Today Horoscope, આજનું રાશિફળ : ધન રાશિના જાતકો ગુપ્ત શત્રુઓ અને ઇર્ષ્યાવાળા સાથીઓથી સાવચેત રહો

today Horoscope, 16 may 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ.

today Horoscope, 16 may 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
tuesday horoscope | today horoscope | aaj nu rashifal

મંગળવારનું રાશિફળ

today Horoscope, 16 may 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. (ચિરાગ દારુવાલા દ્વારા - જ્યોતિષી બેજન દારૂવાલાના પુત્ર)

Advertisment

મેષ - આજનું રાશિફળ

ગણેશજી કહે છે, આજે કોઈ અચાનક સારા સમાચાર આવશે. કાર્ય-વ્યવસાયના ક્ષેત્રમાં તણાવથી દૂર રહો. બદલાતા વાતાવરણમાં નવી યોજના સફળ થશે. જૂના ઝઘડા અને પરેશાનીઓથી છૂટકારો મેળવો. અધિકારીઓ સાથે સુમેળ વધશે. નિરાશાજનક વિચારોને ધ્યાનમાં ના આવવા દો, સમય ખૂબ અનુકૂળ છે.

વૃષભ - આજનું રાશિફળ

ગણેશજી કહે છે, ઉચ્ચ અધિકારીઓની નિકટતાથી લાભ મેળવવાની તક દિવસભર રહેશે. આયાત-નિકાસનો વ્યવસાય શરૂ કરવાનો નિર્ણય આજે લઈ શકાય છે. આધ્યાત્મિકતા અને ધર્મમાં રુચિ વધશે. આ સમયનો ઉપયોગ કરીને તમારા સિતારા ચમકશે. પરિવારમાં સારો સમય પસાર થશે.

મિથુન - આજનું રાશિફળ

ગણેશજી કહે છે, આજે ખૂબ સંઘર્ષ કર્યા પછી તમને પરેશાનીઓમાંથી થોડી રાહત મળશે. ધીરે ધીરે હવે નસીબ પણ તમને ટેકો આપશે. તમને જણાવી દઇએ કે આજે તમને વધતી આર્થિક મુશ્કેલીઓમાંથી પણ રાહત મળશે. આજે દૂરની યાત્રા પણ થઈ શકે છે. નાના પાર્ટ ટાઇમ બિઝનેસ માટે સમય નીકાળવાનું સરળ રહેશે.

Advertisment

કર્ક - આજનું રાશિફળ

ગણેશજી કહે છે, આજે તમે વધુ ભાવનાત્મક થઈ શકો છો. પરિવારમાં તમે ભાઈ-બહેનો વિશે વિચારશો, તમે તેઓને જરૂરી સહયોગ પણ આપશો. તમે કોઈ બાબતમાં ચિંતિત રહી શકો છો. ઉતાવળમાં મોટા નિર્ણયો ના લેશો. જો તમે મુસાફરી કરવાની યોજના ઘડી રહ્યા છો તો પછી પરિવારમાં સહમતિ સાધો. તમને ક્ષેત્રમાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

સિંહ - આજનું રાશિફળ

ગણેશજી કહે છે, આજે તમારા પરિવારમાં કોઈ શુભ કાર્યના આયોજનની ચર્ચા થશે. તમારા જીવનધોરણને સુધારવા માટે તમારે ફક્ત તે વસ્તુઓ ખરીદવી જોઈએ જે કાયમી ઉપયોગની હોય. સાંજના સમયે કોઈ વિશેષ મહેમાન આવી શકે છે.

કન્યા - આજનું રાશિફળ

ગણેશજી કહે છે, આજે સામાજિક અને ધાર્મિક કાર્યોમાં તમારી ભાગીદારીના કારણે માન-સન્માન વધશે. આજે ખરીદી અને વેચાણના ધંધામાં લાભ થશે. દિવસભર સારા સમાચાર પણ પ્રાપ્ત થશે. મિત્રોમાં રમૂજ વધશે. બિનજરૂરી મુશ્કેલીઓ ટાળો. મોસાળ તરફથી સહયોગ મળશે.

તુલા - આજનું રાશિફળ

ગણેશજી કહે છે, આજે તમારો સમય ઝડપથી આગળ વધવાનો છે. તમારી અનપેક્ષિત પ્રગતિ જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થશે. તમે પોતાની આ સિદ્ધિઓ જોઈ શકો છે. પ્રગતિની આ ગતિ જાળવવી એ તમારું મુખ્ય કાર્ય હોવું જોઈએ, નહીં તો ભવિષ્યમાં પ્રતિષ્ઠાને ફટકો પડશે. તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. જેથી કોઈ બેદરકારી ના થાય.

વૃશ્ચિક - આજનું રાશિફળ

ગણેશજી કહે છે, તમારે આજે એક વિશેષ પ્રકારની ભાગદોડ કરવી પડશે. તેના પરિણામો પણ ફાયદાકારક રહેશે. આ ક્ષણે તમે તમારા કાર્યને ઉત્સાહથી પૂર્ણ કરો. થોડા સમય પછી તમને વધુ સારી ડીલ મળશે. જો તમે નોકરીમાં હોવ તો પણ આજે તમને લાભ મળવાનો છે.

ધન: - આજનું રાશિફળ

ગણેશજી કહે છે, આજે પ્રગતિના ક્ષેત્રમાં ઘણા રસ્તાઓ ખુલશે. અભ્યાસ અને અધ્યાત્મમાં રસ વધારવો સ્વાભાવિક છે. ગુપ્ત શત્રુઓ અને ઇર્ષ્યાવાળા સાથીઓથી સાવચેત રહો. આજે કોઈને પૈસા ઉધાર ના આપો, તમને તે પાછું મળશે નહીં. માતા-પિતા અને ગુરુની સેવા અને ભગવાનની ઉપાસનામાં મનન કરવાનું ભૂલશો નહીં.

મકર - આજનું રાશિફળ

ગણેશજી કહે છે, આજે તમે કારણ વગર ચિંતામાં અને પરેશાન રહેશો. આજે કેટલીક સમસ્યાઓ વાસ્તવિક છે, તેમાંથી કેટલીક તમે તમારા સ્વભાવથી ઊભી કરી હોઈ શકે છે. સામાજિક અને વ્યાવસાયિક ક્ષેત્રમાં વિરોધીઓની ભીડ તમારી સામે ઊભી રહી શકે છે. તમે ફક્ત તમારી હિંમત અને બુદ્ધિથી આ લોકોને હરાવી શકો છો.

કુંભ - આજનું રાશિફળ

ગણેશજી કહે છે, આજે તમને કોઈ નવા સંપર્કથી લાભ મળશે. ભૂતકાળના સંદર્ભમાં સંશોધનથી પણ ફાયદો થઈ શકે છે. અટકેલા પૈસા મુશ્કેલીથી મળવા પામશે, રોજિંદા કામમાં નિરાશ ના થાઓ. વ્યાવસાયિક વિકાસથી આત્મવિશ્વાસ વધશે.

મીન - આજનું રાશિફળ

ગણેશજી કહે છે, આજે તમે વ્યવસાય વિશે ખાસ ચિંતા કરશો, કારણકે છેલ્લા ઘણા દિવસોથી ધંધાનો નિયમિત નથી. અસ્થિરતા તમને છોડતી નથી. જો તમે નોકરી-ધંધા વગેરે ક્ષેત્રે સંપૂર્ણ સુધારણા ઇચ્છતા હોવ તો તમારે આળસ અને આરામનો ત્યાગ કરવો પડશે. આજે તમારે તમારા કામમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે.

astrology આજનું રાશિફળ ધર્મ ભક્તિ રાશિફળ