Solar Eclipse 2023: હિન્દુ ધર્મમાં ચૈત્ર અમાસનું વિશેષ મહત્વ છે. પંચાગ અનુસાર ચૈત્ર માસની અમાસ, દર્શ અમાસની સાથે સતુવાઇ અમાસના નામથી જાણિતી છે. આજના દિવસે સ્નાન કરવાની સાથે દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. આ સાથે જ પિતૃઓને તર્પણ અને પિંડદાન કરવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.અમાસનો દિવસ ખુબ જ ખાસ છે.કારણ કે આજે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ પણ લાગ્યું છે. અમાસના દિવસે કેટલાક નિયમોનું પાલન જરૂર કરવું જોઇએ. અમાસના દિવસે ભૂલો કરવાથી સુખ સમૃદ્ધિ, સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડે છે.
અમાસ ઉપર ન કરો આવા કામ
કોઇને ખાલી હાથે પાછા ન મોકલો
અમાસના દિવસે કોઈ જરૂરતમંદ અથવા સાધુ સંત તમારા દ્વાર પર આવે તો તેમને ક્યારે પણ ખાલી હાથે પાછા ન મોકલવા જોઇએ. પોતાની શ્રદ્ધા અને યોગ્યતા અનુસાર દાન કરવું જોઇએ.
ન કરો આ વસ્તુઓનું સેવન
અમાસના દિવસે સાત્વિક ભોજન કરવું જોઇએ. આ દિવસે માંસ-મદિરા ઉપરાંત લસણ, ડુંગળીનું પણ સેવન ન કરવું.
આ પણ વાંચોઃ- Solar Eclipse 2023 – Vaishakh Amas : સૂર્ય ગ્રહણની સાથે આ અમાસનો યોગ, સાંજે કરો આ કામ તો બનશે ધનલાભનો યોગ
આ જગ્યાઓ ઉપર ન જાઓ
શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે અમાસના દિવસે ભૂ પિશાચ જેવી નકારાત્મક ઉર્જા વધારે સક્રિય રહે છે. એટલા માટે સ્મશાન વગેરે જવાથી બચો.
તુલસી અને પીપળાના પત્તાના તોડો
અમાસના દિવસે સૂર્ય ગ્રહણ પણ લાગ્યું છે. આવી સ્થિતિમાં તુલસી અથવા પીપળાના પત્તા તોડવા ન જોઈએ. આવનાથી અશુભ ફળ પ્રાપ્તિ થઇ શકે છે.
બ્રહ્મચર્ચનું પાલન કરો
શાસ્ત્રો અનુસાર અમાસના દિવસે સદાચાર અને બ્રહ્મચર્ચનું પાલન કરવું જોઇએ.
અમાસ પર કરો આ કામ
- અમાસના દિવસે કેટલાક કામો કરવા શુભ માનવામાં આવે છે
- અમાસના દિવસે દાન કરવું શુભ માનવામાં આવે છે. આ દિવસે તલ, ચોખા અને સૂતરનું દાન કરવું શુભ હોય છે.
- અમાસ પર કોઇ બ્રાહ્મણ અથવા જરૂરતમંદને અન્ન, જળ અને વસ્ત્ર વગેરે જરૂર દાન કરો.
- આજે બપોરના સમયે ચોખાના લોટનો પિંડ બનાવીને પિતૃઓનું શ્રાદ્ધ જરૂર કરો.
- અમાસ પર નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે ભગવાન હનુમાનજીની પૂજા કરવાની સાથે મંત્રોનો જાપ કરવો જોઇએ.
- અમાસના દિવસે શનિદેવની પૂજા કરવાની સાથે તેલ અર્પણ કરવું જોઇએ.