Vastu Tips For Plant: જ્યોતિષ અને વાસ્તુમાં વૃક્ષ – છોડને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે કારણ કે છોડને ગ્રહ અને માતા લક્ષ્મી સાથે સંબંધ માનવામાં આવે છે. જેમ કે શમીના છોડનો સંબંધ કર્મ આપનાર શનિદેવ સાથે છે. તમને જણાવી દઈએ કે ઘરમાં વૃક્ષ- છોડ લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત વાસ્તુ દોષોને દૂર કરવામાં પણ છોડ ખૂબ મદદરૂપ છે. તેમજ વાસ્તુ અનુસાર છોડ પરિવારના સભ્યો વચ્ચેના સંબંધોને સુધારી શકે છે. લીલા છોડ ઘરની સજાવટ તરીકે પણ કામ કરે છે. તેઓ હવાને પણ શુદ્ધ કરે છે. અહીં અમે તમને એવા છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ઘરમાં લગાવવામાં આવે તો સુખ-સમૃદ્ધિ લાવે છે. ચાલો જાણીયે…
શમીનું વૃક્ષ (Prosopis Cineraria)
શમીનું વૃક્ષ વાવવાથી આવક વધે છે. તેમજ દેવામાંથી મુક્તિ મળે છે. આ છોડનો સંબંધ શનિદેવ સાથે છે. જે લોકોની શનિની ઢૈયા અને સાડા સાતી ચાલી રહી છે તેઓૉ શનિવારે આ છોડ લગાવી શકે છે. આમ કરવાથી તે શનિદેવના પ્રકોપથી બચી શકે છે. તેમજ આ છોડને મુખ્ય પ્રવેશદ્વારની ડાબી બાજુએ લગાવવો જોઈએ અને સાંજે તેની સામે દીવો પણ પ્રગટાવવો જોઈએ.

તુલસીનો છોડ (Tulsi Plant)
હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમજ લગભગ દરેક ઘરમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. તુલસીનો છોડ ઘરમાં સૌભાગ્ય લાવે છે અને પૈસા સંબંધિત સમસ્યાઓથી પણ બચાવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ છોડને ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ ઉપરાંત તુલસીના છોડમાં ઘણા ઔષધીય ગુણો છે, જે તમને મોસમી શરદી અને ઉધરસથી દૂર રાખી શકે છે. પરંતુ આ છોડ ઉત્તર-પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવવો જોઈએ.
મની પ્લાન્ટ લગાવો (Money Plant)
વાસ્તુ શાસ્ત્ર ટીપ્સ અુસાર મની પ્લાન્ટને ખૂબ જ શુભ છોડ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તે પૈસા આકર્ષવાનું કામ કરે છે. મની પ્લાન્ટની વેલ ઘરમાં રાખવાથી ધન અને સમૃદ્ધિ વધે છે. તેને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. મની પ્લાન્ટ હંમેશા દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. કારણ કે આ દિશાને ભગવાન ગણેશની દિશા માનવામાં આવે છે.
આ પણ વાંચો | ઘરની દક્ષિણ દિશામાં આ 4 વસ્તુ રાખવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે, ધન-સંપત્તિનો વરસાદ થશે; જાણો વાસ્તુ ટીપ્સ
લીમડાનો ઝાડ (Azadirachta indica/ Neem Tree)
લીમડાનો ઝાડ ઘરના ઉત્તર-પશ્ચિમ ખૂણામાં લગાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે લીમડાનો છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. તેમજ નકારાત્મકતા પણ દૂર થાય છે.





