Today live Darshan 6 January Ambaji temple : આજે પોષી પૂનમ એટલે અંબા માતાનો પ્રાગટ્ય દિવસ. ત્યારે અંબાજી સહિત વિવિધ મંદિરોમાં ઉજવણી થઈ રહી છે. વહેલી સવારથી જ કડકડતી ઠંડીમાં પણ ભક્તોનું ઘોડાપૂર અંબાજી મંદિર ખાતે ઉમટી પડ્યું હતું. માતાના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી હતી.
આજના વિશેષ દિવસે માતાજીના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરી રહ્યાં છે. તો મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિકો માટે ખાસ સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી હતી. આજના પાવન દિવસે સોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
358 સુવર્ણ કળશ ધરાવતું ભારત ભરમાં એક માત્ર શક્તિપીઠ છે. 51 શક્તિપીઠોમાં હૃદયસમુ અંબાજી લાખો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. અરવલ્લીની ગીરીમાળામાં આવેલ પવિત્ર યાત્રાધામ અંબાજી 240-20 ઉ અંક્ષાશ અને 720-51 રેખાંશ પર દરિયાઈ સપાટીથી 1600 ફુટની ઉંચાઈ પર આવેલ છે. જેની આજુબાજુ નજીકમાં આવેલ ગામોની થઈને વસ્તી આશરે 20000 જેટલી થાય છે.