ધર્મભક્તિ ડેસ્કઃ ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંથી એક ઉજ્જૈનમાં આવેલા મહાકલેશ્વર જ્યોતિર્લિંગનું પણ આગવું મહત્વ છે. મહાકાલેશ્વર મંદિરમાં શિવજીની રોજ ભસ્મની આરતી થાય છે. ભસ્મથી શિવલિંગ પર શ્રુંગાર કરવામાં આવે છે. શિવજીને ભસ્મ ઘણી પ્રિય છે. તે ભગવાનનો મુખ્ય શણગાર છે.
દરેક દેવી-દેવતાઓ શણગાર માટે સોના-ચાંદી અને હીરા-મોતીના આભૂષણ ધારણ કરે છે, પરતું શિવજીનું સ્વરૂપ સૌથી નિરાળું છે. મહાદેવ ભસ્મ અને નાગ ધારણ કરે છે. મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતીની પરંપરા ઘણા વર્ષોથી ચાલતી આવી છે, તેની પાછળ ઘણી માન્યતાઓ પ્રચલિત છે. સોમવારે મહાદેવના દર્શન કરવા અનોખું મહત્વ છે. ભારતમાં મહાદેવના અનેક મંદિરો છે. ભસ્મ આરતીથી જાણિતા એવા ઉજ્જૈનના મહાકાલેશ્વરના આજે ઘરે બેઠાં દર્શન કરાવીશું.