scorecardresearch

chandra grahan 2023: વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ આ રાશિઓ માટે બની શકે છે ભારે, ધન હાનીના સંકેતો, સ્વાસ્થ્યનું ધ્યાન રાખો

chandra grahan 2023 date time : પંચાંગ અનુસાર આ દિવસે આખો દિવસ ચંદ્ર તુલા રાશિમાં સંચાર કરશે. ચંદ્ર ગ્રહણની અસર દરેક રાશિના જાતકોના જીવન ઉપર જોવા મળશે.

chandra grahan 2023, chandra grahan 2023 date time
વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ

chandra grahan 2023 rashifal : વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ મે મહિનામાં લાગશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૈશાખ માસના શુક્લપક્ષની પૂર્ણિમા તિથિ એટલે કે વૈશાખ પૂર્ણિમાના દિવસે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ લાગશે. આ ચંદ્ર ગ્રહણ ઉપચ્છાયા ચંદ્ર ગ્રહણ છે. જે ભારતમાં નજર નહીં આવે. પરંતુ ચંદ્રગ્રહરણની અસર દરેક રાશિના જાતકોના જીવન ઉપર પડી શકે છે.

પંચાગ અનુસાર આ દિવસે આખો દિવસ ચંદ્ર તુલા રાશિમાં સંચાર કરશે. ચંદ્ર ગ્રહણની અસર દરેક રાશિના જાતકોના જીવન ઉપર જોવા મળશે. પરંતુ ચાર રાશિના જાતકો જેમને થોડું સંભાળીને રહેવાની જરૂર છે. કારણ કે આ રાશિઓને શારીરિક, માનસિક અને આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડશે. તો જાણો વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ કઇ કઇ રાશિઓની મુશ્કેલીઓ વધાર શકે છે.

ક્યારે છે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ 5 મેના રોજ રાત્રે 8.45 વાગ્યે શરુ થશે. જે મોડી રાત્રે 1 વાગ્યે સમાપ્ત થશે. તેની સાથે જ ઉપચ્છાયાથી પહેલા સ્પર્શ 8.45 વાગ્યા પર છે. તેની સાથે જ પરમગ્રાસ ચંદ્ર ગ્રહણનો સમય રાત્રે આશરે 10.53 મિનિટ પર હશે.

આ પણ વાંચોઃ- Hanuman jyanti 2023 : ક્યારે છે હનુમાન જ્યંતિ? જાણો શુભ મુહૂર્ત,યોગ, પૂજા વિધિ, ભોગ અને મંત્ર વિશે

ક્યારે શરુ થશે ચંદ્ર ગ્રહણનું સુતક કાળ

શાસ્ત્રો અનુસાર ગ્રહણ લાગ્યાના આશરે 9 કલાક પહેલા જ સુતક કાળનો પ્રારંભ થઇ જાય છે. પરંતુ આ વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ ભારત દેખાતું નથી. એટલે સુતક કાળ માન્ય નહીં હોય.

મેષ રાશિ

વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ મેષ રાશિના જાતકો માટે હાનિકારક સાબિત થઇ શકે છે. આ રાશિના જાતકો માનસિક અને શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. નાના નાના કામમાં કોઇ ના કોઈ મુશ્કેલીઓ આવી શકે છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને વધારે મહેનત કરવી પડી શકે છે. રોકાણ કરવાનો વિચાર રાખો છો તો થોડી રાહ જોવી પડશે. કારણ કે આ સમય રોકાણ કરવાથી ધનની હાની થઇ શકે છે.

આ પણ વાંચોઃ- આ દેવી-દેવતાઓની સામે ક્યારેય ગોળ વાટનો દીવો ન પ્રગટાવો, માતા લક્ષ્મી ક્યારેય ઘરમાં નહીં રહે, હંમેશા બીમાર રહેશો

વૃષભ રાશિ

આ રાશિના જાતકોએ થોડું સંભાળીને રહેવાની જરૂરત છે. લગ્ન જીવનમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. આવી સ્થિતિમાં પતિ પત્ની એક બીજાને સમજવાની કોશિશ કરો. નહીં તો સંબંધોમાં ખટાશ આવી શકે છે. કાર્યસ્થળમાં થોડું સંભાળીને રહેવું. કોઈ સહકર્મી તમારા કામનો ફાયદો ઉઠાવી શકે છે.

કર્ક રાશિ

આ રાશિના જાતકોને સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. પારિવારિક કંકાસના કારણે મન વિચલિ થઇ શકે છે. ક્રોધ કરવાથી બચો કારણ કે આનાથી બનેલા કામ બગડી શકે છે. કોઇપણ ધન સંબંધિત લેવડ-દેવડ કરવાથી બચો.

તુલા રાશિ

વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ તુલા રાશિના જાકો માટે થોડી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. બનેલા કામ બગડી શકે છે. આર્થિક સ્થિતિ પર પણ ખરાબ અસર પડી શકે છે. એટલા માટે વધારે ખર્ચા કરવાથી બચો.

Web Title: The first lunar eclipse of the year can be overwhelming for these zodiac signs

Best of Express