Vastu Tips : ઘરની આ દિશામાં હનુમાન જીનો ફોટો કે મૂર્તિ રાખો, વાસ્તુ દોષથી મૂક્તિ અને ધન લાભ થવાની માન્યતા

Hanuman Photo Vastu Tips : ઘરમાં (Home Vastu Tips) હનુમાનજીનો ફોટો (Hanuman Photo) કે મૂર્તિ રાખવી બહુ જ શુભ માનવામાં આવે છે, જો કે તેમાં કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવે તો તેનાથી ધનલાભ અને મુશ્કેલીઓ દૂર થતી હોવાની માન્યતા છે. જાણો વાસ્તુશાસ્ત્ર ( Vastu Tips) અનુસાર ઘરમાં ક્યાં અને કઇ દિશામાં હનુમાનજીનો ફોટો રાખવો હોવા જોઇએ

Written by Ajay Saroya
January 04, 2023 21:26 IST
Vastu Tips : ઘરની આ દિશામાં હનુમાન જીનો ફોટો કે મૂર્તિ રાખો, વાસ્તુ દોષથી મૂક્તિ અને ધન લાભ થવાની માન્યતા

ઘરની કઈ દિશામાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ અને તેના શું પરિણામો આવે છે, તેની વિસ્તૃત માહિતી વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવી છે. આ સાથેજ વાસ્તુશાસ્ત્રમાં દેવી-દેવતાઓની મૂર્તિઓને ઘરમાં રાખવાના નિયમો પણ આપવામાં આવ્યા છે. ચાલો જાણીએ કે હનુમાનજીની મૂર્તિ ઘરની કઈ દિશામાં રાખવી જોઈએ અને કઈ દિશામાં નહીં.

હનુમાન જીને બળ-બુદ્ધના દાતા માનવામાં આવે છે અને તેમની પૂજા-અર્ચના કરવાથી ઘણી મુશ્કેલીઓથી બચી શકાય છે. ઘણા લોકો ઘર કે પૂજા ઘરમાં હનુમાન જીનો ફોટો કે મૂર્તિ રાખતા હોય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર હનુમાનજીનો ફોટો કે મૂર્તિને ક્યારેય પણ બેડરૂમમાં ન રાખવી જોઈએ. હનુમાન જીનો ફોટો કે મૂર્તિ ઘરમાં કોઈ પવિત્ર સ્થાન પર રાખવા શુભદાયી અને લાભકારક મનાય છે. સાથે જ ઘરમાં હનુમાનજીની મૂર્તિ રાખવાથી વાસ્તુ દોષ દૂર થતી હોવાની માન્યતા છે.

  • ઘરમાં દક્ષિણ દિશામાં હનુમાનજીની મૂર્તિ અથવા ફોટો લગાવવો શુભ માનવામાં આવે છે. દક્ષિણ દિશામાં રાખવામાં આવી મૂર્તિ કે ફોટોમાં હનુમાનજી બેઠેલા હોવા જોઈએ.
  • હનુમાનજીનો ફોટો કે મૂર્તિ ઘરની ઉત્તર દિશામાં લગાવવી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિશામાં હનુમાનજીની તસવીર લગાવવાથી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. તેમજ નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી નથી.
  • વાસ્તુશાસ્ત્ર અનુસાર પંચમુખી હનુમાનજીની તસવીર ઘરમાં લગાવવાથી સમસ્યાઓ દૂર થાય છે અને ધનલાભ થાય છે. પાંચમુખી પ્રતિમા અથવા ચિત્ર લગાવતી વખતે ધ્યાન રાખો કે તે દિશા દક્ષિણ હોવી જોઈએ.

આ પણ વાંચોઃ કેસરના આ ઉપાયોથી ધન લાભ હોવાની માન્યતા, જાણો શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર

  • ઘરમાં પહાડ ઊંચકતા હનુમાનજીની તસવીર લગાવવી પણ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ઘરમાં આવી તસવીર લગાવવાથી વ્યક્તિ તમામ મુશ્કેલીઓનો સરળતાથી સામનો કરી શકો છો.
  • ઘરમાં જે જગ્યાએ હનુમાનજીની તસવીર કે મૂર્તિ હોય ત્યાં સાફસફાઇનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
  • મંગળવારે હનુમાનજીની વિધિ-વિધાન પ્રમાણે પૂજા કરવી જોઈએ અને સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ