મળશે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે.
આ રાશિઓ માટે ગ્રહણ અશુભ સાબિત થઈ શકે છે
જ્યોતિષ અનુસાર સૂર્ય ગ્રહણ વૃશ્ચિક, કુંભ, મીન અને મકર રાશિના લોકો માટે થોડું નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ સમયે તમે કોઈ વાતને લઈને તણાવમાં રહી શકો છો. આ સમયે તમારે કાર્યસ્થળ પર બેદરકારીથી બચવું જોઈએ. ઉપરાંત, તમારે આ સમયે નવા રોકાણથી બચવું જોઈએ. ઓફિસમાં તમારા સહકર્મીઓ સાથે ઝઘડો થઈ શકે છે.
આ પણ વાંચોઃ- આ દેશોમાં જોવા મળશે વર્ષનું પહેલું અને સૌથી લાંબુ પૂર્ણ સૂર્યગ્રહણ? જાણો ક્યારે અને કેવી રીતે જોઈ શકશો લાઈવ
તમારા મંતવ્યો પરિવારના સભ્ય સાથે મેળ ખાતા ન હોવાને કારણે મતભેદ થઈ શકે છે. ઉપરાંત, પૈસાનો બિનજરૂરી ખર્ચ થઈ શકે છે.આ સમયગાળા દરમિયાન તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. વૃષભ અને તુલા રાશિના લોકો પર ગ્રહણની મિશ્ર અસર રહેશે. આ લોકોને આર્થિક બાબતોમાં સારો લાભ મળશે. પરંતુ કોઈ બાબતને લઈને તણાવ થઈ શકે છે.