હનુમાનજીને સપનામાં જોવું શુભ કે અશુભ, જાણો શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર

Dream Interpretation : સ્વપ્ન શાસ્ત્ર (swapna shastra) માં તમને કઈ પ્રકારનું સપનું આવે છે તેના પરથી કેટલાક સંકેત જણાવવામાં આવ્યા છે. તો જોઈએ હનુમાનજીને સપના (Hanumanji in dream) માં જોવા શુભ છે કે અશુભ.

Written by Kiran Mehta
Updated : December 13, 2022 18:56 IST
હનુમાનજીને સપનામાં જોવું શુભ કે અશુભ, જાણો શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર
સપનામાં હનુમાનજીને જોવું શુભ કે અશુભ

Dream Interpretation: સ્વપ્નમાં ભગવાનને જોવું એ એક શુભ સંકેત માનવામાં આવે છે. મા લક્ષ્મીને સપનામાં જોવાથી ધંધામાં ધન અને લાભ થાય છે. ચાલો જાણીએ કે હનુમાનજીને સપનામાં જોવું શુભ છે કે અશુભ.

શાસ્ત્રો અનુસાર, હનુમાનજીને ભગવાન શિવનો અગિયારમો રુદ્ર અવતાર માનવામાં આવે છે. જેમને હનુમાનજીના આશીર્વાદ મળે છે. તેમનાં બધાં જ બગડેલા કામ પાર પડી જવાની માન્યતા છે.

સ્વપ્નમાં હનુમાનજીની મૂર્તિ જોવી

સપનામાં હનુમાનજીની મૂર્તિ જોવાનો અર્થ છે કે, તમારી મનોકામના જલ્દી પૂર્ણ થઈ શકે છે. તો, સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, તમારી બધી સમસ્યાઓ પણ ટૂંક સમયમાં હલ થઈ શકે છે.

સ્વપ્નમાં પંચમુખી હનુમાનજીની મૂર્તિ જોવી

સ્વપ્નમાં પંચમુખી હનુમાનજીની મૂર્તિ જોવી એ શુભ સંકેત માનવામાં આવે છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, તમે જલ્દીથી દેવામાંથી છુટકારો મેળવી શકો છો.

સ્વપ્નમાં હનુમાનજીનું મંદિર જોવું

તમારા સપનામાં હનુમાનજીનું મંદિર જોવાનો અર્થ છે કે તમે કોઈ મન્નત રાખી હતી, જે હજુ સુધી પૂર્ણ થઈ નથી. સ્વપ્ન વિજ્ઞાન અનુસાર તમારે તે મન્નત જલદી પૂર્ણ કરવી જોઈએ.

સ્વપ્નમાં હનુમાનજીની ગદા જોવી

સ્વપ્ન વિજ્ઞાન અનુસાર, સ્વપ્નમાં હનુમાનજીની ગદા જોવી ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. એટલે કે હનુમાનજી હંમેશા તમારી સાથે છે. તમે પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધો, તમારું કાર્ય ચોક્કસપણે પૂર્ણ થશે.

હનુમાનજીને સપનામાં આડા પડેલા જોવા

હનુમાનજીને સ્વપ્નમાં સૂતેલા જોવું પણ શુભ માનવામાં આવે છે. સ્વપ્ન શાસ્ત્ર મુજબ, જ્યારે આવું થાય છે, ત્યારે તમે અથવા તમારા પરિવારને જે પણ લાંબી બીમારી છે. તે જલ્દી સ્વસ્થ થઈ જાય છે.

આ પણ વાંચોઆ દેવતાઓની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે, દુઃખમાંથી મુક્તિ આપે છે, હવે શનીની સાડાસાતી કઈ રાશિમાં શરૂ થશે?

હનુમાનજીને સપનામાં હસતા જોવા

તમારા સપનામાં હનુમાનજીને હસતા જોવાનો અર્થ છે કે તમારી કોઈપણ ઈચ્છા જલ્દી પૂર્ણ થઈ શકે છે. સ્વપ્ન વિજ્ઞાન અનુસાર, સ્વપ્નમાં બાળક હનુમાનને જોવાનો અર્થ એ છે કે, ઘરમાં જલ્દી સુખ આવી શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ