scorecardresearch

શું તમે ક્યારેય તમારા સપનામાં તમારા લગ્ન થતા જોયા છે? જાણો સ્વપ્ન શાસ્ત્ર શું કહે છે

swapna shastra : જો તમે ડરામણા સ્વપ્ન (Dream Interpretation) જોઈ લો તો ગભરાવાની જરૂર નથી. કારણ કે જો સપનામાં પણ કેટલીક ડરામણી વસ્તુઓ જોવા મળે છે તો વાસ્તવિક જીવનમાં તેના સંકેતો શુભ બની શકે છે. કેટલીકવાર લોકો લગ્નનું સ્વપ્ન (marriage dream) જુએ છે, તો જોઈએ સપનામાં પોતાના લગ્ન, અન્યના લગ્ન જોવા મળે તો તેનો શું અર્થ થાય

શું તમે ક્યારેય તમારા સપનામાં તમારા લગ્ન થતા જોયા છે? જાણો સ્વપ્ન શાસ્ત્ર શું કહે છે
સપનામાં લગ્ન દેખાય તો તેનો અર્થ શું થાય?

swapna shastra : રાત્રે ઊંઘ્યા પછી સપના જોવું ( Dream Interpretation) એ સામાન્ય બાબત છે. ક્યારેક કોઈ સ્વપ્ન આપણને ખુશ કરી દે છે તો ક્યારેક તે આપણને ઘણા ડર સાથે જગાડી દે છે. વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્રિમાં જે રીતે માનવ જીવનમાં બનતી ઘટનાઓના કારણો, અર્થ વગેરે વિશે જણાવવામાં આવ્યું છે. તેવી જ રીતે સ્વપ્ન વિજ્ઞાનમાં પણ જોવા મળતી વસ્તુઓ, તેનો અર્થ અને વાસ્તવિક જીવન સાથેના સંબંધ વિશે જણાવ્યું છે.

તેથી જો તમે ડરામણા સ્વપ્ન જોઈ લો તો ગભરાવાની જરૂર નથી. કારણ કે જો સપનામાં પણ કેટલીક ડરામણી વસ્તુઓ જોવા મળે છે તો વાસ્તવિક જીવનમાં તેના સંકેતો શુભ બની શકે છે. કેટલીકવાર લોકો લગ્નનું સ્વપ્ન જુએ છે. કોઈ વ્યક્તિ અથવા પોતે લગ્ન કરવાનું સ્વપ્ન જોવે, વરને જોવો, વરને લગ્નનો પોશાક પહેરેલો જોવા. સ્વપ્ન વિજ્ઞાન કહે છે કે તેની પાછળ એક વિશેષ અર્થ છે. રાત્રે સ્વપ્ન જોવું સામાન્ય છે. સવારે ઉઠતાની સાથે જ આપણે સ્વપ્નમાં જે જોયું તેનો અર્થ શોધવાનું શરૂ કરીએ છીએ. કેટલાક લોકોના સપના લગ્ન સાથે જોડાયેલા હોય છે. આ સપનાનો અર્થ સ્વપ્ન વિજ્ઞાનમાં સમજાવવામાં આવ્યો છે.

સ્વપ્નમાં યુગલને જોડામાં જોવું

જો તમને સપનામાં યુગલની જોડી દેખાય તો તે અશુભ ઘટનાનો સંકેત છે. તેનો અર્થ એ છે કે, ટૂંક સમયમાં તમારા જીવનમાં કોઈ નાણાકીય સમસ્યા આવવાની છે. તેથી, જો તમને પણ આવું સ્વપ્ન આવ્યું છે, તો તરત જ બિનજરૂરી ખર્ચાઓ પર કાબૂ મેળવો.

સ્વપ્નમાં પોતાની જાતને લગ્ન કરતી જોઈ

જો તમે સ્વપ્નમાં પોતાને લગ્ન કરતા જુઓ છો, તો આવા સ્વપ્નને શુભ માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે, તમારું વિવાહિત જીવન સુખી રહેશે અને તમારા જીવનસાથી સાથે સારું બોન્ડિંગ રહેશે. આ પતિ-પત્ની વચ્ચે વધતી નિકટતા અને પ્રેમના સંકેતો છે.

સ્વપ્નમાં બીજાના લગ્ન જોવા

સ્વપ્ન વિજ્ઞાન અનુસાર જો તમે કોઈ અન્ય યુગલને લગ્ન કરતા જોશો તો તે અશુભ ગણાય છે. ટૂંક સમયમાં તમારે જીવનમાં સંકટનો સામનો કરવો પડશે. તેનો અર્થ એ પણ છે કે, કોઈ કામમાં નિષ્ફળતાને કારણે જીવનમાં સમસ્યાઓ આવશે.

સ્વપ્નમાં કન્યાને લહેંગામાં જોવી

જો તમે સપનામાં કન્યાને લગ્નનો લહેંગા પહેરેલી જુઓ છો, તો તે તમારા જીવનમાં ખુશીની નિશાની છે. તેનો અર્થ એ છે કે તમને જલ્દી કોઈ સારા સમાચાર મળશે અને ઘરમાં ધનલક્ષ્મીનું આગમન થશે.

સ્વપ્નમાં વરરાજાને ચાલતો જોવો

જો તમે તમારા સપનામાં વરરાજાને ચાલતા જોશો તો તે અશુભ ઘટનાનો સંકેત છે. સ્વપ્ન વિજ્ઞાન અનુસાર, તે તમારા પરિવારના કોઈપણ સભ્ય માટે ભવિષ્યમાં કોઈ ગંભીર બીમારીનો સંકેત છે. તેથી, આ પ્રકારનું સ્વપ્ન આવતાં જ તમારે સાવધાન થઈ જવું જોઈએ અને તમારી અને તમારા પરિવારની તબીબી તપાસ કરાવવી જોઈએ.

Web Title: Swapna shastra dream interpretation you seen your wedding dreams