scorecardresearch

ઉત્પન્ના એકાદશીઃ કેમ મહત્વપૂરણ છે એકાદશીનું વ્રત? જાણો શું છે નિયમ અને પૌરાણિક મહત્વ

Utpanna Ekadashi 2022: માન્યતા અનુસાર હિન્દુ ધર્મમાં દરેક વ્રતોમાં એકાદશીનું વિશેષ મહત્વ છે. આ વ્રત રાખનારા લોકોના પાપ નષ્ટ થઈ જાય છે. આ સાથે જ બધી મનોકામના પણ પુરી થઈ જાય છે.

ઉત્પન્ના એકાદશીઃ કેમ મહત્વપૂરણ છે એકાદશીનું વ્રત? જાણો શું છે નિયમ અને પૌરાણિક મહત્વ
ઉત્પન્ના એકાદશી ફાઇલ તસવીર

Utpanna Ekadashi 2022: હિન્દુ ધર્મમાં દરેક વ્રતોનું પોતાનું આગવું મહત્વ હોય છે. માન્યતા અનુસાર હિન્દુ ધર્મમાં દરેક વ્રતોમાં એકાદશીનું વિશેષ મહત્વ છે. આ વ્રત રાખનારા લોકોના પાપ નષ્ટ થઈ જાય છે. આ સાથે જ બધી મનોકામના પણ પુરી થઈ જાય છે. ઉત્પન્ના એકાદશી કૃષ્ણ પક્ષમાં 20 નવેમ્બર 2022એ આવે છે.

ઉત્પન્ના એકાદશી 2022 મુહૂર્ત

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એકાદશી તિથિ 19 નવેમ્બર સવારે 10 વાગ્યે 32 મિનિટથી શરુ થઈને 20 નવેમ્બરે 10.44 વાગ્યા સુધી રહેશે. એકાદશી વ્રતનું પારણ 21 નવેમ્બર 2022 સવારે 48 મિનિટથી 8.55 મિનિટ સુધી કરી શકાશે.

ઉત્પન્ના એકાદશીનું મહત્વ

માન્યતા અનુસાર ઉત્પન્ના એકાદશી વ્રતનું મહત્વ અન્ય વ્રતો કરતા અનેક ગણું વધારે હોય છે. આ વ્રત રાખવા અને વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુની કૃપાથી મનોકામના પૂરી થાય છે. સાથે જ જીવનમાં ચાલી રહેલા સંકટથી પણ મુક્તિ મળી જાય છે.

ઉત્પન્ના એકાદશીની પૈરાણિક કથા

પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુની શક્તિઓથી ઉત્પન્ન થઈને એકાદશી માતાએ રાક્ષસ મુરનો વધ કર્યો હતો. એટલા માટે ઉત્પન્ના એકાદશી કહેવાય છે. માન્યતા છે કે આ વ્રતને રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. સાથે જ કરિયર, કારોબાર અને નોકરીમાં પણ સફળતા પ્રાપ્ત થયા છે.

ઉત્પન્ના એકાદશી વ્રતનો નિયમ
  • સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સારા કપડા પહેરો
  • વ્રત દશમીના દિવસે શરુ થાય છે, દશમીની રાત્રે ભોજન ગ્રહણ ન કરવું જોઈએ
  • ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરો અને ફળનો ભોગ લગાવો
  • વ્રતના બીજા દિવસે દ્વાદશી તિથિએ દાન કરો અને ગરીબોને ભોજન આપો
ઉત્પન્ના એકાદશી પર આ જ્યોતિષ ઉપાય કરો
  • આ દિવસે તુલસીના છોડની માટી લઈને તેને પાણીમાં મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ. માન્યતા છે કે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઠીક કરે છે.
  • પાંચ ગુંજાફળ સાથે ભગવાનની પૂજા કરો. માન્યા છે કે આવું કરવાથી વેપારમાં લાભ પ્રાપ્ત થાય છે. પૂજા બાદ ગુંજાફળને તિજોરીમાં રાખવું જોઈએ
  • ભગવાન વિષ્ણુ સાથે તુલસીની પણ વિધિ-વિધાન સાથે પૂજા કરવી જોઈએ. આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.

Web Title: Utpanna ekadashi why is the ekadashi fast important mythological significance puja vidhi

Best of Express