Tarot Card Weekly Prediction: દરેક રાશિની આ સપ્તાહે કેવી રહેશે હેલ્થ, કારકિર્દી અને સંબંધોમાં શું આવશે ઉતાર-ચડાવ તે પ્રિડીકશન ટેરો કાર્ડ્સ દ્વારા. સાથે જ એન્જલ મેસેજ પણ. (20 નવેમ્બરથી 26 નવેમ્બર)
મેષ (અ.લ.ઈ)
હેલ્થ: કાર્ડ્સ જણાવી રહ્યા છે કે, આ સપ્તાહે તમારું સ્વાસ્થ્ય ,ખૂબ જ સારું રહેશે. ખાસ કરીને સ્ત્રીઓ સ્વાસ્થ્ય બાબતે નિશ્ચિંત રહી શકે છે. બને તેટલો વધુ સમય પોતાના માટે કાઢીને નેચરની નજીક રહેવું.
કરિયર: જોબ કરતા લોકોને બોસની સાથે પ્રોબ્લેમ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. તમારી ક્રિએટીવીટી અને નવા આઈડીયાઝનો સ્વીકાર ના થાય તો ચિંતા કરવી નહિ અને જેમ બોસ કહે છે તે રીતે જ આ સપ્તાહે કામ કરવું.
રિલેશનશિપ: પરિવારના સભ્યો અને મિત્રો સાથેના સંબંધો સામાન્ય રહે. કોઈ પણ પ્રકારની દેખા દેખીમાં જવું નહિ.
એન્જલ મેસેજ: કોઈ પણ નેગેટિવ કે ટોક્સિક એનેર્જી તમે ગ્રહણ કરી હોય તે ક્લિયર થાય તે માટે એન્જ્લ્સને પ્રાર્થના કરવી.
વૃષભ (બ.વ.ઉ)
હેલ્થ: આ સપ્તાહે તમને માથાના દુઃખાવાનો પ્રોબ્લેમ હેરાન કરી શકે છે. જૂની બીમારી પરત આવી શકે છે. ઘણા સમયથી એક જ વાતાવરણમાં રહીને તમે પોતાની જાતે જ સિકનેસ તરફ જઈ રહ્યા છો. ટ્રાવેલ કરવાથી અને એકસરસાઈઝ કરવાથી ફાયદો રહે.
કરિયર: જોબ બદલવાનો નિણર્ય તાત્કાલિક ધોરણે લેવો નહિ. તમને જે મુશ્કેલી પડતી હોય તે તમારા બોસ સાથર શેર કરો. તમારી ટેલેન્ટને વધુ મઠારવાનો પ્રયત્ન કરવો.
રિલેશનશિપ: સ્ત્રી મિત્ર પાસેથી મદદ મળી રહેશે. ઘરની દરેક સ્ત્રીનું સન્માન જાળવશો તો તેમના આશીર્વાદથી મદદ મળી રહેશે.
એન્જલ મેસેજ: જે વર્તનના કારણે તમને દુઃખ પહોંચે અને જેના લીધે તમારી મનની ઈચ્છા સુધી તમે પહોંચી શકતા નથી તેવી આદતો રિલીઝ કરવાનો સમય આવી ગયો છે.
મિથુન (ક.છ.ઘ)
હેલ્થ: આ રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય ઓલઓવર સામાન્ય રહેશે. સ્ટ્રેસ લેવો નહિ.
કરિયર: તમે ઘણા સમયથી જે અચિવમેન્ટની રાહ જોઈ રહ્યા હતા તે આ સપ્તાહે મળી શકે છે. નવી જોબ કે બિઝનેસ તકો પણ ખુકી શકે છે, વિચાર્યું ના હોય તેવી વ્યક્તિ પાસેથી કરિયરમાં માર્ગદર્શન મળી રહેશે.
રિલેશનશિપ: ખાસ કરીને લાઈફ પાર્ટનર સાથેના સંબંધોને તમારી કલ્પનાની વ્યાખ્યામાં બાંધવાની કોશિશ કરશો તો હતાશ થશો. જે રીતે પરિસ્થિતિ છે તેમાં માત્ર તેઓ જ પ્રયત્ન કરે તેમ આશા રાખીને બેસી રહેવું નહિ.
એન્જલ મેસેજ: જયારે પણ નર્વસનેસ અનુભવાય ત્યારે માત્ર પોતાના કામ અને એક્શન પર ફોકસ કરવું.
કર્ક (ડ.હ)
હેલ્થ: કાર્ડ્સ કહી રહ્યા છે કે, સ્વાસ્થ્યમ અ આ સપ્તાહે નાની મુશ્કેલી આવી શકે છે પરંતુ, તેની ચિંતા કરવાની જરૂર નથી. બહાર જતા સમયે બોડીનું યોગ્ય પ્રોટેક્શન કરીને નીકળવાથી હેલ્થ સચવાઈ રહે. માથા કે કાનના દુઃખાવાનો પ્રોબ્લેમ થઇ શકે છે.
કરિયર: તમારા કરિયરમાં તમારે શું અચિવ કરવું છે? તે પ્રશ્ન પોતાની જાતને પૂછીને જે જવાબ મળે તે માર્ગ પર આગળ વધવું. ભવિષ્યનું વધારે પડતું વિચારીને વર્તમાનમાં મળેલી તક જવા દેવી નહિ.
રિલેશનશિપ: ફેમિલી અને નજીકના લોકો તરફથી લગ્ન અને કરિયર બંને બાબતોનું પ્રેશર આવી શકે છે. તેવા સમયમાં કોઈ પણ રિએક્શન આપવું નહિ અને પોતાના ઈમોશન્સ કાબૂમાં રાખવા. મેડીટેશનથી ફાયદો થાય.
એન્જલ મેસેજ: તમારી ચિંતાઓ કે ઇચ્છાઓ એક કાગળ પર લખીને તે કાગળ એક ડબ્બીમાં મૂકી દો, તે ડબ્બી ઘરના મંદિરમાં મૂકવી અને પ્રાર્થના કરવી કે, આ બાબતોમાં હેલ્પ કરો.
સિંહ (મ.ટ)
હેલ્થ: આ સપ્તાહ સ્વાસ્થ્ય બાબતે ઓવરઓલ પોઝિટીવ રહેશે. જો કે, બેક પેઈન અને પગના દુઃખાવાનો જૂનો ઈશ્યુ હોય તો તે હેરાન કરી શકે છે. જરૂરી કસરત અને કેર લેવી જરૂરી.
કરિયર: જો તમારા લેડી બોસ હોય તો તેમની તરફથી ઇન્ક્રીમેન્ટ આવે અને તમારા કામની નોંધ થાય તેવી શક્યતા જણાઈ રહી છે. સફળતા મળે તેનો શ્રેય શેર કરવાનું જરૂરી છે.
રિલેશનશિપ: નજીકના લોકો સાથેના સંબંધો સુમેળ ભર્યા રહેશે. જે વ્યક્તિ જેવી છે તેવી જ સ્વીકારવાની તૈયારી રાખવી.
એન્જલ મેસેજ: કોઈ પણ નેગેટિવ વિચાર આવે ત્યારે ‘કેન્સલ, ક્લિયર, ડિલીટ’ એમ બોલીને એ વિચારના સ્થાને કોઈ પોઝિટીવ વિચાર મૂકવો.
કન્યા (પ.ઠ.ણ)
હેલ્થ: કાર્ડ્સ કહી રહ્યા છે કે, સ્વાસ્થ્ય આ સપ્તાહે સામાન્ય રહેશે. જૂની બીમારી માંથી રાહત મળી શકે છે.
કરિયર: કરિયર બાબતે ખૂબ જ શાંતિ અનુભવાશે અને ગમતું કામ કરવાથી સફળતા અને યશ બંને મળશે. જો કે, પર્સનલ લાઈફ અને વર્ક લાઈફ બેલેન્સ કરવી અઘરી થાય તેમ બની શકે છે.
રિલેશનશિપ: જૂના સંબંધો કે જે નામના છે અને લાઇફમાં મુવ ઓન કરતા અટકાવી રહ્યા છે તેની પર પૂર્ણવિરામ મૂકવું જરૂરી છે.
એન્જલ મેસેજ: તમારા લાઈફ પર્પસ સુધી પહોંચવા માટે બુક્સ વાંચવી કે લખવી.
તુલા (ર.ત)
હેલ્થ: આ રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય સામાન્ય જણાઈ રહ્યું છે. અપચાના કારણે પેટનો દુઃખાવો થઇ શકે છે. બને તેટલો ગરમ ખોરાક લેવો.
કરિયર: ઘણા સમયથી કોઈ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હોવ અથવા ટાર્ગેટ અચિવ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોવ તેમાં સફળતા મળી શકે છે. ટીમ વર્ક કરવું અને સફળતાના ઇગોમાં આવવું નહિ.
રિલેશનશિપ: તમારા અંગત સંબંધોમાં ઘણા બધા બદલાવો આવી રહ્યા છે. કોઈ નવી વ્યક્તિ પ્રવેશ કરે તેમ પણ બની શકે છે. જે બદલાવ આવી રહ્યા છે તે સ્વીકારીને આગળ વધવું.
એન્જલ મેસેજ: તમારા વિચારો અને એક્શન મેચ થાય તે ખૂબ જરૂરી છે.
વૃશ્ચિક (ન.ય)
હેલ્થ: હાથનો દુઃખાવો રહી શકે છે અને ઈમોશન્સ નહિ સમજી શકવાના કારણે બોડી પેઈન રહી શકે છે. એ સિવાય સ્વાસ્થ્ય બાબતે સપ્તાહ હકારાત્મક રહેશે.
કરિયર: જે પણ કારકિર્દી તરફ તમે આગળ વધી રહ્યા છો અથવા જે કામ તમે કરી રહ્યા છો તે પૂરી રીતે કરો. કોઈ પ્રકારના ડાઉટ વિના પોતરાનું કામ સમર્પણની ભાવના સાથે કરતા રહેવું.
રિલેશનશિપ: તમારા વિચારો અન્ય લોકો સાથે મેચ ના થવાથી મુશ્કેલી ઉભી થઇ શકે છે. ઈગોના કારણે પ્રોબ્લેમ ના આવે તેનું ધ્યાન રાખવું.
એન્જલ મેસેજ: પોતાનું હિલીંગ કરવા માટે આર્કેન્જ્લ રાફેલને પ્રાર્થના કરવી.
ધન (ભ.ફ.ધ)
હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે કોઈ પણ ચિંતા કરવાની જરૂર આ સપ્તાહે નથી. કાર્ડ્સ મુજબ પડવા-આખડવાથી સાચવવું.
કરિયર: નવી તકો આવી શકે છે પરંતુ ડર અને રિસ્ક નહિ લઇ શકવાના કારણે તકો ખોઈ શકો છો. નવું શરુ કરવા માટે જૂનું કામ છોડવાનો નિર્ણય લેવો જ પડશે.
રિલેશનશિપ: અંગત સંબંધોમાં અમુક હકીકતો સામે આવી શકે છે. કોઈના પણ પ્રભાવમાં આવીને કોઈ પણ નવા સંબંધો બનાવવાના કે તોડવાના નિણર્યો લેવા નહિ.
એન્જલ મેસેજ: રોઝ કવોર્ટ્ઝ અને એમેથિસ્ટ ક્રિસ્ટલ સાથે રાખવાથી લાભ થશે.
મકર (ખ.જ)
હેલ્થ: સ્ટ્રેસ અને ડીપ્રેશન આવી શકે છે. સૂર્યના તડકામાં બેસીને મેડીટેશન કરવું. પોતાની સિચ્યુએશનમાંથી બહાર આવવા પોતે જવાબદારી લેવી અને એક્શન ઓરિએન્ટેડ બનવું.
કરિયર: સ્લો અને સ્ટડી પ્રોગ્રેસ કરિયરમાં આવશે. કોઈ પણ ઉતાવળિયા નિર્ણયો લેવા નહિ.
રિલેશનશિપ: આ બાબતે તમારી અપેક્ષાઓ હર્ટ થવાના ચાન્સીસ છે.
એન્જલ મેસેજ: તમારા આધ્યાત્મના વે પર આગળ વધવા માટે વર્કશોપ અને સેમિનાર્સ એટેન્ડ કરવાથી હેલ્પ મળી રહેશે.
કુંભ (ગ.શ.સ.ષ)
હેલ્થ: કાર્ડ્સ જણાવી રહ્યા છે કે, આ સપ્તાહે સ્વાસ્થ્ય બાબતે ખૂબ જ સંભાળવું પડશે. પોતાના ઈમોશન્સ અને વિચારોની ઉપર જઈને પોતાની જાતને મહત્ત્વ આપવાથી મેન્ટલ ઇશ્યુઝ સમજાશે તો હેલ્થ સારી થશે.
કરિયર: કરિયરમાં લાંબા સમયથી ચાલી રહેલી સ્ટ્રગલ હવે થોડી ઓછી થતી દેખાશે. મેડીટેશન કરવું અને તમારા ઈમોશન્સના કારણે કોઈ ખોટા નિણર્ય ના લેવાય તેનું ધ્યાન રાખવું.
રિલેશનશિપ: નજીકના સંબંધોને ગ્રાન્ટેડ લેવાના કારણે ઝગડા થઇ શકે છે. કોઈ પણ નવો ઇનિશિએટીવ લેવા માટે અને સંબંધોમાં નવી એનર્જી લાવવા માટે એક્શન લેવા.
એન્જલ મેસેજ: સૂર્યના તડકામાં વહેલી સવારે બેસીને મેડીટેશન કરવું.
મીન (દ.ચ.ઝ.થ)
હેલ્થ: વધુ પડતા વિચારો અને તણાવના કારણે બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ આવી શકે છે. હાર્ટ પ્રોબ્લેમના દર્દીઓએ ખાસ સાચવવું.
કરિયર: ઓફિસમાં અમુક લોકો પ્રોબ્લેમ ક્રિએટ કરવાનો પ્રયત્ન કરશે પરંતુ તમારે તમારું કામ કરવું અને પોતાનું નોલેજ કે ટેલેન્ટ પ્રૂવ ટ્રાય કરવાનો કરવો નહિ. પરિસ્થિતિ પ્રેમથી ટેકલ કરવી.
રિલેશનશિપ: મહત્ત્વના નિર્ણયો લેવામાં પરિવારના સભ્યોની ખૂબ જ દખલગીરી રહી શકે છે. તેવામાં પોતાની સમજણપૂર્વક નિર્ણય લેવો, અન્ય લોકોની નેગેટિવીટી પર ફોકસ કરવું નહિ.
એન્જલ મેસેજ: તમારા પેરેન્ટ્સ સાથે રિલેશનશિપ આ સપ્તાહે સુધારવાનો પ્રયત્ન કરવો.