Vastu Tips For Bedroom: સુખી લગ્ન જીવન માટેની વાસ્તુ ટીપ્સ; બેડરૂમમાં આ વસ્તુઓ ભૂલથી પણ ન રાખવી, પતિ-પત્ની વચ્ચે થશે ઝઘડો

Vastu Tips For Married Bedroom: વાસ્તુ શાસ્ત્ર અનુસાર સુધી લગ્ન જીવન માટે બેડરૂમમાં હિંસા અથવા યુદ્ધ દર્શાવતી તસવીરો ક્યારેયન લગાવવી જોઈએ. આવું કરવાથી પતિ-પત્ની વચ્ચે તણાવ વધી શકે છે.

Written by Ajay Saroya
December 26, 2023 20:33 IST
Vastu Tips For Bedroom: સુખી લગ્ન જીવન માટેની વાસ્તુ ટીપ્સ; બેડરૂમમાં આ વસ્તુઓ ભૂલથી પણ ન રાખવી, પતિ-પત્ની વચ્ચે થશે ઝઘડો
ઘર માટેની વાસ્તુ ટીપ્સ.

વિવાહિત બેડરૂમ માટે વાસ્તુ ટિપ્સ: વાસ્તુ શાસ્ત્રની આપણા જીવન પર ઊંડી અસર પડે છે, કારણ કે જો આપણું ઘર અથવા કાર્યસ્થળ વાસ્તુ પ્રમાણે ન હોય તો આપણા જીવનમાં ગરીબી આવે છે, જીવનમાં ભૌતિક સુખ-સુવિધાઓનો અભાવ છે અને બિનજરૂરી ખર્ચાઓ થાય છે. પરિવારના સભ્યો વચ્ચે મનભેદ – ઝઘડા થાય છે. અહીંયા અમે પતિ-પત્નીના સંબંધો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, કારણ કે જો ઘરમાં બેડરૂમની દિશા યોગ્ય ન હોય તો પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય છે. ચાલો જાણીએ કે સુખી લગ્ન જીવન માટે વાસ્તુ અનુસાર બેડરૂમ કેવો હોવો જોઈએ…

બેડરૂમમાં આ વસ્તુઓ ન રાખો

વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં કોમ્પ્યુટર અને ટીવી ન રાખવા જોઈએ. આવું કરવાથી વાસ્તુ દોષ થાય છે. તેમજ પતિ-પત્ની વચ્ચે ઝઘડા પણ ચાલુ રહે છે. તેથી બેડરૂમમાં આ વસ્તુઓ રાખવાનું ટાળવું જોઈએ.

બેડરૂમમાં આવા ફોટા, ચિત્ર કે પેઇન્ટિંગ રાખવા

બેડરૂમમાં હિંસક અથવા યુદ્ધ દર્શાવતી તસવીરો ક્યારેય ન લગાવવી જોઈએ. કારણ કે આ તસવીરો પતિ-પત્ની વચ્ચે વિખવાદ અને તકરાર ઉભી કરે છે. ઉપરાંત, તમારે બેડરૂમમાં દેવી-દેવતાઓની તસવીરો લગાવવાનું ટાળવું જોઈએ. તેથી આ ચિત્રોની જગ્યાએ પ્રેમ, શાંતિ, દયા અને કરુણા દર્શાવતા ચિત્રો મુકવા જોઈએ. આમ કરવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમની લાગણી ઉત્પન્ન થાય છે. તેમજ વિવાહિત જીવન સુખી રહે છે.

પલંગ ઉપર એક જ ગાદલું વાપરો

વાસ્તુ શાસ્ત્ર અનુસાર બેડરૂમમાં ડબલ બેડ પર બે અલગ-અલગ ગાદલાને બદલે એક જ ગાદલાનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે અલગ-અલગ ગાદલા પતિ-પત્ની વચ્ચે મતભેદ ઉભા કરે છે. જ્યારે એક ગાદલું પ્રેમમાં વધારો કરે છે.

આ પણ વાંચો | તમારા ઘરમાં વાસ્તુ દોષ છે કે નહી? આ 4 સંકેતથી જાણો

બેડરૂમમાં અરીસો ન હોવો જોઈએ.

તમે જોયું હશે કે ઘણા લોકોના પલંગની સામે અરીસો હોય છે, જે વાસ્તુ અનુસાર ખોટું છે. કારણ કે જો પતિ-પત્ની સૂતી વખતે અરીસામાં જુએ છે તો આમ કરવાથી વાસ્તુ દોષ થાય છે અને જીવનમાં બંને વચ્ચે નાની-નાની બાબતો પર લડાઈ થઈ શકે છે. આથી જો અરીસો હોય તો પણ તેને રાત્રે કપડાથી ઢાંકી દો. આમ કરવાથી વાસ્તુ દોષ નહીં રહે અને પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા બની રહે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ